SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ન કરીએ તો ફરી પાછો દીર્ધ સ્થિતિબંધ થવાનો છે. તેથી સાધુભગવંત કાયમ માટે કર્મબંધના હેતુઓનું વર્જન કરવા પ્રયત્નશીલ હોય છે. આવા સાધુ દિવસે કે રાત્રે સૂતા કે જાગતા, એકલા કે સમુદાયમાં પૃથ્વીકાયાદિને હણે, હણાવે કે અનુમોદે નહિ. રાત્રે ઉપયોગપૂર્વક વર્તવાનું અને દિવસે ફાવે તેમ વર્તવાનું - એવું નથી. એ જ રીતે દિવસે મચ્છર વગેરે મરી ન જાય તેની કાળજી રાખે, પણ રાત્રે ઊંઘમાં જીવ મરે તો ચાલે - એવું ય નથી. કોઈ જુએ ત્યારે જયણા પાળે અને જોનાર ન હોય તો જેમ ફાવે તેમ કરે - એવું ય નહિ. ગુર્નાદિક જુએ કે ન જુએ જ્યણા એકસરખી પાળવાની છે. પૃથ્વીકાયના આટલા ભેદ એટલા માટે જણાવ્યા છે કે કોઈ પણ પ્રકારના પૃથ્વીકાયની અજાણપણે પણ વિરાધના થઈ ન જાય. પૃથ્વીની ભેખડો વગેરે સચિત્ત હોય, ત્યાંથી ટૂંકો માર્ગ-નજીકનો માર્ગ જતો હોય, તોપણ સાધુ ત્યાંથી વિહાર કરીને ન જાય. કારણ કે એના કારણે ગામમાં વહેલાં પહોંચાય તોપણ મોક્ષમાં મોડા પહોંચાશે - એટલું યાદ રાખવું. આપણે જાતે જવું નહિ, બીજાને એ માર્ગે જવા કહેવું નહિ અને કોઈ એ માર્ગેથી વહેલા પહોંચી જાય તો ‘આપણે રહી ગયા ને એ પહોંચી ગયા' એવો અનુમોદનાનો ભાવ વ્યક્ત કરવો નહિ. ગામના ઉપાશ્રયાદિની સાફસૂફી શ્રાવકો પોતાની જાતે કરે તોય તેમની અનુમોદના ન કરવી. આવા વખતે શ્રાવકને વિવેકી કહેવો એ સાધુનો અવિવેક છે : એટલું યાદ રાખવું. નાનાં સાધુસાધ્વી મૌન રહે, બિનજરૂરી બોલવાનું ટાળે તો અનુમોદનાના ઘણા પાપથી બચી શકે. वा आयावंतं वा पयावंतं वा न समणुजाणेजा जावजीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए काएणं न करेमि न कारवेमि करतंपि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ।। (सूत्र-११) ઉપર જણાવ્યા પ્રમાણે સંયત, વિરત તેમ જ જેમણે જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોને પ્રતિહત તથા પ્રત્યાખ્યાત કર્યા છે એવાં સાધુ કે સાધ્વી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, જમીનમાંથી નીકળનારાં ઝરણાં કૂવા વગેરેના પાણીને, ઠારના કારણે પડનાર ઝાકળને, બરફને, ધુમ્મસને, કરાને, ભૂમિ ભેદીને લીલી વનસ્પતિ ઉપર બાઝેલા પાણીના બિંદુઓને, વરસાદના શુદ્ધ પાણીને તેમ જ આમાંના કોઈ પણ પાણીથી ભીની-નીતરતી કાયાને અથવા એ રીતે ભીનાનીતરતા વસ્ત્રને, નહિ નીતરતા છતાં ભીના એવા શરીરને કે વસ્ત્રને અલ્પ અથવા એક વાર સ્પર્શ ન કરે, જોરથી કે વારંવાર સ્પર્શ ન કરે; અલ્પ કે એકવાર પીડ નહિ, જોરથી કે વારંવાર પીડે નહિ; અલ્પ કે એક વાર સ્ફોટન ન કરે, ઝાટકે નહિ, જોરથી કે વારંવાર ઝાટકે નહિ; અલ્પ કે એક વાર તપાવે નહિ, ઘણું કે ઘણી વાર તપાવે નહિ... આવા પ્રકારની અપ્લાયની વિરાધના જાતે તો કરે જ નહિ, બીજા પાસે પણ આ આઠે પ્રકારની વિરાધના કરાવે નહિ અને જેઓ આવી વિરાધના કરતા હોય તેમને અનુમોદે નહિ. તેથી હું પણ જ્યાં સુધી જીવું ત્યાં સુધી ત્રિવિધેત્રિવિધે એટલે કે મનથી વચનથી કે કાયાથી આવા પ્રકારની વિરાધના કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ નહિ. ભૂતકાળમાં આવું જે કાંઈ પાપ કર્યું છે તેનાથી હે ભગવંત ! હું પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ નહીં કરું છું અને તે પાપથી યુક્ત એવા આત્માને વોસિરાવું છું. અહીં એ યાદ રાખવું કે કેટલાક લોકો શુદ્ધોદકને જ શુદ્ધ પાણી કહે છે અને બીજા પાણીને અશુદ્ધ તરીકે ગણાવી તે પાણી જિનપૂજામાં ન કલ્પે - એવું જણાવે છે : તે વ્યાજબી નથી. અહીં ‘શુદ્ધ પદ વ્યાવર્તક નથી, અર્થાત્ બીજા જળને અશુદ્ધ જણાવવા માટે નથી, નામમાત્રને જણાવનારું એ પદ . જે અન્ય ભેદમાં સમાતું નથી, જેના પેટાભેદ નથી તે વરસાદનું પાણી કોઇ પેટાલેદવાળું નથી, કેવળ પાણી છે માટે તેને શુદ્ધોદક કહ્યું. બાકી કૂવા, સમુદ્ર, સરોવર, ઝરણા વગેરેના નિર્મળ પાણી પણ પૂજા માટે ખપે છે. આ વાત તો પ્રાસંગિક થઈ. બાકી (૧૩૫) પૃથ્વીકાય પછી અખાયની જયણા જણાવી છે. से भिक्खू वा भिक्खुणी वा संजयविस्यपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से उदगं वा ओसं वा हिमं वा महियं वा करगं वा हरतणुगं वा सुद्धोदगं वा उदउल्लं वा कायं उदउलं वा वत्थं ससिणिद्धं वा कार्य ससिणिद्धं वा वत्थं न आमुसिजा न संफुसिज्जा न आवीलिजा न पवीलिजा न अक्खोडिजा न पक्खोडिज्जा न आयाविजा न पयाविजा अन्नं न आमुसाविजा न संफुसाविजा न आवीलाविज्जा न पवीलाविजा न अक्खोडाविजा न पक्खोडाविज्जा न आयाविजा न पयाविजा अन्नं आमुसंतं वा संफुसंतं वा आवीलतं वा पवीतं वा अक्खोडतं वा पक्खोडतं s૩૪) =
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy