SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૬ [ ૧૦૦. મારા પર સઘળા સરળ ભાવથી હુકમ ચલાવો તો હું ૦ રાજી છું. પરમકૃપાળુદેવ કહે છે કે મારા ઉપર બધા સરળતાથી હુકમ ચલાવે તો હું રાજી છું. પણ ખોટી રીતે દબાવવા માટે કે પોતાનો હુકમ ચલાવવા માટે કે કોઈ રીતે સામા વ્યક્તિને માત્ર હેરાન કરવાની જ દ્રષ્ટિ હશે તો તે મને પોષાશે નહીં. અને જીવ પણ કર્મબંઘનને પાત્ર થશે. ૧૦૧. હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાખ્યું નથી. પરમકૃપાળુદેવ જણાવે છે કે અમને સંસારમાં લેશમાત્ર રાગ નથી. છતાં પૂર્વ કર્માનુસાર તેને જ ભોગવવો પડે છે. તેથી બાહ્યથી કાંઈ મેં ત્યાખ્યું નથી. ખરી રીતે જેના અંતરમાં સંસાર પ્રત્યે રાગ નથી કે આસક્તિ નથી તે જ ખરા અંતર ત્યાગી છે. બાહ્ય ત્યાગ પણ અંતર ત્યાગને માટે છે. પૂર્વ કર્માનુસાર સંસારમાં બાહ્ય ત્યાગનો ઉદય ન આવવા છતાં જેનું અંતઃકરણ જળકમળવત્ અલિપ્ત રહે છે, તે જ મહાપુરુષાર્થી છે, તે જ ખરા ત્યાગી છે. પરમકૃપાળુદેવની એવી દશા હોવા છતાં પોતાને ત્યાગી માનતા નથી પણ પોતાને બાહ્ય ત્યાગ નથી એમ કહી અલ્પ દોષને પણ પહાડ જેવો કરી દર્શાવે છે; એ જ મહાપુરુષોની મહાનતા છે. શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “જનકાદિ ઉપાધિમાં રહ્યા છતાં આત્મસ્વભાવમાં વસતા હતા. એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શ્રી જિન જેવા જન્મત્યાગી પણ છોડીને ચાલી નીકળ્યા એવા ભયના હેતુરૂપ ઉપાધિયોગની નિવૃત્તિ આ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે.” (વ.પૃ.૪૫૨) નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ.” (૨.૫.૪૫૨) ૧૦૨, નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દો. પરમકૃપાળુદેવની પોતાની અંતરંગ નિર્મળ ભાવના એવી છે કે મને નિર્વિકારી દશાથી એકલો રહેવા દો; અર્થાત્ મારા આત્મામાં કોઈપણ પ્રકારની વિકૃતિ ન થાય અને સદા મારા આત્મસ્વરૂપની શુદ્ધદશામાં જ એકલો રહું એવી ૧૮૭ વચનામૃત વિવેચન સર્વસંગ પરિત્યાગ દશા અથવા અસંગતા તેમને પ્રિય છે. કેમકે તેવી ‘સર્વે સંગ મહાસવા' અર્થાત્ સર્વસંગ મહા આસ્રવરૂપ છે. ૧૦૩. મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે; પણ આવિર્ભાવ કરવું જોઈએ. મહાવીર ભગવાને કેવળજ્ઞાન વડે આખા જગતને જોયું અને જાણ્યું છે. તે જ્ઞાન પ્રત્યેક આત્મામાં સત્તાપણે રહેલું છે. પણ તેને આવિર્ભાવ એટલે પ્રગટ કરવા માટે માર્ગદર્શક સત્પરુષની જરૂર છે. તે મળ્યા પછી ભક્તિભાવપૂર્વક તેમની આજ્ઞા ઉપાસવાથી તે જ્ઞાન પ્રગટ થાય છે. ૧૦૪. બહ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી વતી વીરને નિઃશંક ગણજો. વ્યવહારમાં વિશેષ કમાવાથી અહંકાર આવી જાય કે વધારે ક્ષયોપશમ વડે શાસ્ત્રાભ્યાસ થઈ જાય અથવા કોઈ કલા કૌશલ આવડી જવાથી પોતાને હોશિયાર માનતો હોય તો પણ ભગવાન મહાવીરે શાસ્ત્રોમાં વ્યસન ત્યાગ આદિ કોઈપણ આજ્ઞા કરી હોય તેને તોડશો નહીં. ભગવંતના ઉપદેશમાં ગમે તેવી શંકા ઉત્પન્ન થઈ હોય તો પણ પરમકૃપાળુદેવ જણાવે છે કે મારા વતી વીર ભગવંતને નિઃશંક માનજો. કારણ ભગવાન સર્વશ હોવાથી તેમજ કષાયરહિત હોવાથી કદી પણ વિપરીત તત્ત્વનો ઉપદેશ કરી શકે જ નહીં. ૧૦૫. પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન જ્ઞાનીઓએ અવશ્ય સ્મરવું જોઈએ. નિઃo! એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો! શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન યોગીપુરુષોએ અથવા જે આત્મકલ્યાણ કરવામાં તત્પર થયા હોય તેમને અવશ્ય સ્મરવું જોઈએ. કારણ એ નાગની છત્રછાયા વેળાનો પાર્શ્વનાથ ઓર હતો! અર્થાત્ તે વેળાએ કમઠે જળમાં ભગવાનને ડુબાડવા માટે ભયંકર ઉપસર્ગ કર્યા અને ઘણેન્દ્ર પદ્માવતીએ આવી પ્રભુને જળ ઉપર ઉઠાવી શિર ઉપર છત્રછાયા ઘારણ કરી; છતાં જેને બન્ને પ્રત્યે સમદ્રષ્ટિ છે એવા મહાપુરુષોને યોગીઓએ સમભાવની પ્રાપ્તિ અર્થે અવશ્ય સ્મરવા જોઈએ. "कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्तिः पार्श्वनाथः श्रेयऽस्तुवः"
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy