SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છે – એટલું માનવાની તૈયારી છે ? આપણે સાધુ ન થઇએ તો સુખી થઇએ ને ? આ પ્રશ્ન માર્મિક છે, ખૂબ શાંતિથી વિચારીને જવાબ આપજો . સાધુ થઇએ તો સુખી થઇએ કે ન થઇએ તો સુખી થઇએ ? સ0 સાધુ ન થયાનું દુઃખ છે. સાચું છે કે બનાવટી ? સાધુ ન થયાનું દુઃખ હોય તો તમે અમારી પાછળ ફરો કે ઘરના લોકોની પાછળ ? તમારા કરતાં તો પેલો બ્રાહ્મણ સારો કે જે અડધું દેવદૂષ્ય લેવા માટે ભગવાનની પાછળ પાછળ જ ફર્યો. તમે તો સંયમ ન મળ્યું તોય ઘરભેગા થઇ ગયા ને ? સંયમ લઇએ તો દુઃખી થઇએ કે સુખી થઇએ ? એક વાર ભોયણીમાં સાહેબની નિશ્રામાં ઓળી, હતી. બપોરે બધા શ્રાવકો આયંબિલ કરવા જાય ત્યારે સાહેબને વાચના આપવાનું જણાવ્યું. સાહેબે વાચના શરૂ કરી. શરૂઆતમાં જ સાહેબે પ્રશ્ન પૂછ્યો “આ ઓઘો લીધાનો આનંદ છે ?” બે મિનિટ તો કોઇ કશું બોલ્યું નહિ. છેવટે એક પદસ્થ સાધુએ હિંમત કરીને કહ્યું કે – “હોય જ ને ?” તરત સાહેબે પૂછ્યું કે ‘પાપ કરવું પડતું નથી તેનો આનંદ છે કે પૈસા કમાવા જવું પડતું નથી – એનો ?' પ્રશ્ન માર્મિક છે ને ? સંયમમાં જે આનંદ છે તે પાપ નથી કરવું પડતું તેનો જ છે. સંયમમાં દુ:ખ છે કે સુખ ? સ0 સંયમ બહુ ભારે લાગે છે. તમને લોઢાનો ભાર લાગે કે સોનાનો ? પાંચ કિલો સોનાનો પણ ભાર ન લાગે ને ? તો સંયમ ભારે ક્યાંથી લાગે ? સંયમ તો તમે કહો છો ને કે - સોના કરતાં ય મોંધું છે. જો સોનાનો ભાર ન લાગે તો સંયમનો ભાર ક્યાંથી લાગે ? સ0 સંયમમાં સાધુપણું જ આવે ? એમાં શું પૂછવાનું ? પાંચ આશ્રવથી વિરામ પામવું તેનું નામ સંયમ. શ્રાવકપણામાં સર્વથા આ આશ્રવથી વિરામ પામવાનું શક્ય જ નથી. તમે બહુ બહુ તો દ્રવ્યક્ષેત્રકાળભાવને આશ્રયીને અભિગ્રહ લઇ શકો. દ્રવ્યને આશ્રયીને ભોગપભોગનાં દ્રવ્ય ઓછાં કરો, ક્ષેત્રને આશ્રયીને નગર કે દેશની બહાર ન જવાનો નિયમ લો. કાળથી રાત્રે ૧ ૨૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર બહાર ન જવાનો નિયમ લો અને ભાવથી સંસારનો ભાવ ન રાખો તો એટલા પાપથી બચી શકો. બાકી એક પણ આશ્રવ ચાલુ હોય તો સંવરભાવ ક્યાંથી આવે ? શૂલથી વ્રત લીધાં હોય તો સૂક્ષ્મ પાપોનો આશ્રવ ચાલુ જ છે ને ? ઘરમાં એક સાપ નીકળે તો સાપ નથી એવું તો ન કહેવાય ને ? એમ એકાદ પણ પાપ જો હોય તો સંયમ ક્યાંથી કહેવાય ? આશ્રવ તો સાપથી પણ ભૂંડા છે. પાપનો ભય સાપ કરતાં વધુ ભયંકર છે. સાપ તો એક ભવ બગાડે. જયારે પાપ તો ભવોભવ બગાડે. તેથી પાપનો ત્યાગ સર્વથા કરવો જ પડે. સ0 અમે તો શક્તિ પ્રમાણે થોડો થોડો ત્યાગ કરીએ. ઘરમાં એક ઉંદર, એક બિલાડી હોય તો ચાલે ને ? એક માંકણ હોય તો ય પાલવતો નથી, મચ્છર હોય તોય ધૂપ કરીને કાઢી મૂકો, નહિ તો છેવટે મચ્છરદાની બાંધીને રહે અને અહીં થોડો થોડો સંયમ હોય તો ચાલે ને ? સંયમ લઈએ તો દુ:ખી થઇ જઇએ - આ શ્રદ્ધા મજબૂત છે ને ? સ, સંયમ લઇએ તો સુખ ભોગવવા ન મળે. સુખ ભોગવવા ભલે ન મળે પણ દુ:ખ તો કાયમનું ટળે ને ? આવવું છે ? તમે જમવા બેસો છો તે સુખ મેળવવા કે ભૂખનું દુ:ખ ટાળવા ? જે સુખ તમારે ભોગવવાનું નથી તેના માટે દોડધામ ચાલુ છે ને ? જે ભોગવવાનું નથી તે ભેગું કર્યા કરવું એ તો ગધ્ધામજૂરી છે. ધર્મ કરીશું તો દુઃખી થઈશું - આ ભય મગજમાંથી કાઢી નાંખો. મહાપુરુષોનાં વચનો પરમતારક છે. આપણે સુખ ભોગવીએ એનું જ્ઞાનીઓને દુ:ખ નથી, આપણે સુખ ભોગવીને દુ:ખી ન થઇએ - તેની એમને ચિંતા છે. સંયમમાં તમારી દૃષ્ટિએ જે સુખ છે તે નહિ મળે તોપણ દુ:ખ દુ:ખરૂપ તો નહિ જ લાગે. જગતના જીવો સુખના અર્થી છે અને એ સુખની પ્રાપ્તિનો માર્ગ આત્મદમન છે અને આ આત્મદમન કરવા માટે સંયમ અને તપ કરવા સિવાય બીજો કોઇ જ ઉપાય નથી. આપણને ગમે કે ન ગમે – આ ઉપાય માન્યા વિના ચાલે એવું નથી. શાસ્ત્રકારોએ આપણને ગમે છે કે નથી ગમતું તેનો વિચાર કર્યા વિના માત્ર આપણા હિતને અનુલક્ષીને સુખનો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૨૧
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy