________________
અરતિના કારણને દૂર નથી કરવું. અહીં જણાવે છે કે અચલપુર નામના નગરમાં જિતશત્રુ રાજાનો પુત્ર યુવરાજ હતો એટલે કે રાજયનો વારસદાર હતો. તેણે એક વાર રાચાર્યની પાસે દેશના સાંભળીને પ્રતિબોધ પામી દીક્ષા લીધી. ભવિષ્યમાં સુખ મળવાનું છે એવી ખાતરી હોવા છતાં પણ સુખ જોઇતું નથી માટે દીક્ષા લઇ લીધી – આ વસ્તુ મહત્ત્વની છે. આ રીતે દીક્ષા લઇને યુવરાજ રાજર્ષિ રથાચાર્યની સાથે વિહાર કરીને તગરા નગરીમાં ગયા. તે વખતે ઉજ્જયિની નગરીમાં આર્યરાધ નામના આચાર્ય વિચરતા હતા. જેમના શિષ્યો સ્વાધ્યાયપરાયણ હતા. આચાર્યભગવંતો કેવા હોય અને પોતાના શિષ્યોને કેવા ઘડે છે – એ આના ઉપરથી સમજાય છે. એક વાર ઉજ્જયિની નગરીમાંથી આવેલા શ્રાવકોને યુવરાજ રાજર્ષિએ પૂછ્યું કે – આર્યરાધ આચાર્ય તથા તેમના સાધુઓ શાતામાં છે ? તેમની કાયા ઉપસર્ગરહિત છે ? ત્યારે શ્રાવકોએ કહ્યું કે આમ તો બધા શાતામાં છે, પણ રાજપુત્ર અને પુરોહિતપુત્ર સાધુઓને ખૂબ હેરાન કરે છે. આ સાંભળીને પેલા યુવરાજ રાજર્ષિએ વિચાર્યું કે આ સાધુભગવંતો તો પરીષહ-ઉપસર્ગ વેઠીને નિર્જરા કરશે. પરંતુ આ મારા પિતરાઇ ભાઇઓ આ રીતે સાધુને હેરાન કરી ક્લિષ્ટ કર્મનું અર્જન કરીને દુર્ગતિમાં જય - એ સારું નહિ. આથી પોતાના ગુરુને પૂછીને સાધુને ઉપસર્ગરહિત બનાવવા અને પોતાના પિતરાઇ ભાઇઓને દુર્ગતિથી બચાવવા માટે ઉજજયિની નગરીમાં ગયા. ત્યાં ગયા પછી આર્યરાધ નામના આચાર્યની રજા લઇને ગોચરીએ ગયા. સાધુભગવંતો પોતે પરીષહ વેઠે પણ સહવત્તને કે ગુરુભગવંતને ઉપસર્ગ આવતો હોય તો તેને રોકવા માટે યોગ્ય પ્રયત્ન કર્યા વિના ન રહે. સાધુને હેરાન કરે તેને રોકવાની જવાબદારી ગૃહસ્થોની હોવા છતાં તેઓ જો એને અદા ન કરે તો સાધુભગવંતો મૂંગે મોઢે બેસી ન રહે - આટલું યાદ રાખજો . આર્યરાધ આચાર્યો આગંતુક હોવાથી ગોચરીએ જતાં રોક્યા પણ તેમણે જયારે કહ્યું કે “મારે કામ છે? તો જવા દીધા. સાથે એક નાના સાધુને મોકલ્યો. તેને પૂછીને રાજપુત્ર અને પુરોહિતપુત્ર જ્યાં હતા ત્યાં પહોંચી ગયા. પેલા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
બે તો ઘણા દિવસે રંજાડવા માટે સાધુ મળ્યો એમ જાણી, ખુશ થઇને સામે આવ્યા. આવીને સાધુને પૂછયું કે ‘તમને નાચતાં આવડે છે ?’ સાધુએ કહ્યું કે “તમને વગાડતાં આવડે છે ? જો તમે વગાડો તો મને નાચવાનું ફાવે.' પેલા તો રમવામાં શૂરા હતા, કળા તો એકે શીખ્યા ન હતાં, ક્યાંથી આવડે ? તેથી જેમતેમ વગાડવા લાગ્યા, તેથી ગુસ્સે થઇને આ સાધુએ બંન્નેના સાંધા ઉતારીને મૂકી દીધા અને તે પાછા મકાનમાં આવી ગયા . આ બે તો નિશ્ચષ્ટ થઇને પડ્યા. આ સમાચાર સાંભળી રાજા, પુરોહિત વગેરે ઘણા માણસ ત્યાં ભેગા થયા. રાજાએ આજુબાજુના લોકોને કારણ પૂછ્યું. લોકોએ સાધુ આવ્યાનું જણાવ્યું. રાજા સાધુ પાસે આવ્યો. એને જોતાંની સાથે ઓળખી ગયો. યુવરાજર્ષિએ પણ તેને કઠોર શબ્દથી હિતશિક્ષા આપતાં કહ્યું કે કોઇ સામાન્ય પ્રજાજન પણ હેરાન થતું હોય તો તેની રક્ષા કરવાની જવાબદારી રાજાની છે, તો પછી આ તો લોકોત્તર એવા સાધુભગવંતોને હેરાન કરે છે છતાં તેની ઉપેક્ષા કરો એ કેમ ચાલે ? રાજાએ પુત્રો વતી માફી માંગી, ફરી પાછું આવું નહિ થાય તેની ખાતરી આપી અને પુત્રોને સાજા કરી આપવા કહ્યું. રાજર્ષિએ કહ્યું કે “દીક્ષા લેતા હોય તો સાજ કરું.' રાજા પૂછવા ગયો. તમે આવી જ અવસ્થામાં હો તો શું કરો ? પરાણે દીક્ષા અપાય ? અયોગ્યને દીક્ષા અપાય... આવી આવી દલીલો કરો ને ? અયોગ્યને પણ યોગ્ય બનાવવા માટે દીક્ષા અપાય. અહીં તો આ પુત્રોને સાધુને હેરાન કરતાં અટકાવવા છે માટે પરાણે પણ દીક્ષા આપવાની વાત કરી અને એક વાર શિક્ષા કર્યા પછી તો ઘણા ચોરો પણ સુધરી જાય છે ને? તેમ અહીં પણ સાંધા ઊતરી જવાથી જે વેદના વેઠવી પડી તેના કારણે પરિણામ તો મંદ પડી જ ગયા હતા. પેલા પુત્રોએ ના છૂટકે હા પાડી. રાજર્ષિએ આવીને પહેલાં બંન્નેનો લોચ કર્યો, દીક્ષા આપી, પછી જ તેમના સાંધા સીધા કરી દીધા. આ રીતે આ બેની દીક્ષા થઇ ગઇ. તેમાંથી જે રાજપુત્ર હતો તેણે સારા ભાવથી દીક્ષા પાળી. જ્યારે જે પુરોહિતપુત્ર હતો તેને બ્રાહ્મણ થઇને જૈનદીક્ષા પાળવી પડી તેનું દુ:ખ હોવાથી તેણે અરતિપૂર્વક દીક્ષા પાળી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૬૩