SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી કર્મના સંચયને રિક્ત કરવા સ્વરૂપ ચારિત્ર કહેવાય. કર્મ ગયા બાદ તો નિજણ સ્થિરતા સ્વરૂપ ચારિત્ર હોય છે. નિશ્ચયનયને આશ્રયીને નિજગુણસ્થિરતા એ જ ચારિત્ર છે. મોહનીયના ક્ષયોપશમને પ્રાપ્ત કરવા માટે કરવાનો છે. સમ્યકત્વ તથા દેશવિરતિનો ધર્મ ચારિત્રમોહનીયનો યોપશમ પ્રગટાવવા માટે કરવાનો છે. જ્યારે સર્વવિરતિનો ધર્મ ચારિત્રમોહનીયના ક્ષય દ્વારા ચારે ઘાતિકર્મના ક્ષય માટે કરવાનો છે. પુણ્યબંધના આશયથી ધર્મ કરવાનું ક્યાંય જણાવ્યું નથી. જ્યાં સુધી બંધ ચાલુ છે ત્યાં સુધી અનુબંધ બગડે નહિ તે આશયથી કુશલાનુબંધી બનવાની ભાવના ભાવવાનું જણાવ્યું છે. પરંતુ એનો અર્થ એ નથી કે પુણ્યાનુબંધી પુણ્ય બાંધવા માટે ધર્મ કરવો. નિર્જરાસાધક ધર્મની આરાધના માટે જે અનુકૂળ ધર્મસામગ્રી જોઈએ છે એ સામગ્રી આપવાનું કામ તો નિષ્કામભાવે કરેલી ધર્મસાધના જ પુણ્યાનુબંધી પુણ્યબંધ દ્વારા કરે છે. તેથી મોક્ષની ઇચ્છાવાળાએ પુણ્યાનુબંધી પુણ્યના આશયથી ધર્મ કરવાનો નથી. પુણ્યાનુબંધી પુણ્ય પણ પુણ્ય બાંધવાની ઇચ્છાથી બંધાતું નથી. શ્રી શાલિભદ્રજીએ નિષ્કામભાવે ખીર વહોરાવી ત્યારે પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું હતું અને તેથી જ તે પુણ્યોદયમાં પણ નિર્લેપ રહી શક્યા હતા. પુણ્યાનુબંધી પુણ્યથી મળનારાં સુખોમાં જે નિર્લેપભાવ જાગે છે તે ભૂતકાળમાં નિષ્કામભાવથી કરેલી આરાધનાનો પ્રભાવ છે. જેમ પાપાનુબંધી પુણ્યના ઉદયમાં પાપ કરવાનું ચાલુ હોવા છતાં સુખ મળે છે તે પાપના કારણે નથી મળ્યું, તેમાં ભૂતકાળનું પુણ્ય કામ કરે છે તેમ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયમાં મળનારી નિર્લેપતામાં ભૂતકાળની આરાધના જ કામ કરે છે. પુણ્ય ઔદયિકભાવનું છે, આરાધના ક્ષયપામભાવની છે. ક્ષયોપશમભાવ ઇચ્છાનો નિરોધ કરવાનું શીખવે છે, ઔદયિકભાવ ઇચ્છાને ઉત્તેજિત કરે છે. ભગવાનને જન્મથી જ પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હતો છતાં તે છોડીને સાધુ થયા ને ? પુણ્યાનુબંધી પુણ્ય ભોગવવાજેવું છે માટે ઉપાદેય છે - એવી વાત ક્યાંય કરી નથી. એના ઉદયમાં આસક્તિ થતી નથી એટલાપૂરતું તે નડતું નથી – એમ કહ્યું છે. બાકી તે આસક્તિ વગર પણ સુખ ભોગવવા જેવું નથી - એવું સમજીને પુણ્યાનુબંધી પુષ્યને પણ છોડવા તૈયાર થાય તેને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય. આથી નક્કી છે કે આશય વગર ધર્મ નથી કરવો, સંસારના સુખના આશયથી ધર્મ નથી કરવો, પુણ્યના આશયથી પણ ધર્મ નથી કરવો, નિર્જરાના હેતુથી ધર્મ કરતા થવું છે. કર્મના સંચયને (રિક્ત) ખાલી કરવો તેને ચારિત્ર કહેવાય છે. આ ચારિત્રધર્મ સુધી પહોંચવા માટે કર્મનિર્જરાના માધ્યમથી જ આગળ વધવું પડશે. (૧૩૨) = સવ નિજ ગુણ કયા ? કર્મના યોગે જે મળે તે પરગુણ, કર્મના વિયોગે જે મળે તે નિજગુણ. તેથી ક્ષયોપશમભાવના બધા ગુણો સામર્થ્યયોગમાં મૂકવા પડે છે. ક્ષયોપશમભાવ કર્મના ઉદય વિના નથી હોતો. કર્મનાં મંદરસનાં દળિયાં ઉદયમાં હોય તેને યોપશમ કહેવાય છે. આથી જ યોપશમભાવ પણ છેવટે ઔપાધિક (કર્મરૂપ ઉપાધિના કારણે મળનારો) હોવાથી ત્યાજ્યકોટિનો છે. યોપશમભાવમાં આત્મા પર કર્મ લાગેલાં હોય છે, ક્ષાયિકભાવમાં આત્મા ઉપરથી કમ છૂટા પડી ગયેલાં હોય છે. ક્ષાયિકભાવમાં આત્માનો કે કર્મનો, બેમાંથી કોઈનો નાશ નથી થતો, માત્ર તે બેના સંયોગનો નાશ થાય છે. કર્મનાં દળિયાં કાશ્મણવર્ગણાનાં પુદ્ગલોમાં ભળી જાય છે અને આત્મા શુદ્ધ બને છે. આ અવસ્થા સુધી પહોંચવા માટે જ ક્ષયોપશમભાવના ચારિત્રની આરાધના છે. જ્યાં સુધી કર્મો આત્મા ઉપરથી છૂટાં ન પડે ત્યાં સુધી એ કર્મોનો રસ હણી નાંખવો છે અને સ્થિતિ ઘટાડી નાંખવી છે. આથી જ સાધુને પ્રતિહતપ્રત્યાખ્યાતાપકમાં કહ્યા છે. પ્રતિહત એટલે જ્ઞાનાવરણીયાદિ કર્મોની સ્થિતિ વધુ કરવી. એક વાર કર્મોની લઘુતા પ્રાપ્ત કર્યા પછી નવાં પાપનું પચ્ચખ્ખાણ કરવામાં ન આવે તો પાછી એ સ્થિતિ દીર્ઘ થયા વિના નહિ રહેવાની. તેથી કર્મબંધના હેતુઓનું પચ્ચખાણ કરવાનું જણાવવા માટે પ્રત્યાખ્યાતપાપકર્મા વિશેષણ આપ્યું છે. કર્મની લઘુતા મળ્યા પછી જો યોગ્ય પુરુષાર્થ કરવામાં ન આવે તો એ જ લઘુતા કર્મની સ્થિતિને વધારી મૂકવાનું કામ કરે છે. એક વાર આચાર્યભગવંતે કહેલું કે - દુર્ગતિમાં જવાનો મસાલો ખૂટી પડે ત્યારે તે પૂરો કરવા માટે ઘણાઓને મનુષ્યપણું મળતું હોય છે, જૈનધર્મ મળતો હોય છે. કારણ કે મનુષ્યજન્મ પામીને જૈન કુળમાં આવીને જેવી આશાતના કરી શકાય એવી બીજે ન થઈ શકે. આવું ન બને અને આ ભવમાં જે લઘુતા લઈ આવ્યા તે જાળવી લીધી છે તેવું કહી શકાય તેને પ્રત્યાખ્યાતપાપકર્મા કહેવાય. કમેં જે અનુકૂળતા કરી આપી છે તેનો ઉપયોગ કર્મનિર્જરા કરવા માટે (૧૩)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy