________________
‘ભીખ માંગનારઆવો થાય છે. પરંતુ ભિખારી અને ભિક્ષમાં ફરક છે. જાતે રાંધવું નહિ પરંતુ માંગીને લેવું - એટલા જ અંશમાં બેમાં સામ્ય છે, બાકી ભિખારી આરંભનો પરિત્યાગ કરનારો નથી અને તેની કાયા અધર્મમાં જ વપરાતી હોવાથી તે અધર્મકાયના પાલન માટે માંગે છે - તેથી સાધુનું ભિક્ષપણે ભિખારી કરતાં જુદું છે. સાધુ ભગવંત એક ટંકનું ભોજન લીધા પછી બીજા ટંકનું ભેગું કરીને રાખી ન મૂકે. જે પેટમાં પડ્યું હોય તે જ તેમનું ભોજન હોય, એ સિવાયનું બીજું પાસે ન હોય. શાસ્ત્રમાં સાધુને કુક્ષિસંબલ કહ્યા છે. તેમની કુક્ષિમાં જે પડ્યું હોય તે જ તેમનું સંબલ (ભાથું) કહેવાય. પોતાની જીવનજરૂરિયાત માટે એક પણ વસ્તુનું ઉત્પાદન કરે નહિ, ખરીદીને લે નહિ, કાપીને લે નહિ : ભ્રમરાની જેમ અનિયતપણે ગૃહસ્થના ઘરમાંથી થોડું થોડું યાચીને જે મળે તેનાથી જ નિર્વાહ કરે તેનું નામ ભિક્ષ. સાધુભગવંતને ઓછું આવ્યું હોય તો ચલાવી લે અને વધુ આવ્યું હોય તો ખપાવી દે, પરઠવે નહિ. વર્તમાનમાં સામુદાયિક ગોચરીવ્યવહાર ચાલે છે. પરંતુ તેમાં પણ આ નિયમનું પાલન થાય છે. અમારા આચાર્યભગવંત કહેતા હતા કે માંડલીનો વધારાનો આહાર ખપાવવામાં-વાપરવામાં આવે તો તે નડે નહિ અને ઇચ્છા મુજબનું ભોજન માક્સરનું હોય તો ય નડ્યા વિના ન રહે. ધર્મ પુરુષપ્રધાન હોવાથી અહીં ભિક્ષુનાં વિશેષણો આગળ જણાવ્યાં છે, પરંતુ તે સાધ્વી માટે પણ સમજી લેવાં - તે જણાવવા માટે fમવર_off પદ આપ્યું છે.
આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી અને પૃથ્વીકાયાદિમાં પણ આપણા જેવું જ જીવત્વ છે - એવું માન્યા પછી વિરાધનાથી બચવાનો પરિણામ જાગ્યા વિના ન રહે તેથી આ યતનાનો અધિકાર શરૂ કર્યો છે. દુ:ખ કોઈને જોઈતું નથી અને દુ:ખ કોઈને આપ્યા વિના રહી શકાતું નથી માટે જ આ સંસારમાંથી નીકળી જવું છે. અવિરત સમકિતીને સંસારમાં રહેવું પડે તો ય તે શક્તિ ન હોય ત્યાં સુધી જ રહે. જીવના બધા ભેદ સમજે, દરેકનું અસ્તિત્વ ક્યાં, કેવા પ્રકારનું છે એ જાણે તે કેટલો સાવધ અને કેટલો વિચારશીલ બને ? અગ્નિ ક્યાં કેટલો વ્યાપેલો છે – એનો ખ્યાલ જેને હોય તે માણસ કેવી રીતે રહેતો હોય ? બળતા ઘરમાંથી જ્યાં સુધી નીકળાય નહિ ત્યાં સુધી પણ ઝાળ ન લાગી જાય તે માટે સાવચેત હોય ને ? વિરાધના અનંતદુ:ખને જન્માવનારી બને છે આથી તે વિરાધનાથી બચવા પ્રયત્નશીલ રહેવું છે. આ યતના કેવા પ્રકારનો સાધુ કરી શકે તે જણાવવા માટે સાધુ-ભિક્ષુનાં ત્રણ
૨૮) -
વિશેષણ જણાવ્યાં છે. તેમાં પહેલું વિશેષણ છે “સંયત'. સંયત એટલે સત્તર પ્રકારના સંયમથી યુક્ત. સંયમના આમ તો અનેક પ્રકાર છે છતાં એક જ ભેદ યાદ રાખવો કે ભગવાનની આજ્ઞા પાળવી તેનું જ નામ સંયમ. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ભગવાનની આજ્ઞા પાળવી તેનું નામ સંયમ. શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ એવાં દ્રવ્યાદિ સેવવાં તેનું નામ અસંયમ. ભગવાન જે દ્રવ્ય લેવાની ના પાડે, જે ક્ષેત્રમાં રહેવાની ના પાડે, જે કાળમાં કરવાની ના પાડે અને જે ભાવમાં રમવાની ના પાડે તેને જે સેવે તેનું નામ અસંયત. માત્ર ‘જીવની વિરાધના કરે તે અસંમત' એવું નથી. ભગવાનની આજ્ઞાની વિરાધના કરે તે અસંયત અને આજ્ઞાની વિરાધના ન કરે તે સંયત, આ રીતે સાધુભગવંત વર્તમાનકાળના પાપથી વિરામ પામેલા હોવાથી સંયત કહેવાય છે અને ભૂતકાળનાં પાપનો ક્ષય કરવા માટે વિવિધ - બાર પ્રકારના તપમાં રત હોવાથી વિરત કહેવાય છે. તેમ જ ભવિષ્યમાં પાપ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાથી તેઓ પ્રતિહાપ્રત્યાખ્યાતાપકમાં કહેવાય છે. અહીં જણાવ્યું છે કે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મની સ્થિતિનો હ્રાસ થવાથી ગ્રંથિદેશે આવી ગ્રંથિને ઓળખી ગ્રંથિનો ભેદ કરવા દ્વારા એ કર્મની સ્થિતિને હણી નાંખી હોવાથી તે કર્મ પ્રતિહત ગણાય છે અને હવે મિથ્યાત્વની ગ્રંથિસ્વરૂપ હેતુના અભાવે ફરી તે કર્મસ્થિતિ વૃદ્ધિ પામવાની ન હોવાથી તે કર્મ પ્રત્યાખ્યાત ગણાય છે. આ રીતે જેણે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને પ્રતિહત અને પ્રત્યાખ્યાત કર્યો છે, તેને પ્રતિતપ્રત્યાખ્યાતપાપકમાં કહેવાય છે. જે દીક્ષા લે તેનાં જ્ઞાનાવરણીયાદિ પાપકર્મો લઘુ થવા માંડે, હણાવા માંડે છે - એમ સાંભળી આનંદ થાય ને ?
સવ માપતુષમુનિને બાર વરસ સુધી જ્ઞાનાવરણીયકર્મનો ઉદય હતો ને ?
પરંતુ બાર વરસના અંતે જ્ઞાનાવરણીય કર્મ ખપી ગયું - એ યાદ ન રહ્યું. જે ભણે તેને જ્ઞાનાવરણીયનો ઉદય નડતરરૂપ લાગે. જે ભણે જ નહિ તેને જ્ઞાનાવરણીયનો ઉદય હોય તોય નડે ક્યાંથી ? તેમની સ્થિતિ તો બાર વરસની હતી, આપણી તો ભવોભવની સ્થિતિ છે ને ? કર્મસ્થિતિ લઘુ તેને કહેવાય કે જે અંતની નજીક હોય. જેનો અંત દૂર હોય તેને કર્મસ્થિતિની લઘુતા ન કહેવાય. તેમનું કર્મ તો એ જ ભવમાં ખપી ગયું. તમને એવી ખાતરી છે કે આ ભવમાં જ મારું કર્મ ખપે એવું છે ? ચારિત્રમોહનીયકર્મ કે મિથ્યાત્વમોહનીયકર્મ આ
(૧૨૯)