SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા મોઢા ઉપર જે સુખની લાલી દેખાય છે તે આત્મદમનની નથી, ઔદયિકભાવની છે. ક્ષયોપશમભાવની લાલી તો આત્મદમનના ઘરની છે અને આત્મદમન એટલે જે આવે તે વેઠી લેવું. સ0 આત્મદમનના કારણે સુખ પરભવમાં મળે કે તરત મળે ? તરત જ મળે . ઉઘરાણી ન આપે ત્યારે ‘પૈસા જો ઇતા નથી’ એટલું નક્કી કરો તો તરત જ સુખ મળે ને ? આત્મદમનમાં જે સુખ છે તે જ ક્ષયોપશમભાવનું છે. સ0 ક્ષયોપશમભાવ એટલે શું ? ક્ષયોપશમભાવ એટલે કર્મનું પતલું આવરણ. કર્મોનાં ગાઢ આવરણ તે ઔદયિકભાવ અને કર્મોનું આવરણ ખસી જાય તે ક્ષાયિકભાવ. અશુદ્ધ આવરણ તે ઔદયિકભાવ, શુદ્ધ આવરણ તે ક્ષયોપશમભાવ અને આવરણરહિત અવસ્થા તે ક્ષાવિકભાવ. જેમ પૂટ્ટીનું આવરણ હોય તો બિલકુલ ન દેખાય, પારદર્શક પેપર હોય તો દેખાય અને આવરણ જ ન હોય તો ચોખ્ખચટ દેખાય. કેવળજ્ઞાનાદિ ગુણો તો આપણા આત્મામાં પડેલા જ છે, માત્ર આવરણ ખસેડવાની જરૂર છે. ગુણ આપણા છતાં કર્મની મહેરબાનીથી અનુભવવા મળે તેનું નામ યોપશમભાવે. જેમ તમારે ત્યાં પણ પૈસા તમારા પોતાના હોવા છતાં એફ.ડી. પાકે ત્યારે જ મળે ને ? તેમ જ્ઞાનાદિગુણો આપણા પોતાના હોવા છતાં કર્મની મહેરબાની થાય ત્યારે મળે. સુખ મેળવવામાં ઔદયિકભાવનું સુખ છે. અને સુખ જો ઇતું નથી’ તેમાં ક્ષયોપશમભાવનું સુખ છે. પેલા સંન્યાસીની વાત સાંભળી છે ને ? રાજા પાસે તેને બોલાવવામાં આવ્યો. રાજાએ એક પછી એક ચીજ તેને ભોગવટા માટે આપવા માંડી. વૃક્ષની છાલનાં વસ્ત્રોના બદલે રેશમી વસ્ત્ર લેવા કહ્યું, માટીના ઠીકરાના બદલે સોનાનાં વાસણ લેવા કહ્યું, પથ્થરના બદલે રૂની તળાઇમાં સૂવાનું કહ્યું. ત્યારે સંન્યાસી કહે છે કે માટીના ઠીકરામાં વાપરો કે સોનાની થાળીમાં : પેટ તો સરખું જ ભરાય ને ? વસ્ત્ર રેશમી હોય કે છાલનું હોય : આબરુ તો એકસરખી ઢંકાય ને ? ઊંઘવા માટે પથ્થર હોય કે રૂની તળાઇ હોય : શું ફરક પડે ? ૧૧૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સંન્યાસીને ના પાડતો જોઇ રાજા કહે છે – આપું છું તે લઇ લે, મારા જેવો આપનારો કોઇ નહિ મળે.' ત્યારે સંન્યાસીએ કહ્યું કે “આપનારા ઘણા મળશે, ના પાડનારો લગભગ કોઇ નહિ મળે'...તો કહો સુખ શેમાં છે? માંગવામાં ? લેવામાં ? આપવામાં ? કે ના પાડવામાં ? “નથી જો ઇતું' આ બે જ શબ્દમાં ત્રણે લોકનું સુખ સમાય છે. સ) આપ આટલું કહો છો પણ અમને તો સુખની લગન જ લાગી છે તો શું કરવું ? તમને લગન લાગી છે માટે જ તો અમે તમને સાવધાન કરીએ છીએ. તમારે ત્યાં લગ્નપ્રસંગે ઢોલ વગાડાય છે તે શેના માટે વગાડાય. છે તે જાણો છો ? તમને બહેરા બનાવવા માટે નહિ, તમારા કાન ખોલવા માટે વગાડાય છે. લગ્નની દરેક ક્રિયામાં ‘સાવધાન’ ‘સાવધાન’ના નારા લગાડાય છે તે તમને સાવધાન કરવા માટે જ લગાડાય છે. અમને દીક્ષા વખતે ત્રણ પ્રદક્ષિણા ફરવાનું વિધાન છે. કારણ કે ત્યાં જ્ઞાનદર્શનચારિત્રની સાધના કરવાની છે. જયારે પરણતી વખતે ચાર ફેરા ફરવાના હોય છે કારણ કે પરણવાના કારણે ચારે ગતિમાં ભટકવાનું થાય છે. વરઘોડો ઊતર્યા પછી વરને પોંખવાની ક્રિયા પણ એટલા માટે છે કે હજુ પણ સમજીને પાછા વળી જાઓ તો સારું. વરનું નાક મરોડવામાં આવે છે તે વખતે પણ તેને સૂચન કરાય છે કે તેની સ્વતંત્રતા હવે હણાઇ જવાની. પરણે એનું સ્વમાન રહે કે નાશ પામે ? છેડાછેડી બાંધતી વખતે પણ સૂચવ્યું કે એકલા નહિ, બંને સાથે એકબીજાને દુર્ગતિમાં લઈ જવાના. આપણા વડીલજનોએ, મહાપુરુષોએ આપણે દુર્ગતિમાં ન જઇએ તેની ચિંતા ડગલે ને પગલે કરી છે. છતાં આપણે ગાંડાની જેમ વર્તીએ છીએ ને ? થોડું સત્ત્વ કેળવી લો. આપણે કોઇને રખડતા નથી કરવા, પણ કોઇના કારણે આપણે રખડવું પડે - એવું પણ નથી કરવું. તેમની પલોજણમાં આખી જિંદગી પસાર કરીએ તો આપણે રખડતા જ થઇએ ને ? આપણે આપણા એકલાની પણ ઇચ્છા પૂરી કરી શકતા નથી તો આખા કુટુંબની ઇચ્છા કઇ રીતે પૂરી કરી શકવાના ? તેથી ઇચ્છાઓને પૂરી કરવાના બદલે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧૭
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy