________________
સાધુપણાનો આચાર પાળવો હશે એને દુઃખ વેઠ્યા વિના નહિ ચાલે. દુઃખ વેઠે એને અરિત ન નડે. ધર્મ અતિના કારણે નથી થતો - એવી લગભગ આપણી ફરિયાદ છે. જ્યારે શાસ્ત્રકારો કહે છે કે ધર્મમાં અરતિ વિઘ્ન કરે છે. આવા વખતે અતિને દૂર કરીને ધર્મ કરવો છે. આપણે લગભગ ધર્મને દૂર કરીએ ને ? કેટલી બધી ઊંધી માન્યતા આપણી છે. ગાઢ મિથ્યાત્વના ઉદય વિના આવું ન બને. બીજા દેવ-દેવીને માનતા ન હોવાથી લૌકિક મિથ્યાત્વ નથી પણ ભગવાનનું વચન ન માનીએ તો લોકોત્તર મિથ્યાત્વ છે – એમ કહીએ તો ખોટું નથી. ગુણસંપન્ન એવા પહેલા ગુણઠાણાને પામેલા પણ એમ માનતા હોય છે કે ધર્મના કારણે અરિત નથી થતી. જ્યારે જ્યારે ધર્મમાં અરતિ થાય ત્યારે અરતિને દૂર કરવાની હોય, ધર્મને નહિ. આપણે તો ઘણી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા છીએ ને? છતાં માનીએ શું ? ધર્મના કારણે અતિ થાય છે - એમ જ ને ? ગઇ કાલ સુધી આપણે આટલા સુધી આવ્યા હતા કે - રાજપુત્રે દીક્ષા સારામાં સારી રીતે પાળી અને પુરોહિતપુત્ર દીક્ષામાં અરિત કરી. જો દીક્ષા છોડું તો પાછા સાંધા ઊતરશે માટે દીક્ષા તો ન છોડી પણ અતિથી દીક્ષા પાળી. બંન્ને કાળ કરીને દેવલોકમાં ગયા. અહીં સુધી આ વાર્તા મૂકી રાખવાની. એની વચ્ચે બીજી કથા આવે છે તે જોઇ લઇએ. કૌશામ્બી નામના નગરમાં તાપસ નામે શ્રેષ્ઠી હતો. શ્રેષ્ઠી કૃપણ અને લોભી હતો. એ શ્રેષ્ઠીને પોતાના ધનાદિ પ્રત્યે આસક્તિ એટલી બધી હતી કે તેથી એ મરીને ત્યાં જ ભૂંડ તરીકે ઉત્પન્ન થયો. કોઇ મારી ન નાંખે માટે તે ભૂંડ ત્યાંને ત્યાં રહેવા લાગ્યો. પોતાના છોકરાઓએ એને મારી નાંખ્યો. પાછો મરીને ત્યાં જ સર્પરૂપે ઉત્પન્ન થયો. આ સર્પ કરડશે - એમ માનીને પાછો છોકરાઓએ મારી નાંખ્યો. મરીને એ પોતાનો જે પુત્ર હતો એના પુત્ર તરીકે જન્મ્યો. ત્યાર પછી એને જાતિસ્મરણજ્ઞાન થયું. પહેલાં પોતે ઘરનો વડીલ હતો અને હવે પોતાના પુત્રને બાપા કહેવાનો વખત આવ્યો એટલે શરમ આવવા માંડી માટે બનાવટી મૂંગો થયો. એક વખત ત્યાં ચારજ્ઞાનના ધણી સાધુમહાત્મા પધાર્યા. એ મૂકને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૮
પ્રતિબોધ પમાડવા માટે એમણે પોતાના બે શિષ્યોને મોકલ્યા. મૂકને પ્રતિબોધ પમાડતી એવી એક ગાથા કહી સંભળાવવાનું કહ્યું. તે ગાથામાં ‘તાપસ, ભૂંડ, સર્પ થયો અને હવે બનાવટી મૂકપણું ધારણ કરીને શું કરીશ ?’ આ પ્રમાણે જણાવેલું હતું. તે સાંભળીને મૂકને એમ થયું કે - આ મહાત્મા આ બધું કઇ રીતે જાણે છે ? એટલે તેનાથી પુછાઇ ગયું. ત્યારે સાધુમહાત્માએ કહ્યું કે - આ બધું અમારા ગુરુમહારાજ જાણે છે, અમે નથી જાણતા. ત્યાર પછી તે મૂક ગુરુભગવંત પાસે ગયો. ગુરુભગવંતના વચન સાંભળીને તેણે શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. સાધુમહાત્મા પાસે જઇએ તો ઠેકાણું પડે ને ? સંસારના તાપથી તમ થયેલાને શાંત કરવાનું કામ સાધુમહાત્મા કરે. આ બાજુ જે પુરોહિતપુત્ર
દેવ થયો હતો તે દેવ શ્રી સીમંધરસ્વામી પાસે ગયો. ત્યાં એણે ભગવાનને પૂછ્યું કે - હું સુલભબોધિ કે દુર્લભબોધિ છું ? ત્યારે ભગવાને કહ્યું કે - તું દુર્લભબોધિ છે. પછી પૂછ્યું કે - હું કોનાથી પ્રતિબોધ પામીશ ? ભગવાને કહ્યું કે – કૌશામ્બીમાં મૂક નામના શ્રાવકથી પ્રતિબોધ પામીશ. ત્યાર પછી એણે બોધિપ્રાપ્તિનો પ્રયત્ન શરૂ કર્યો. આપણે હોઇએ તો શું કરીએ ? ભગવાને ના પાડી છે માટે કશું થવાનું નથી - એમ વિચારીને પ્રયત્ન માંડી વાળીએ ને ? ત્યાર પછી એણે ઉપયોગ મૂકીને જોયું કે – મૂકના નાના ભાઇ તરીકે પોતાને જનમવાનું છે. પછી એ દેવ મૂકના ઘરે આવ્યો અને મૂકને કહ્યું કે - દેવલોકથી ચ્યવીને હું તારા નાના ભાઇ રૂપે થવાનો છું. હું જ્યારે ગર્ભમાં હોઇશ ત્યારે તારી માતાને અકાળે આંબાનો દોહદ થશે. તે વખતે આ આંબાના ઝાડે અકાલે આંબા આવશે તેનાથી તું તારી માતાનો દોહદ પૂરો કરજે અને તારી માતાને કહેજે કે - જેવો છોકરો જન્મે તેવો જ મને સોંપી દેવાનો, તેમ જ મને પ્રતિબોધ પમાડજે અને ન પામું તો છેવટે વૈતાઢચ પર્વતના અમુક ભાગમાં મારા નામનાં કંકણ અને વીંટી મૂક્યાં છે તે બતાવીને પ્રતિબોધ પમાડજે. આ બધું કહીને દેવ ચાલ્યો ગયો. પોતાના સમય પ્રમાણે ત્યાંથી ચ્યવીને તે મૂકના નાના ભાઇ તરીકે જન્મ્યો. શરત મુજબ મૂકે બધું કર્યું. હવે મૂક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૯