SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ થયું છે ?'... આ બધા પ્રશ્નો આત્માને રોજ પૂછીને તેનો પ્રામાણિકપણે ઉત્તર મેળવીએ તો સમ્યક્ત્વ ઊજળું બન્યા વિના ન રહે. અપ્કાય પછી તેઉકાયની વાત કરી છે, ત્યાર બાદ વાયુકાયનું સ્વરૂપ જણાવ્યું છે. તેઉકાય પણ શસ્ત્રથી હણાયેલ ન હોય તો સચિત્ત હોય છે. રાંધવા વગેરેમાં અગ્નિકાયની વિરાધના ઘણી થાય છે. જોકે વર્તમાનમાં તો તમારો ઘણો વ્યવહાર અગ્નિકાયની વિરાધના ઉપર નભે છે ને ? લાઇટ, પંખો, ફ્રીજ, ટી.વી. વગેરે વિના ન ચાલે ને ? આ બધી જીવનજરૂરિયાતની ચીજ છે કે સુખશીલતાની ? સાધુભગવંત આમાંથી એકે વસ્તુ વાપરતા નથી છતાં તેમનું જીવન શાંતિથી પસાર થાય છે ને ? તેઉકાય અને વાયુકાયની વિરાધના થતી હોવાથી સાધુભગવંત પંખાની હવા ન લે. એ જ રીતે સાધુભગવંત બારી પાસે પણ ન બેસે. કારણ કે ત્યાં બે ઇન્દ્રિયોના વિષયો નડે. પવન આવતો હોવાથી સ્પર્શનેન્દ્રિયનો વિષય નડે અને સુંદર રૂપ વગેરે જોવા મળતું હોવાથી ચક્ષુરિન્દ્રિયનો વિષય નડે. સાધુભગવંત જો સાધુપણાની મર્યાદાનું પાલન કરે તો તેમને કોઈ પણ જીવની વિરાધનાનો પ્રસંગ ન આવે અને કોઈ જાતની વિષયકષાયની પરિણતિ પણ નડે નહિ. વાયુકાય ઉપર કે વનસ્પતિકાય ઉપર કોઈ પણ જાતનું શસ્ત્ર લાગેલું ન હોય તો તે સચિત્ત હોય છે... આ પ્રમાણે જણાવ્યા બાદ અહીં પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ કરીને બતાવી છે. અતીન્દ્રિય પદાર્થોના સદ્દભાવની પ્રતિપત્તિ માટે અર્થાત્ જે વસ્તુ નજરે દેખાતી ન હોય, કોઈ પણ ઇન્દ્રિયથી જેનું પ્રત્યક્ષ થતું ન હોય તેવા પદાર્થોના અસ્તિત્વના સ્વીકાર માટે આગમપ્રમાણ અને ઉપપત્તિ(યુક્તિ-અનુમાન) પ્રમાણ : એમ બે પ્રમાણ છે. એમાંથી પુથ્વી વિજ્ઞમતમવસ્તાયા... ઇત્યાદિ આગમપ્રમાણ દ્વારા પૃથ્વી વગેરેની જીવ તરીકેની સિદ્ધિ થઈ ગઈ. હવે અનુમાનપ્રમાણથી પૃથ્વીકાયાદિમાં જીવત્વની સિદ્ધિ કરતાં જણાવે છે. વિટ્ઠમ-રત્ન, લવણ-ક્ષાર, ઉપલ-પથ્થર વગેરે ખનીજ પદાર્થો કે જે પૃથ્વીના વિકારો છે તે જે ખાણમાંથી લીધા હોય ત્યાં પાછા તેવા પથ્થર વગેરેની ઉત્પત્તિ થાય છે તેથી તે વિદ્યુમ વગેરે સચિત્ત છે. જેમ દેવદત્તને મસો થાય તો તે ક્યારે થાય ? દેવદત્ત જીવતો હોય ત્યારે ને ? તેમ પૃથ્વીમાં પણ જીવ છે આથી જ ખાણ વગેરેમાં પૃથ્વીના વિકારભૂત ક્ષાર વગેરે વધે છે. (૨) સ૦ જે વધતું ન હોય તેને અચિત્ત કહેવાય ? એવું નથી. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. પણ ધુમાડો ન હોય તો અગ્નિ ન જ હોય એવું નિહ. એની જેમ જે વધે નહિ તે અચિત્ત જ હોય એવો નિયમ નથી. પણ જો વધતું હોય તો તે સચિત્ત હોય એટલું ખરું. જેમ માણસમાં હલનચલનના કારણે જીવત્વ મનાય છે. પણ તે બેભાન અવસ્થામાં હોય ત્યારે તેનામાં હલનચલન ન હોવા છતાં જીવત્વ હોય છે. તેવી રીતે જે વધે નહિ તે સચિત્ત હોઈ શકે છે. તે વખતે તેમાં બીજા હેતુ આપવા દ્વારા જીવત્વ સિદ્ધ થઈ શકે છે. એકાદ ચિહ્નના કારણે અમુક પૃથ્વીમાં જો જીવત્વ સિદ્ધ થાય તો ‘સ્થાલીપુલાક’ ન્યાયે દરેક સચિત્તપૃથ્વીમાં જીવત્વ સિદ્ધ થાય છે. ખીચડી રંધાઈ છે કે નહિ તે જોવા માટે એક દાણો ચાંપીને જોઈએ તો બધા દાણા ચઢી ગયા છે કે નહિ તેની ખબર પડી જાય. એવી રીતે અહીં પણ દરેક સચિત્ત પૃથ્વીકાયમાં જીવત્વની સિદ્ધિ થાય છે. ત્યાર બાદ અપ્યાયમાં જીવત્વની સિદ્ધિ કરતાં જણાવે છે કે – ખોદેલી ભૂમિમાંથી સ્વાભાવિક રીતે પોતાની મેળે જ પાણી ઉત્પન્ન થતું હોવાથી ચિત્ત છે. જેમ દેડકા પોતાની મેળે ઉત્પન્ન થતા હોવાથી ચિત્ત છે તેમ પાણી પણ સ્વાભાવિક ઉત્પન્ન થતું હોવાથી ચિત્ત છે. જોકે બધા પાણી સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતા નથી છતાં બધાનું જલત્વ સમાન હોવાથી અન્ય જલમાં પણ જીવત્વ સિદ્ધ થાય છે. પાણી સચિત્ત છે - એમ જાણ્યા પછી હવે સચિત્ત પાણી વાપરવું નથી : એવો વિચાર આવે ને ? આપણા નિમિત્તે કોઈ પણ જીવને દુ:ખ થાય એવું નથી કરવું. પાણી વિના શરીર ચાલે એવું નથી માટે તેની જરૂર તો પડવાની. પરંતુ આપણા પરિણામ નિધ્વંસ ન બને – તે માટે કાચું (સચિત્ત) પાણી ન વાપરવું, ઉકાળેલું પાણી જ વાપરવું આટલું તો નક્કી કરવું છે ને ? શ્રાવક પીવા માટે ઉકાળેલું પાણી વાપરે અને પીવા સિવાયના વપરાશ માટે પાણી ગરમ કરે નહિ. નહાવા માટે પણ પાણી ગરમ કરાય નહિ. આજે તો કેટલાંક સાધુસાધ્વી એવું કહે છે કે લોકો ગરમ પાણીએ નહાતા થાય તો સાધુસાધ્વીને નિર્દોષ પાણી મળે. જ્યારે શાસ્ત્રમાં કહ્યું છે કે નહાવા માટે પાણી ગરમ ન કરાય. પાણી ગરમ હોય ને નાહી લઈએ - એ જુદી વાત. બાકી ગરમ પાણી કરીને ન નવાય. આથી જ તો નદીએ નહાવાનું જણાવ્યું છે. (૭૩)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy