SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ન પડે ? અને કદાચ પરઠવવાનો વખત આવે તો પણ નિરવદ્ય જગ્યાએ પાઠવવાનું વિધાન છે. તમારે કરવું કશું નથી અને માત્ર પૂછપૂછ કરવું છે - એનો કોઈ અર્થ નથી. આપણી વાત તો એ છે કે ગૃહસ્થપણામાં નહાવા ધોવા વગેરેમાં અપ્લાયની વિરાધના ઘણી છે. સવ પૂજા માટે નહાય તો પાપ લાગે ? કેમ ઓછો થાય - એવો વિચાર કરવો જોઈએ. આજે સાધુપણામાં પણ અપ્લાયની વિરાધના વધવા માંડી છે. પાણીનો વપરાશ વધ્યો તેથી દોષિત પાણીનો શોચસંકોચ ચાલવા માંડ્યો. પહેલાનાં સાધુસાધ્વી અંતકાંત ભિક્ષા વાપરતાં હતાં, અંતકાંતને પચાવવામાં શ્રમ ન લાગે તેથી પરસેવો ઓછો થાય. જ્યારે રસકસવાળો આહાર વાપરે તો પીવા માટે પણ પાણી વધારે જોઈએ અને તેને પચાવવા શ્રમ પડે એટલે પરસેવો પણ વધારે થાય, તેથી કાપ કાઢવા માટે પાણી વધારે જોઈએ. આટલું પાણી ઘરઘરનું ક્યાંથી મળે ? એટલે અમારે માટે આયંબિલખાતામાં પાણી કરે, પાણીખાતું ચલાવે. અમે પણ આયંબિલખાતું છે - એમ જાણી રાજી થઈએ, તો વિરાધનાનો સંકોચ રહ્યો નથી એમ માનવું પડે ને ? માત્ર કાચા પાણીમાં પગ ન મૂકવો એટલી જયણા રહી છે - એમ કહીએ તો ચાલે. એમાં ય વળી વરસાદના પાણીમાં જયણા ! વરસાદમાં પણ નીચેનો વરસાદ (વરસાદનું પાણી) ગણતરીમાં ન આવે. ઉપરનો જ ટાળવાનો ! અમે વરસાદના પાણીમાં ચાલીએ તો ચાલે, અમારા ઉપર વરસાદનું ટીપું પણ પડવું ન જોઈએ - આટલી અમારી જ્યણા !! આમાં સાધુપણું ક્યાં રહ્યું ? સાધુ તો પ્રમાર્જનાશીલ હોય, યતનાશીલ હોય. યતનાશીલ બનવા માટે પ્રવૃત્તિ ઉપર કાપ મૂકવો પડે. આજે ભણતર વધ્યું, પ્રભાવકતા વધી એટલે જયણા ઉપર કાપ મુકાવા માંડ્યો. સાધુજીવન નિવૃત્તિપ્રધાન છે, તેમાં પ્રવૃત્તિ વધવા માંડે એટલે ગુણોનો હ્રાસ થવાનો. વિરાધના સામે ધ્યાન જાય તો જ ગુણોને બચાવી શકાય. અપ્લાયના એક ટીપામાં અસંખ્યાત જીવો હોય છે. પાણીનું એક ટીપું કોઈ કામમાં આવે ? કેટલાય બિંદુઓ ભેગા થાય ત્યારે તે પાણી નહાવાધોવા વગેરેમાં કામ લાગે. આ રીતે ગૃહસ્થપણાના નહાવા વગેરે કામમાં કેટલા જીવોની વિરાધના થાય છે - એનો વિચાર આવે તો સાધુ થવાનું મન થયા વગર ન રહે. જે પાણીને સચિત્ત માને તેને ગૃહસ્થપણામાં કેટલું પાપ છે - તે બતાવવાની જરૂર ન રહે. તમને એ જ યાદ આવ્યું ? ખાવા, પીવા, નહાવાધોવામાં પાપ લાગે છે – એ તરફ નજર નથી જતી ને ? શાસ્ત્રમાં કહ્યું છે કે જેઓ કુદરતી રીતે અપ્લાયની વિરાધનાના ભયવાળા છે અને પોતાના આરંભસમારંભાદિ માટે પણ પાણીનો વપરાશ નથી કરતાં, ન છૂટકે મર્યાદિત ઉપયોગ કરે તેઓ પૂજા ન કરે તો ચાલે. પરંતુ જેઓ ખાનપાન-મોજમજાહમાં મજેથી પાણી રેડ્યા કરે તેઓ પૂજા માટેના સ્નાનમાં અપ્લાયની વિરાધનાની વાત કરે - એ બરાબર નથી. જેઓ પોતે નહાવા વગેરેની ક્રિયા કરે છે, પોતાના માટે પાણીનો વપરાશ કરે તેવાઓએ પૂજા અવશ્ય કરવી જોઈએ. બાકી અપ્લાયની વિરાધનાથી બચવા માટે તો સાધુ થવાની જરૂર છે. ગૃહસ્થપણું ખરાબ છે કારણ કે તેમાં એપ્લાયની વિરાધના સૌથી વધારે છે. સ0 અમે એવા ટેવાઈ ગયા છીએ કે પાણી વગર ચાલે એવું નથી. પાણી વગર ચાલે એવું નથી – એ બરાબર, પણ એના માટે પાપ કરવું પડે છે - એનું દુ:ખ તો થાય ને ? પાપ છોડી ન શકાય પણ પાપ ભૂંડું તો લાગે ને ? જેને પાપ ભૂંડું ન લાગે તે અવિરતિને છોડી જ નહિ શકે, અવિરતિના યોગે પાપ છૂટે નહિ પણ સમ્યગ્દર્શનના યોગે પાપ છોડ્યા વિના ચાલે એવું નથી - એમ તો થાય ને ? સવ સમ્યગ્દર્શન મંદ લાગે છે. મંદ ભલે રહ્યું તેને તેજસ્વી-દેદીપ્યમાન બનાવવું છે ? સમ્યકત્વ ઊજળું કરવું હોય તો આ સાધુપણા ઉપર નજર માંડવાની જરૂર છે. “મોક્ષની ઇચ્છા છે કે નહિ ?', “મોક્ષમાં જવું છે ?' ‘સંસારમાંથી ભાગી છૂટવું છે ?’ ‘સાધુ (૭૧) સ૦ ઉકાળેલું પાણી વધે તો તેને ક્યાં પરઠવવું ? ઉકાળેલું પાણી પણ છૂટથી નથી વાપરવાનું - એટલું યાદ રાખવું. આમ છતાં વધ્યું હોય તો તેનો ઉપયોગ કરતાં આવડવો જોઈએ, જેથી પરઠવવાનો વખત ન આવે. સંસારમાં અનેક વસ્તુને ઠેકાણે પાડતાં આવડે તેને આમાં સૂઝ (૭૦) =
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy