________________
દરેકના આત્મા પૃથ એટલે જુદા જુદા છે. કેટલાક લોકો આત્માદ્વૈતવાદી હોવાના કારણે અનેક શરીરમાં રહેલા આત્માને પણ એક જ માને છે. તેઓ પોતાની વાતના સમર્થનમાં એમ જણાવે છે કે - જેમ આકાશમાં ચંદ્ર એક જ હોવા છતાં જુદા જુદા સરોવર વગેરેમાં તેના અનેક પ્રતિબિંબ પડતાં હોવાથી અનેક જણાય છે તેમ આત્મા એક જ હોવા છતાં જુદા જુદા શરીરમાં જુદો જુદો દેખાય છે, આવાઓની માન્યતાના ખંડન માટે ‘પઢોસત્તા' પદ મૂકીને જણાવ્યું છે કે પૃથમ્ શરીરમાં રહેનારા આત્માઓ પણ પૃથક છે. નિગોદના એક જ શરીરમાં રહેનારા અનંતા જીવો પણ જો જુદા જુદા હોય તો અનેક શરીરમાં રહેનારા જીવો જુદા જુદા જ - હોય એ સમજી શકાય એવું છે. હવે શિષ્ય શંકા કરે છે કે – જે પૃથ્વી આ રીતે સચિત્ત હોય તો તેના ઉપર ચાલવાથી કે માનું વગેરે પરઠવવાથી પૃથ્વીકાયની વિરાધના નિયમે કરી થવાની. તો પછી સાધુધર્મનું પાલન અશક્ય બની જશે ? બધી પૃથ્વી સચિત્ત હોય તો સાધુ રહે ક્યાં ? સાધુ ભગવંત પૃથ્વીકાયાદિની વિરાધના ન કરે ને ? શ્રાવક કરે ને ? શ્રાવક હિંસા કરે કે તેને કરવી પડે ? ગૃહસ્થપણામાં હિંસા થઈ શકે છે - એવું નથી, ગૃહસ્થપણામાં હિંસા કરવી પડે છે. જેમાં હિંસા કરી શકાય તે ગૃહસ્થપણું નથી, જેમાં હિંસા કરવી પડે તેનું નામ ગૃહસ્થપણું. આ રીતે પૃથ્વીની વિરાધનાની સંભાવનાને લઈને સાધુપણાનું પાલન અસંભવિત થશે - એવી શિષ્યની શંકાના નિરાકરણમાં જણાવે છે કે – બધી જ પૃથ્વી સચિત્ત નથી, જે શસ્ત્રથી પરિણત ન હોય અર્થા જેના પર શસ્ત્ર લાગેલું ન હોય તે પૃથ્વી સચિત્ત છે બાકી જેના ઉપર શસ્ત્ર લાગેલું હોય તે પૃથ્વી અચિત્ત પણ હોય છે. એવી અચિત્તપૃથ્વી ઉપર રહેવા, ચાલવા, પરઠવવા વગેરેની ક્રિયા કરવાથી સાધુભગવંતને કોઈ દોષ નહિ લાગે. તેથી સાધુધર્મ સંભવિત છે - તે જણાવવા માટે ‘અન્નત્ય સત્થપરિણએણ’ આ વિશેષણ આપ્યું છે. હવે અહીં શસ્ત્રની વાત આવી તેથી પૃથ્વીનું શસ્ત્ર કયું છે તે જણાવવા શસ્ત્રના બે પ્રકાર જણાવે છે. જેનાથી હિંસા થાય તેને શસ્ત્ર કહેવાય છે. હિંસા દ્રવ્ય અને ભાવ : એમ બે પ્રકારની હોવાથી શસ્ત્ર પણ દ્રવ્યશસ્ત્ર અને ભાવશa : એમ બે પ્રકારે છે. તેમાંથી દુપ્રયુક્ત એટલે કે ખરાબ રીતે પ્રવર્તાવાયેલા, અજયણાપૂર્વક પ્રવર્તાવાયેલા મન, વચન, કાયાના યોગો તથા અવિરતિ : એ ભાવશસ્ત્ર છે. મનનો દુપ્રયોગ દ્રોહ, અભિમાન, ઇર્ષ્યા વગેરે સ્વરૂપ છે. વચનનો
(૬૮) -
દુપ્રયોગ બીજાને દુ:ખ આપનારાં કઠોર વચન બોલવા સ્વરૂપ છે. અને કાયાનો દુશ્મયોગ દોડવા વગેરે સ્વરૂપ છે. અવિરતિ તો સર્વસામાન્યપણે પાપથી વિરામ ન પામવા સ્વરૂપ છે. પાપથી અટકવાની પ્રતિજ્ઞા ન લીધી હોય તે અવિરતિ છે. ‘હું પાપ કરીશ નહિ” એવી પ્રતિજ્ઞા લીધી હોય તેને અવિરતિનું પાપ ન લાગે. પણ જો પાપ ન કરવાનો નિયમ લીધો ન હોય તો, પાપ કરો કે ન કરો તોય અવિરતિનું પાપ લાગશે જ. આપણે અલ્પ પાપ કરવાની વાત નથી કરવી, પાપરહિત બનવાની વાત કરવી છે. સુખ ભોગવવાનું મન જ્યાં સુધી પડ્યું હશે
ત્યાં સુધી અવિરતિનું પાપ ચોંટવાનું જ. આ અવિરતિ વગેરેના કારણ સ્વ અને પર બન્નેની હિંસા થતી હોવાથી કર્મબંધ થાય છે તેથી તેને ભાવશસ્ત્ર કહ્યું છે. દ્રવ્યશસ્ત્ર ત્રણ પ્રકારે છે : સ્વકાયશસ્ત્ર, પરકાયશાસ્ત્ર અને ઉભયકાયશસ્ત્ર. તેમાંથી પૃથ્વીને આશ્રયીને વિચારીએ તો કાળી માટી અને પીળી માટી ભેગી થવાના કારણે બંન્ને અચિત્ત થાય છે. અહીં માટીસ્વરૂપ પૃથ્વી જ માટીસ્વરૂપ પૃથ્વીનું શસ્ત્ર બનતી હોવાના કારણે માટીને સ્વકાયશસ્ત્ર કહેવાય. સચિત્તમાટી અને અચિત્તમાટી ભેગી થાય તો અચિત્તમાટી એ સચિત્તમાટીનું શસ્ત્ર બને છે, તેને પણ સ્વકાયશસ્ત્ર કહેવાય. આથી જ સાધુભગવંતને વિહારભૂમિમાંથી ગામમાં પેસતાં કે નીકળતાં પગ મૂંજવાનું વિધાન છે, કે જેથી વિહારમાં પગમાં લાગેલી સચિત્તમાટી અને ગામની અચિત્તમાટી ભેગી ન થાય. સચિત્ત પૃથ્વીમાં અંગારો કે પાણી પડે તેના કારણે તે પૃથ્વી અચિત્ત બને ત્યારે તે અગ્નિ વગેરે પરકાયશસ્ત્ર કહેવાય. અને સચિત્તમાટીમાં ધૂળવાળું પાણી કે કાદવ વગેરે પડે તે ઉભયકાયશસ્ત્ર કહેવાય. પૃથ્વીને પૃથ્વીનું શાસ્ત્ર લાગે તે સ્વકાયશસ્ત્ર, પૃથ્વીને અગ્નિ વગેરેનું શસ્ત્ર લાગે તે પરકાયશસ્ત્ર અને પૃથ્વીને પૃથ્વી તથા પાણી બેના મિશ્રણ સ્વરૂપ શસ્ત્ર લાગે તેને ઉભયકાયશસ્ત્ર કહેવાય. આવા પ્રકારનું કોઈ પણ શસ્ત્ર જેના પર લાગ્યું ન હોય તેવી પૃથ્વી સચિત્ત કહેવાય છે.
પૃથ્વીકાય પછી અષ્કાય વગેરેના વિષયમાં પણ આ જ રીતે સચિત્ત, અનેકવા, પઢોસત્તા અને શસ્ત્રથી અપરિણત : આ બધાં વિશેષણોનો અર્થ સમજી લેવો. પાણી ઉપર પણ અકાય, પરકાય કે ઉભયકાય શસ્ત્ર લાગેલું ન હોય તો પૃથક્ આત્મા જેમના છે એવા અનેક જીવોવાળું પાણી સચિત્ત કહેલું છે. પૃથ્વીકાય કરતાં અપ્લાયની જરૂર વધારે પડે ને ? પાણીમાં જીવ માન્યા પછી પાણીનો વપરાશ