SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૪ / છું એથી પણ પ્રમાણ આપી શકું ખરો. પછી નવતત્ત્વવિજ્ઞાન સંબંઘી વાતચીત નીકળી. મેં કહ્યું, એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે; પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈએ. પછી તેઓએ એ કથનનું પ્રમાણ માંગ્યું, ત્યારે આઠ કર્મ મેં કહી બતાવ્યાં; તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવું નવમું કર્મ શોઘી આપો. પાપની અને પુણ્યની પ્રકૃતિઓ કહીને કહ્યું : આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપો. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું એમાં કંઈ જૂનાધિક કહેવા માગો છો? અજીવદ્રવ્યના ભેદ કહી પૂછ્યું : કંઈ વિશેષતા કહો છો? એમ નવતત્ત્વ સંબંથી વાતચીત થઈ ત્યારે તેઓએ થોડી વાર વિચાર કરીને કહ્યું : આ તો મહાવીરની કહેવાની અદ્ભુત ચમત્કૃતિ છે કે જીવનો એક નવો ભેદ મળતો નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી; અને નવમું કર્મ પણ મળતું નથી. આવા આવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો જૈનમાં છે એ મારું લક્ષ નહોતું. આમાં આખી સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું. (પૃ.૧૨૦) ૯૭, આખા જગતના શિષ્ય થવારૂપ વૃષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી. આખા જગતના શિષ્ય થવા જેટલી લઘુતા જેના હૃદયમાં પ્રગટી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી. એવી દ્રષ્ટિ પરમકૃપાળુદેવે વેદી છે તેથી જ પત્રાંક ૮૭૫માં પ.પૂ.પ્રભુશ્રીજીને લખે છે કે “પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.” શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે.” (વ.પૃ.૨૫૯) ૯૮, કોઈ પણ શુદ્ધાશુદ્ધ ઘર્મકરણી કરતો હોય તો તેને કરવા દો. કોઈ પણ જીવ શુદ્ધપણે કે અશુદ્ધપણે ઘર્મક્રિયા કરતો હોય તેનો નિષેધ કરવો નહીં, પણ તેની ક્રિયા શુદ્ધપણે થાય તેમ પ્રસંગે વાત કરવી, પણ તમે જે ક્રિયા કરો છો તે બરાબર નથી, કરવા જેવી નથી એમ કદી કહેવું નહીં. કેમકે જીવોનો સ્વભાવ પ્રમાદી છે તેથી તે જે ક્રિયા કરતો હોય તેને પણ મૂકી દઈ સંસારમાં પ્રવર્તે. ૧૮૫ વચનામૃત વિવેચન “શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “કોઈ પણ બીજાઓ, ઘ- / / ક્રિયાને નામે જે તમારા સહવાસીઓ (શ્રાવકાદિક) ક્રિયા કરતા હોય તેને નિષેધશો નહીં. હાલ જેણે ઉપાધિરૂપ ઇચ્છા અંગીકાર કરી છે, તે પુરુષને કોઈ પણ પ્રકારે પ્રગટ કરશો નહીં. માત્ર કોઈ દૃઢ જિજ્ઞાસુ હોય તો તેનો લક્ષ માર્ગ ભણી વળે એવી થોડા શબ્દોમાં ઘર્મકથા કરશો (તે પણ જો તે ઇચ્છા રાખતા હોય તો). બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ઘર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો, પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે.” (વ.પૃ.૨કર) અશુદ્ધ ક્રિયાના નિષેધક વચનો ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં શુદ્ધ ક્રિયામાં જેમ લોકોની રુચિ વધે તેમ ક્રિયા કરાવ્યું જવી. ઉદાહરણ દાખલ કે જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે સામાયિક વ્રત કરે છે, તો તેનો નિષેધ નહીં કરતાં, તેનો તે વખત ઉપદેશના શ્રવણમાં કે સન્શાસ્ત્ર અધ્યયનમાં અથવા કાયોત્સર્ગમાં જાય તેમ તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આભાસે પણ તેને સામાયિક વ્રતાદિનો નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી શુદ્ધ ક્રિયાની પ્રેરણા કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત થાય છે; અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોનો સ્વભાવ છે, અને લોકોની દ્રષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાનો નિષેધ કર્યો છે. માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી સ્વાત્માનું હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ તેમ પ્રવર્તવું, અને જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે.” (વ.પૃ.૬૫૨) ૯૯. આત્માનો ઘર્મ આત્મામાં જ છે. આત્માનો ઘર્મ એટલે સ્વભાવ તે આત્મામાં જ છે. આત્માનો જ્ઞાન દર્શનમય સ્વભાવ તે જગતના બીજા કોઈ દ્રવ્યમાં નથી, માત્ર આત્મામાં જ છે. જેમ પુદ્ગલનો ઘર્મ—રૂપ, રસ, ગંઘ, સ્પર્શ છે, તે પુદ્ગલમાં છે, તેમ આત્માનો ઘર્મ આત્મામાં જ છે. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy