SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કે ચિત્તમાત્ર પૃથ્વી છે. ‘માત્ર’ શબ્દ સ્તોકવાચી હોવાથી ચિત્તમાત્રનો અર્થ ‘સ્તોકઅલ્પ ચિત્તવાળી” એવો થાય છે. આશય એ છે કે સૂક્ષ્મ કે બાદર પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયનું ચૈતન્ય સૌથી અલ્પ હોય છે. કારણ કે એ અવસ્થામાં પ્રબળ મોહનીયકર્મનો ઉદય હોય છે. અહીં જ્ઞાનાવરણીયના ઉદયને કારણ તરીકે ન જણાવતાં પ્રબળ મોહનીયના ઉદયને કારણ તરીકે જણાવ્યો છે. કારણ કે સારામાં સારા જ્ઞાનના ક્ષયોપશમને પણ બુટ્ટો બનાવનાર આ મોહનીયકર્મ છે. એકેન્દ્રિયોને જ્ઞાન તો હોય છે, પરંતુ અત્યંત અલ્પ હોય છે. તેમાં પાછો ગાઢ મિથ્યાત્વનો ઉદય થાય એટલે તે જ્ઞાન અવ્યક્ત હોય છે. સારામાં સારો ભણેલો-ગણેલો માણસ પણ દારૂ પીએ તો ભાન અને શાન ગુમાવી બેસે છે તો અલ્પજ્ઞાનીની શી દશા થાય ? એ જ રીતે અહીં મિથ્યાત્વ-મોહનીય અને ચારિત્રમોહનીયના પ્રબળ ઉદય જીવનું ચૈતન્ય હણાઈ જાય છે. જ્યાં સુધી મિથ્યાત્વ નબળું ન પડે, ચારિત્રમોહનીય મંદ ન થાય ત્યાં સુધી ચૈતન્ય-જ્ઞાન વિકસિત ન થાય. જેમ જેમ મિથ્યાત્વ મોહનીયકર્મ હળવું થવા માંડે, ચારિત્રમોહનીયકર્મ પતલું પડવા માંડે તેમ તેમ જ્ઞાન પ્રગટ થાય. આ રીતે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી જીવનું ચૈતન્ય ક્રમિક વિકાસ પામે છે. મોહનીયકર્મ સમ્યત્વને અને ચારિત્રને જ રોકે છે - એવું નથી, એનો પ્રબળ-ગાઢ ઉદય સમ્યકત્વ અને ચારિત્રના કારણને પણ રોકે છે. જ્ઞાન એ સમ્યત્વ અને વિરતિનું કારણ છે. તે કારણને નકામું બનાવવાનું કામ મોહનીયનો પ્રબળ ઉદય કરે છે. આ કર્મ અકામનિર્જરાથી હળવું થાય છે અને અકામનિર્જરા દુ:ખ ભોગવવાથી થાય છે. ઇચ્છા વિના પણ દુ:ખ ભોગવી લેવાથી કર્મ હળવું થાય છે. સ૦ એકેન્દ્રિયમાંથી ચૈતન્ય વિકાસ પામતાં ક્રમસર પંચેન્દ્રિય સુધી પહોંચે તો જીવનું પતન કેમ થાય ? આ વિકાસ દુ:ખ ભોગવવાના કારણે થયેલી અકામનિર્જરાથી થયો હતો, સુખ છોડવાના કારણે નહિ; માટે પતન થાય છે. દુ:ખ ભોગવ્યા પછી પણ સુખની લાલચે ન છૂટે તો દુ:ખ ભોગવવાના કારણે થયેલી નિર્જરા નકામી થઈ જાય છે. સુખની લાલચ મૂકીને સમજણપૂર્વક આગળ વધેલા પાછા ન પડે. એકામનિર્જરા પણ દુ:ખ ભોગવ્યા વગર ન થતી હોય તો સકામનિર્જરા ક્યાંથી થાય ? સકામનિર્જરામાં તો સુખની લાલચ મૂકવા પૂર્વક દુ:ખ ભોગવવાની તૈયારી જોઈએ. એટલે એક વાત નક્કી છે કે દુ:ખ ભોગવ્યા વગર તો ચાલવાનું જ નથી. નિર્જરા કરવી હશે તો દુ:ખ ભોગવવા તૈયાર થવું જ પડશે અને સકામનિર્જરા કરવી હશે તો સુખ ભોગવવાનો અધ્યવસાય દૂર કરવો પડશે. દુ:ખ ભોગવવાનો અભ્યાસ સારો હોવા છતાં સુખ ભોગવવાનો અધ્યવસાય એ અભ્યાસને નકામો બનાવે છે. અકામનિર્જરાથી કર્મલઘુતા કરી ગ્રંથિદેશે આવેલા પણ સુખના લોભે એવા કામ કરે છે કે જેથી અનંત સંસારમાં પાછા ભટકવા નીકળી પડે છે. જીવનનિર્વાહ માટે ધંધો કરનારા વ્યાજના લોભિયા બને તો ક્યાં કામ ન કરે ? વ્યાજનો લોભ અનંતાનુબંધીનો હોય ને ? આપણે જ્ઞાની નથી માટે કહી નથી શકતા. બાકી આ વ્યાજનો લોભ તો ગજબનું આર્નરૌદ્રધ્યાન કરાવે એવો છે માટે તેને અનંતાનુબંધીનો માનવો પડે. જૈન આવો લોભિયો ન હોય. છાતી પર બેસી ગળું પકડીને ઉઘરાણી વસૂલ કરે - એ જૈન હોય ?! સામાએ લોભના કારણે આપણા પૈસા પડાવ્યા હોય તો આપણે પણ લોભના કારણે ધીર્યા હતા ને ? કે તેના પર ઉપકાર કરવા આપેલા ? પોતાના સુખ ખાતર બીજાને રહેંસે તેનું જૈનત્વ લજવાયા વિના ન રહે. આપણા પુણ્યોદયે આપણને મળેલી સામગ્રીની કિંમત સમજાય તો પુણ્યોદય થયા પછી પાછા પડવાનું ન બને. આપણે એકેન્દ્રિયમાંથી સંજ્ઞીપંચેન્દ્રિય અવસ્થા સુધી પહોંચી ગયા છીએ તેથી પુણ્યશાળી છીએ ને ? પંચેન્દ્રિયપણામાં પણ આપણે એવી અવસ્થામાં છીએ કે જ્યાં આરામ કરવાની તક પણ સારી છે અને ધર્મ કરવાની તક પણ સારી છે : એ બેમાંથી આપણે કઈ તક ઝડપીએ ? રવિવારનો દિવસ હોય તો તે આરામ કરવાનો દિવસ કહેવાય કે ધર્મ કરવાનો ? ધર્મ કરવાનું મન ન થાય અને આરામ કરવાનું મન થાય તેનું પતન થવાનું જ. સુખ ન છોડે ને આરામ કરવા બેસે તેનું મોહનીયકર્મ પાછું પ્રબળ થવાનું. પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિયમાં જવા માટે પ્રબળ મોહનીયનો ઉદય જોઈએ. એ ઉદય ક્યારે થાય ? પ્રબળ મોહનીય બાંધ્યું હોય ત્યારે. પ્રબળ મોહનીય બંધાય ક્યારે ? સારામાં સારી સામગ્રી મળ્યા પછી પણ તેનો કર્મય માટે ઉપયોગ કરવાને બદલે આરામ કરીએ ત્યારે ! પૃથ્વીને સચિત્ત અને અનેકજીવવાળી જણાવ્યા પછી તેનું ‘પુઢોસત્તા' વિરોષણ આપ્યું છે. સત્ત્વ એટલે આત્મા. પૃથ્વીકાયના જે અનેક જીવો છે તે
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy