SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યું છે કે શ્રોતા શ્રાદ્ધ(શ્રદ્ધાવાળો) હોય અને વક્તા સુધી(વિદ્વાનો હોય તો આ કલિકાળમાં પણ ભગવાનના શાસનનું એકછત્રી સામ્રાજ્ય વર્તે. આજે ઠેકઠેકાણે મતમતાંતર કેમ પડે છે - તે આના પરથી સમય એવું છે. શ્રોતાઓની શ્રદ્ધા નારા પામવા માંડી છે અને વક્તાઓની વિદ્વત્તાનો હ્રાસ થવા માંડ્યો છે માટે જાતજાતના મતમતાંતર પડ્યા છે. શ્રોતાઓએ શ્રદ્ધાસંપન્ન બનવાની જરૂર છે અને વક્તાઓએ જ્ઞાનસંપન્ન બનવાની જરૂર છે. શ્રોતાઓએ પોતાની અક્કલ ન ચલાવવી અને વક્તાએ જ્ઞાન વિના બોલવું નહિ. વક્તા જે જ્ઞાની-વિદ્વાન ન હોય તો દાટ વાળ્યા વિના ન રહે. બુદ્ધિ ગમે તેટલી હોય તોપણ એને જો યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં ન આવે તો એ બુદ્ધિ કટાયા વિના ન રહે. બુદ્ધિને કામે લગાડે તો વિદ્વત્તા આવે. માર્ગને અનુસરવા માટે બુદ્ધિનું જોડાણ કરવું તેનું નામ વિદ્રત્તા. આવા વિદ્વાન પાસે શ્રદ્ધાળુ શ્રાવક સાંભળે તો તેનો સંસાર છૂટી જાય. સ૦ અમને સાંભળવાનું મન થાય છે, કરવાનું નહિ. માત્ર સાંભળવાથી કામ ન થાય. વ્યાયામશાળામાં જઈને કસરત કરનારાને જોયા કરે તો શરીર મજબૂત થઈ જાય ? કિનારા પર બેસેલા પાણીમાં પડેલાને તરતા જોયા કરે તો તરતાં આવડી જાય ? તરતાં શીખવું હોય તો પાણીમાં ડૂબકી મારવી પડે, તેમ સંસાર તરવો હશે તો સાધુપણામાં આવવું જ પડશે. સાંભળ્યા પછી સ્વીકારવાના બદલે દલીલ કરવાનું મન થાય છે તે શ્રદ્ધાની ખામીને સૂચવે છે. દલીલબાજીમાંથી બહાર નીકળવા અને વચનને તત્તિ કરવા માટે શ્રદ્ધાની જરૂર છે. શક્તિ હોવા છતાં શ્રદ્ધાના અભાવે શક્તિ ન ફોરવવાનું બને છે. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે - વીયાંતરાયનો યોપશમ મળ્યા પછી તેનો ઉપયોગ ન કરે તેવાઓ એવા એકેન્દ્રિયપણામાં જવાના કે જ્યાં અલ્પમાં અલ્પ વીર્ય મળે. મળેલી ઇન્દ્રિયોનો ઉપયોગ સારા માર્ગે ન કરે તેને ફરી તે ઇન્દ્રિયો ન મળે. ‘અયોગ્યને આગમરહસ્ય ન અપાય' એવું સાંભળ્યા પછી યોગ્યતા કેળવવાનું મન થાય ને ? સંસારને તરવાની ભાવના વિના યોગ્યતા નહિ આવે. સુખ મેળવવાની ભાવનાવાળાને આગમરહસ્ય ન અપાય, સુખ છોડવાની ભાવનાવાળાને આગમરહસ્ય અપાય. દુ:ખ વેઠવા તૈયાર ન હોય તેને પણ આગમરહસ્ય ન અપાય. આપણા પરિણામ કેવા છે ? સંસાર છૂટી જાય તો સારું કે છોડીએ તો સારું ? છૂટી જાય તો સારું - એવું હોવા છતાં છોડવો નથી માટે છૂટતો નથી. ૫૪) આપણી વાત એ ચાલુ છે કે આયુષ્ય એ પ્રધાન ગુણ છે માટે શિષ્યને આયુષ્યમાન તરીકે સંબોધ્યો છે. અનુત્તરવાસી દેવોને સાત લવનું આયુષ્ય ખૂટ્યું માટે તેત્રીસ સાગરોપમનો ભવ વધ્યો. આના ઉપરથી પણ સમજી શકાય છે કે આયુષ્ય એ પ્રધાન ગુણ છે. ત્યાર બાદ ટીકાકારશ્રી જણાવે છે કે આ સંતેને આ પ્રમાણે ભગવાનનું વિશેષણ છે - એવો પણ અર્થ કરી શકાય છે. ‘આયુષ્યમાન એવા ભગવાને આવું કહ્યું છે' - આવો અર્થ કરવામાં ‘આયુષ્યમાન’ એ મંગલવચન છે - એમ સમજવું અથવા તો આયુષ્યમાન એટલે ‘સાક્ષાત્ જીવતા-વિચરતા હોય એવા ભગવાને કહ્યું છે" આવો અર્થ કરવાથી જેઓ આગમને અનાદિથી શુદ્ધ માને છે, અપૌરુષેય (કોઈ પુરુષથી બોલાયેલ ન હોય તેવું) માને છે તેમનું નિરાકરણ થાય છે. આગમવચન વેદની જેમ અપૌરુષેય નથી, ભગવાને સાક્ષાત્ ઉચ્ચરેલાં છે. અપૌરુષેય વચનનો સંભવ જ નથી. વચન શબ્દાત્મક છે. બોલનાર જ ન હોય તો વચન ક્યાંથી આવે ? શરીર વિના, મુખ વિના બોલવાની ક્રિયા જ થઈ ન શકે અને જે અનાદિથી શુદ્ધ હોય તે શરીર ક્યાંથી બનાવે ? આથી નક્કી છે કે અનાદિથી શુદ્ધ એવા હતા કે વચનનો સંભવ જ નથી. અથવા તો ‘આડસંતેvi' ની છાયા ‘ભાવસંતેvi' કરી 'મા'નું પોતાનું વિશેષણ કરીએ તો ગુરભગવંતનાં ચરણોમાં વસતા માં રહેતા એવા મેં (સુધર્માસ્વામીજીએ) આ પ્રમાણે સાંભળ્યું છે... આવો અર્થ થાય. આ રીતે શ્રી સુધર્માસ્વામીજી પોતાના ગુરૂકુળવાસને જણાવવા દ્વારા એમ સૂચિત કરે છે કે - ગુરકુળવાસમાં જ્ઞાનાદિની વૃદ્ધિ થતી હોવાથી શિષ્ય હંમેશાં ગુરુચરણના સેવક બનીને રહેવું જોઈએ. ગમે તેટલા જ્ઞાની બનીએ તો ય ગુરુભગવંતને છોડવા નહિ. શ્રુતજ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી પણ ચૌદપૂર્વના રચયિતા એવા શ્રી સુધર્માસ્વામીજીએ ગુરને-પરમગુરને છોડ્યા નથી. ભગવાન આજ્ઞા કરે ને જવું પડે - એ જુદી વાત. એ જ રીતે શિષ્ય ગમે તેટલો સમર્થ બને તો ય ગુને છોડીને ન જાય. તમે પણ ગમે તેટલા પૈસાદાર થઈ જાઓ તો પણ તમારે માબાપને છોડીને ન જવાય : બરાબર ને ? મા-બાપ આપણને છોડીને જાય એ બને પણ આપણે મા-બાપને છોડીને ન જવું. શિષ્ય ગમે તેટલો જ્ઞાની બને, પ્રચંડ પ્રતિભાનો સ્વામી બને, પનોતા પુણ્યનો સ્વામી બને છતાં ગુરની સાથે જ વિચરે. ગુરુને પોતાની સાથે રાખે - એવું નહિ, પોતે ગુરુની સાથે કાયમ (૫૫)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy