SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૮૦ Tી ૮૯. સ્ત્રીનું કોઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારો દેહ ભોગવે છે. સ્ત્રીના શરીરનું કોઈપણ અંગ લેશમાત્ર સુખ આપનાર નથી. છતાં મારો દેહ ભોગવે છે અર્થાત્ પૂર્વે બાંધેલા કર્માનુસાર તેનો સ્પર્શ કરવો પડે છે. પણ તેમાં સુખબુદ્ધિ નથી. “જે જે પુગલ ફરસના, નિચે ફરસે સોય; મમતા, સમતા ભાવસૅ, કર્મબંઘ ક્ષય હોય.” ઉદય ભોગવે સમકિતી, કરે ન નૂતનબંઘ; મહિમા જ્ઞાન વિરાગ કી.” ૯૦. દેહ અને દેવાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. દેહમાં અને દેહના કારણે પર પદાર્થમાં રહેલ મમત્વભાવ એ જ મિથ્યાત્વનું લક્ષણ છે. જ્યાં સુધી શરીરમાં અહંભાવ અને શરીરના સુખ માટે પરપદાર્થોમાં કરવામાં આવતો મમત્વભાવ વિદ્યમાન છે ત્યાં સુધી જીવ મિથ્યાત્વમાં જ છે, ૯૧. અભિનિવેશના ઉદયમાં ઉસૂત્રપ્રરૂપણા ન થાય તેને હું મહા ભાગ્ય, જ્ઞાનીઓના કહેવાથી કહું છું. અભિનિવેશ એટલે આગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ. પોતાના મતના દુરાગ્રહના ઉદયે ભગવાને કહેલા વચનોથી વિરુદ્ધ ઉત્સુત્રપ્રરૂપણા ન થાય અને મધ્યસ્થ રહે, તો તેને હું મહાભાગ્યવાન જ્ઞાનીઓના કહેવાથી કહું છું, એમ પરમકૃપાળુદેવ જણાવે છે, કારણ કે મતાગ્રહીને મધ્યસ્થ રહેવું બહુ મુશ્કેલ છે, પોતાના મતની પુષ્ટી અર્થે ઉસૂત્રપ્રરૂપણા કરતાં પણ જીવને વિચાર આવતો નથી. ૯૨. સ્યાદ્વાદ શૈલીએ જોતાં કોઈ મત અસત્ય નથી. જગતમાં અનેક પ્રકારના ઘર્મમતો પ્રવર્તે છે. પણ સ્થાવાદ શૈલીથી તેનું અવલોકન કરતાં કોઈપણ મત અસત્ય જણાશે નહીં. જેમકે ક્ષણિકવાદી બૌદ્ધમત પણ પર્યાયવૃષ્ટિથી જોતાં સત્ય લાગશે અથવા દ્રવ્યદ્રષ્ટિએ જોતાં સાંખ્યમત પણ સત્ય ભાસશે. ૯૩, સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. સ્વાદના ત્યાગને જ્ઞાની પુરુષો આહારનો ખરો ત્યાગ કહે છે; કારણકે આહાર ત્યાગવો દુષ્કર નથી પણ સ્વાદ ત્યાગવો દુષ્કર છે. ૧૮૧ વચનામૃત વિવેચન ‘બોઘામૃત ભાગ-૩' માંથી – “સાધુજીવનમાં રસ ) ઘટાડવો, મુશ્કેલ છે, કારણ કે ગામમાં ગમે તે ઘરે તે જઈ શકે અને સારામાં સારો ખોરાક ફરી ફરીને મેળવી શકે. પણ તેમ નહીં કરતાં જે કંઈ સારો ખોરાક શ્રાવકો આગ્રહ કરીને પાત્રામાં નાખી દેતા તે બીજા સાધુઓને પ્રભુશ્રીજી આપી દેતા અને પોતે લુખોસૂકો નીરસ આહાર જીવન ટકે તે પૂરતો જ લેતા.” (પૃ.૬૯૬) ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તેવો આહાર રસરહિત, મોળો કે ઘી આદિ ઓછાં વપરાય તેવો લેવો છે. ફળ વગેરેમાં પણ રસ પોષાય તેવું કરવું નથી. ખાવા માટે જીવવું નથી પણ જીવવા પૂરતું જ ખાવું છે. “નથી થય દેહ વિષય વઘારવા, નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.” (૧૫). વિષય એટલે પાંચ ઇન્દ્રિયોની મીઠાશ અને પરિગ્રહ એટલે થન, અલંકાર, સગાં, આદિની મમતા. તે અર્થે દેહ ઘર્યો નથી. આમ પર ચીજો ઉપરનો રાગ ઘટે અને સાદા ખોરાકથી જિવાય તો વૈરાગ્ય વધે, આત્મહિત સાચા દિલથી સાધવા જિજ્ઞાસા વધતી રહે અને સપુરુષનાં વચનો સમજાય, અને સમજાય તેટલું થોડું થોડું અમલમાં આચરણમાં મુકાય.” (પૃ.૬૯૭) સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે.” (૨૧–૯૩) આ ચાર આંગળની જીભ જીતવા કમર કસો જોઈએ. જ્યાં જ્યાં મીઠાશ આવે તે વખતે વૃત્તિ ત્યાં ન જવા દેતાં તેવી વસ્તુને બેસ્વાદ બનાવવા કે તેને દૂર કરવા તુર્ત ઉપાય લેતા રહો; તેવા પ્રસંગો લક્ષમાં રાખી, તે વિષે વિચાર કરી તેની તુચ્છતા ભાસે તેમ વિચારતા રહેવા સાચા દિલે આ પત્ર મળે ત્યારથી તૈયાર થાઓ. પેટ ભરવા માટે, જીવન ટકાવવા પૂરતું ખાવું છે તેમાં જીભ ભંજવાડ કરી, વિક્રિયાઓ ઉત્પન્ન થાય તેવા વિકલ્પો ઊભા કરી રંજાયમાન કરે છે; તેના ઉપર પહેરો રાખવો છે, પિકેટિંગ કરવું છે એવો નિર્ણય કરી જે મળી આવે તે મિતાહારીપણે લઈ તે કામ પતાવતાં શીખો; પણ ઘીરજથી તબિયત ન બગડે તેમ આહાર ઉપર હાલ તો વિશેષ લક્ષ રાખો.” (પૃ.૪૧૦) પરમકૃપાળુદેવની આગળ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતે કરતા હતા તે તપસ્યા કહી બતાવી કે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ કરું છું, પણ મનની વૃત્તિઓ ઉપર કાબૂ આવતો નથી; વૃત્તિઓ શમતી નથી. તેના ઉત્તરમાં તેઓશ્રીએ 0.
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy