SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ભવમાં ખપે એવું છે અને તેના યોગે ક્ષયોપશમભાવનું સમ્યકત્વ તથા ચારિત્ર અહીં પામી શકાય એવું છે, તો તેના માટે પુરુષાર્થ કરવો છે ? એક વાર ચારિત્રમોહનીયનો ક્ષયપામ પેદા કરીએ તો પછી જ્ઞાનાવરણીયકર્મ વગેરેની દીર્ઘસ્થિતિ નહિ બંધાય. આપણે ડબલ ગ્રેજ્યુએટ થયા હોઈએ છતાં આપણું જ્ઞાનાવરણીયકર્મ ભારે છે અને માપતુષમુનિને મા તુજ બોલતાં પણ આવડતું ન હતું છતાં તેમનું કર્મ લધુ હતું. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ગમે તેટલો સારો હોય પણ તે મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમને લાવી ન આપે, આગળ વધીને ચારિત્રમોહનીયના ક્ષયોપશમને લાવી ન આપે તો તેની કોઈ કિંમત નથી. અહીં એટલું યાદ રાખવું કે ‘પ્રતિહપ્રત્યાખ્યાતપાપકમાં' આ વિશેષણમાં પાપકર્મ તરીકે જ્ઞાનાવરણીયાદિ ઘાતિ કર્મો બતાવ્યાં છે; અશાતાવેદનીય, અપયશનામકર્મ, અનાદેયનામકર્મ, દુર્ભાગ્યનામકર્મ વગેરે અઘાતીકર્મોને પાપકર્મ તરીકે નથી જણાવ્યાં. કારણ કે જે આત્માના ગુણોનો ઘાત કરે તેને પાપ કહેવાય. અશાતા વગેરે પાપકર્મો હોવા છતાં તે આત્માના મૂળ ગુણોનો ઘાત નથી કરતાં. તેથી અશાતા ગમે તેટલી આવે તો ભોગવી લેવી છે, તેને કાઢવા પ્રયત્ન કરવો નથી. જે કાંઈ પ્રયત્ન કરવો છે તે જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોને કાઢવા માટે જ કરવો છે. અનંતજ્ઞાનનો ધણી એવો આત્મા હોવા છતાં કર્મ બતાવે એટલું જ જાણવા મળે એ પ્રભાવ જ્ઞાનાવરણીયકર્મનો છે, તેથી એ કર્મ તોડવું છે; તેના માટે ભણવું છે. ચઢે કે ન ચઢે, ભણ્યા વિના નથી રહેવું. ભણવા છતાં ન આવડે એ બને પણ કર્મ તો તૂટે જ. અશાતાને કાઢવાનું મન થાય તો પણ તેનો ઉપાય એક જ છે કે આવેલી અશાતાને ભોગવી લેવી, તેને હડસેલો ન મારવો. દુ:ખ ભોગવતી વખતે પણ ન છૂટકે દીનતાથી ભોગવીશું તો નવું દુ:ખ ઊભું થવાનું જ. તેના બદલે સંસાર કાઢવાની ભાવનાથી દુ:ખ ભોગવીએ તો અશાતાની સાથે બાકીનાં જ્ઞાનાવરણીયાદિ કર્મો પણ નાશ પામે છે. આથી જ અશાતા ભોગવતી વખતે માત્ર કર્મનિર્જરાનો ઉદ્દેશ રાખવો છે. ઘાતિકર્મના ક્ષયનો ઉદ્દેશ ન હોય તેનું અનુષ્ઠાન સંમૂર્ણિમ છે - એમ માનવું પડે. આવું અનુષ્ઠાન અનનુષ્ઠાનમાં જવાનું. સંસારના સુખ માટે ધર્મ કરવો એ વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાન કહેવાય : આ તો ગળથૂથીમાંથી આચાર્યભગવંતે શીખવ્યું છે. જ્યારે સર્વવિરતિ ઘાતિકર્મના ય માટે જ છે - એ ઘૂંટવાનું બાકી છે ને ? ૧૩૦) = સ૦ સાહેબે ત્રિપદી પણ ઘૂંટાવી છે. સાહેબે ત્રિપદી ઘૂંટાવી ખરી, પણ તમે એ ત્રિપદી તમને ફાવે એ રીતે ઘૂંટી. આચાર્યભગવંતના આશયને અનુરૂપ ન ઘૂંટી. આચાર્યભગવંત તો સંસાર છોડીને મોક્ષ મેળવવા માટે દીક્ષા લઈને બેઠા હતા. આથી તમને સમજાવવા માટે કહ્યું હતું કે ‘છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ અને મેળવવા જેવો મોક્ષ.” પરંતુ તમે પણ તેઓશ્રીના વચનનો અનુવાદ કરીને ઊભા થઈ ગયા. તમારે તો આચાર્યભગવંતના વચનનો મર્મ સમજીને એમ બોલવાનું હતું કે – ‘સંસાર છોડવો છે, સંયમ લેવું છે ને મોક્ષ મેળવવો છે.' આચાર્યભગવંતે તમને યોગ્ય સમજીને ત્રિપદી આપી, પરંતુ તમે એના મર્મને સમજ્યા નહિ. આથી આટલી સ્પષ્ટતા કરવી પડે છે. બાકી એમાં સુધારો-વધારો કરવા જેવું કશું નથી. કોઈ તમને કહે કે ‘અમુક વસ્તુ ખાવા જેવી છે કે પીવા જેવી છે' તો તમે એનો અનુવાદ કરો કે ‘ખાવું છે, પીવું છે' એમ કહો ? રોગ થયા પછી ‘દવા કરવા જેવી છે' કહો કે ‘દવા કરવી છે' - એમ કહો ? ત્યાં જેવો પરિણામ છે - એવો અહીં નથી જાગ્યો માટે આટલું ઘૂંટાવવું છે કે મોક્ષ મેળવવા માટે સંસાર છોડીને સાધુ થયું છે. ઉદ્દેશ્ય વિના કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. જ્યાં સુધી અસંગાનુષ્ઠાન ન આવે ત્યાં સુધી આટલો ઉદ્ય કેળવી લેવો છે. સાધુપણું કેવળજ્ઞાન માટે લેવાનું છે. કેવળજ્ઞાન માટે ઘાતિકર્મનો ય કરવો પડશે. અને ઘાતિના ક્ષય માટે સાધુપણામાં પરિષહુઉપસર્ગો વેઠવા જ પડશે. આથી અશાતાને ભોગવી લેવાનો આશય કેળવવો છે. એક વાર ઘાતિક મેં ગયાં, પછી અઘાતિની તાકાત નથી કે સંસારમાં રાખે. એક વાર સમ્યગ્દર્શન પામ્યા પછી અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે કાળ સંસારમાં રહેવું પડતું નથી, તેમ કેવળજ્ઞાન પામ્યા પછી દેશોનપૂર્વકોટિથી વધુ કાળ સંસારમાં રહેવું પડતું નથી. તેથી સાધુપણાનાં દરેક અનુષ્ઠાનમાં ઘાતિકર્મના ક્ષયનો આશય કેળવી લેવો છે. એના વિનાનું સાધુપણું કામ નહિ લાગે. સ0 આરાય વગરનો ધર્મ નકામો છે તો પુણ્યાનુબંધી પુણ્યનો આશય રખાય ? આશય હંમેશા સાધ્યનો રાખવાનો હોય છે. પ્રવૃત્તિ સાધનમાં કરવાની બને, પરંતુ લક્ષ્ય તો સાધ્ય પામવાનું જ હોવું જોઈએ. તેમ અહીં પણ કોઈ પણ ધર્મ ઘાતિકર્મની નિર્જરાના હેતુથી જ કરવાનો છે. માર્ગાનુસારિપણાનો ધર્મ મિથ્યાત્વ (૧૩૧)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy