________________
રસ્તે રખડતા માણસ પર જેટલું બહુમાન છે તેટલું ભગવાનના વચન પર નથી - આ તે કેવી દશા ? ભગવાનને સ્વાર્થ કયો હતો કે જેથી આપણને આવો માર્ગ બતાવે ? ભગવાનને આપણા સુખની ઇર્ષા હતી ? ભગવાન આપણા દુ:ખમાં રાજી હતા ? એવું તો કશું હતું નહિ. ભગવાનને તો માત્ર આપણા હિતની જ ચિંતા હતી, માટે આ છજીવનિકાયની વાત અહિંસાધર્મના પાલન માટે જણાવી છે. આ છજીવનિકાયની વાત ભગવાને કહી છે - એમ સમજીને સાંભળીએ, એ મહાપુરુષ પ્રત્યે બહુમાન ધરીને સાંભળીએ તો આ સંસારમાં રહીને પાપ કરવાનું નહિ ફાવે. આપણી બે વારની અનુકૂળતા સાચવનારની, કપડાંવાસણ ધોઈ આપનારની વાત પર જેટલો વિશ્વાસ છે તેટલો ભગવાનની વાત પર છે ખરો ? ‘તમે આ ખાઓ તો સારું થશે, આ પીઓ તો સારું રહેશે, આ વાપરો તો સારું લાગશે...' આવી સલાહ આજુબાજુના લોકો આપે તો લાગણીનું પૂર વહાવે છે - એવું લાગે ને ? અને ભગવાન કહે કે “આ ધર્મ કરો તો કલ્યાણ થશે' તો ગમે ?
સ૦ ઘરના લોકો તો આપણને ગમતું જ કહે માટે ગમી જાય.
એ લોકો ગમતું ભલે કહે પણ એનાથી આપણું કલ્યાણ નથી થવાનું. લોકો ગમતી વાત કરે છે, પણ ભગવાન આપણા હિતની વાત કરે છે. ગમતી વાત કરવાથી આપણું કલ્યાણ નહિ થાય, હિતની વાત માની લેવામાં આપણું એકાંતે કલ્યાણ સમાયેલું છે. આપણી આસક્તિ પરિપૂર્ણ કરવા સુખનાં સાધનોને ભેગાં કરવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલુ છે, એના બદલે ભગવાનની આજ્ઞા માનવા માટે સુખનાં સાધનો ઓછાં કરવાં છે, સુખ ભોગવવાની વૃત્તિ પર, પ્રવૃત્તિ પર કાપ મૂકવો છે. અમારે ત્યાં પણ ભગવાનની આજ્ઞા પાળવા નીકળેલાને આજ્ઞા મુજબ જીવવાનું મન કેટલું છે - એ પૂછવાની જરૂર છે. વિહારમાં સગવડની ગોચરી હોય તો બે રોટલી ઓછી વાપરવી છે - એટલો ય વિચાર આવે ?! આજ્ઞા પાળવા નીકળ્યા છીએ તો આજ્ઞા પાળી જાણવી છે - હવે આઘાપાછા થવાનું શું કામ છે ? અહીં સુધર્માસ્વામીજી ‘હું નથી કહેતો, ભગવાન કહે છે આ પ્રમાણે જણાવે છે તેના ઉપરથી પણ તેમનું ભગવાનની આજ્ઞા પ્રત્યેનું બહુમાન સૂચિત થાય છે. પોતે તો ભગવાનની આજ્ઞા પાળે છે અને નિશ્રાવર્તીને પણ ભગવાનની આજ્ઞા જ પળાવે છે. તભવમુક્તિગામીને પણ ભગવાનની આજ્ઞા પર આટલું
(૫૨) E
બહુમાન અને આજ્ઞાપાલનનો આટલો આગ્રહ હોય તો આપણે કેટલો રાખવો જોઈએ ? ટીકાકારશ્રી જણાવે છે કે - “હું નથી કહેતો, ભગવાન કહે છે' એમ જણાવવા દ્વારા શાસ્ત્રની પરતંત્રતા બતાવી છે. આના પરથી એ નિશ્ચિત થાય છે કે - જેઓ સર્વજ્ઞ નથી એવા અસ્વતંત્ર (પરતંત્ર) જીવોએ અન્ય (જ્ઞાની) પાસે સારી રીતે નિશ્ચય કર્યા વગર પરલોકસંબંધી દેશના ન આપવી, કારણ કે છમી એવા પરતંત્રને વિપર્યય થવાનો સંભવ છે. કહ્યું છે કે – ‘ધર્મના સદભાવને સારી રીતે જાણ્યા વગર કુદેશના દ્વારા સમસ્ત જગતને કષ્ટ આપનારા પાપમાં જે પાડે છે તેના કરતાં પાપકર એવું બીજું શું છે ?'
આ સૂત્રમાં શિષ્યને આયુષ્યમાન કહીને સંબોધ્યો છે. શિષ્ય બેધ્યાન ન બને એ માટે સંબોધનવચનનો પ્રયોગ કરાતો હોય છે. તેમ જ આપણે જોઈ ગયા કે ગુણવાનને જ આગમનાં રહસ્ય જણાવવા જોઈએ - એ પણ સમજાવવું છે. આયુષ્ય દીર્ઘ હોય તો જ બીજા ગુણો ટકી શકે છે. માટે શિષ્યને આ વિશેષણથી સંબોધન કર્યું છે. અયોગ્યને આગમરહસ્ય ન જ અપાય. યોગ્ય તેને કહેવાય કે જેને સંસારથી તરવું હોય. ભવથી તરવાની ઇચ્છા એ આગમના અધ્યયનની યોગ્યતા છે. યોગ્યતા કેળવવી હોય તો સંસારથી તરવાનો ભાવ કેળવવો છે. આપણે સંસારથી પાર ઊતરવું છે ? સંસારના અર્થને ધર્મનો કોઈ અધિકાર નથી. કારણ કે એવા અયોગ્યને ધર્મ પણ નુકસાન કરનારો થાય છે. કાચા ઘડામાં ભરેલું પાણી ઘડાસહિત ધૂળભેગું થાય છે. તેથી કાચા ઘડામાં પાણી ન ભરવું એ ઘડાની અને પાણીની બન્નેની રક્ષાનું કારણ છે. તે રીતે અયોગ્યને આગમનાં રહસ્યો ન આપવાં – એ અયોગ્ય માટે હિતકારી છે અને એનાથી આગમની પણ રક્ષા થાય છે.
સવ ભગવાને ગોશાળાને તોલેયા કેમ શીખવી ?
અવશ્યભાવભાવને કોઈ મિથ્યા કરી ન શકે. ભગવાન તો વિશિષ્ટ જ્ઞાની હતા તેથી જ્ઞાનમાં જેવું જુએ તે પ્રમાણે કરે. તમારે તેમનો દાખલો લેવાની જરૂર નથી. જ્ઞાની શું કરે છે, કેમ કરે છે - એ બધું વિચારવાના બદલે જ્ઞાનીઓ શું કહે છે - એ સમજવાની જરૂર છે. જ્ઞાનીનું વચન સાંભળવા આવેલા જ્ઞાનીની ચર્ચા જોવા બેસે તો જ્ઞાન પામી ન શકે. શ્રોતા યોગ્ય હોય તો જ તે જ્ઞાન પામી શકે. કલિકાલસર્વજ્ઞ પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી વીતરાગસ્તોત્રમાં
(૫૩)