SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૭૮ ( ૮૪. વસ્તુને વસ્તુગતે જુઓ. ~ જગતમાં જે જે વસ્તુઓ દ્રષ્ટિગોચર થાય છે. તે તે વસ્તુઓને તેના સ્વરૂપે જાઓ. નજરે જે જે દેખાય છે તે બધી વસ્તુઓ પુલની બનેલ છે. પુદ્ગલનું સ્વરૂપ સડણ, પડણ અને વિધ્વંસણ છે. તેથી તે વસ્તુઓ કાળે કરીને સડી જશે, પડી જશે અને તેના પર્યાયનો પણ નાશ થશેજ. તો એવી નાશવંત વસ્તુના રૂપરંગાદિ જોઈ હું શું કામ તેમાં મોહ મમત્વાદિ કરી દુઃખ પામું. પણ શાશ્વત સુખસ્વરૂપ એવી આત્મવસ્તુને જ ઓળખી તેમાં નિમગ્ન રહું. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ, આનંદઘન મતિ સંગી રે.” -શ્રીઆનંદઘનજી ૮૫. ઘર્મનું મૂળ વિ૦ છે. ઘર્મનું મૂળ વિનય છે. મહાવીર ભગવાને ઉત્તરાધ્યયનમાં પ્રથમ અધ્યયન વિનયનું મૂક્યું છે. કારણ વિનય વગર ઘર્મમાં પ્રવેશ કરી શકાય નહીં. વિનય વગર વિદ્યા નથી. વિદ્યા વગર જ્ઞાન નથી. જ્ઞાન વિના મુક્તિ નથી. માટે સંપૂર્ણ આત્મસ્વભાવ પ્રાપ્તિનું મૂળ તે વિનય છે. | ‘ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ઘર્મનું મૂળ કહી વર્ણવ્યો છે. ગુરુનો, મુનિનો, વિદ્વાનનો, માતાપિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર એના માટે પરમકૃપાળુદેવે શ્રેણિક મહારાજા અને ચંડાળનું દ્રષ્ટાંત આપી વિનયનું માહાસ્ય સમજાવ્યું કે એક ચંડાળનો વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને પણ વિદ્યા સિદ્ધ ન થઈ, તો તેમાંથી તત્ત્વ એ ગ્રહણ કરવું કે આત્મવિદ્યાને પામવા નિગ્રંથ ગુરુનો વિનય કરવો. માનકષાયને જીતવાનો ઉપાય તે વિનય જ છે. “વિનયવડે તત્ત્વની સિદ્ધિ છે, ” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૮૧) “રે જીવ માન ને કિજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવ માન ન કિજિએ.” ૮૬. તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય. - વિદ્યા એટલે સમ્યજ્ઞાન. સાચું જ્ઞાન પ્રાપ્ત થવાથી અવિદ્યા એટલે મિથ્યાત્વનું જ્યાં હોવાપણું રહે નહીં તે જ સાચી વિદ્યા. ‘સા વિઘા જા વિમુક્તયે.’ તે જ સાચી વિદ્યા કે જેથી મુક્તિ પ્રાપ્ત થાય. ૧૭૯ વચનામૃત વિવેચન શ્રીમદ્ રાજચંદ્રમાંથી :- “જે વિધાથી ઉપશમગુણ છે. પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.” (૨.પૃ.૩૯૦), જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે. તે જ વિદ્યા સંસારી હેતુના પ્રયોગે વિચાર કરવાથી કર્મબંઘ કરે છે. અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે.” વ્યાખ્યાનસાન (વ.પૃ.૭૪૪) ૮૭. વીરના એક વાક્યને પણ સમજે.. મહાવીર ભગવાને આખી દ્વાદશાંગી ઉપદેશી છે. તેમાંથી એક વાક્યને પણ જીવ યથાર્થ સમજે તો પણ જીવનું કલ્યાણ થાય. કારણ ‘સસ્કુરુષના એક એક વાક્યમાં અનંત આગમ રહ્યા છે.' ઘણા જીવો એક એક વાક્યની પકડ કરી આરાધના કરીને મોક્ષને પામ્યા છે. માટે વીર પરમાત્માના એક વાક્યને પણ યથાર્થ સમજો. જેમકે ગજસુકુમારે એક ક્ષમાગુણ આરાધ્યો તો તે મોક્ષને પામ્યા. “સમજસાર સંસારમેં, સમજુ ટાળે દોષ; સમજ સમજ કરી જીવહી, ગયા અનંતામોક્ષ.” ૮૮, અહંપદ, કૃતઘનતા, ઉસૂત્રપ્રરૂપણા, અવિવેકઘર્મ એ માઠી ગતિનાં લક્ષણો છે. અહંપદના આઠ પ્રકાર છે. જાતિમદ, કુલમદ, જ્ઞાનમદ, બળદ, રૂપમદ, ઐશ્વર્યમદ, વિજ્ઞાનમદ અને ઘનમદ, કૃતઘ્નતા એટલે કરેલા ઉપકારને ઓળવી, ઉપકારનો બદલો અપકાર આપે તે કૃતજ્ઞતા. ઉસૂત્રપ્રરૂપણા એટલે ભગવાને જે સૂત્રમાં કહ્યું હોય તેનાથી વિપરીત કહેવું તે ઉસૂત્રપ્રરૂપણા. અવિવેકઘર્મ એટલે વિવેક વગરનો ઘર્મ. જે ઘર્મમાં હિતાહિતનો, કૃત્યાકૃત્યનો, પેથાપેયનો, ખાદ્યઅખાદ્યનો વિવેક નથી તે અવિવેક થર્મ છે. તેથી આત્માનું કલ્યાણ નથી. ઉપર કહ્યા એ ચારે કારણો જીવને માઠી એટલે ખરાબ ગતિના લક્ષણ છે.
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy