________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૭૪
૭૫. ભગવતીમાં કહેલી પુદ્ગલ નામના પરિવ્રાજકની કથા તત્ત્વજ્ઞાની-ઓનું કહેલું સુંદર રહસ્ય છે.
પુદ્ગલ પરિવ્રાજકનું દૃષ્ટાંત :– આલંભિકા નામે નગરી હતી. ત્યાં પુદ્ગલ નામે પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ અને બીજા નયોમાં પણ કુશળ હતો. તે છઠ્ઠ છઠ્ઠનો તપ કરતો અને ઊંચા હાથ રાખીને આતાપના લેતો હતો. તેથી પુદ્ગલ પરિવ્રાજકને વિભંગજ્ઞાન ઉત્પન્ન થયું. વિભંગ જ્ઞાન વડે બ્રહ્મલોક કલ્પમાં રહેલા દેવોની સ્થિતિ જાણે છે અને જુએ છે. પોતાને અતિશયવાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે, તેથી દેવલોકમાં દેવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની છે એમ તેણે કહ્યું. તે જાણીને ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે પુદ્ગલ પરિવ્રાજક કહે છે તે બરાબર છે? ભગવાને કહ્યું કે ના. દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. તે વાત લોકોના મુખેથી સાંભળીને પુદ્ગલ પરિવ્રાજકે ભગવાન પાસે આવી શિવરાજર્ષિની પેઠે ભગવાન પાસે દીક્ષા લીધી, અને અવ્યાબાધ સુખને પામ્યો. શ્રી ભગવતીસૂત્રના શતક ૧૧ ઉદ્દેશ ૧૨ના આધારે
શિવરાજર્ષિનું દૃષ્ટાંત ઃ- એક શિવરાજા હતો. એક દિવસે રાત્રે વિચારણા જાગવાથી સવારમાં પોતાના કુટુંબીઓને બોલાવીને પોતાને તાપસી દીક્ષા લેવાના ભાવ જણાવ્યા પછી તાપસ થયો. છઠ્ઠું છઠ્ઠના તપ કરતો અને આતાપના કરવાથી તેને વિભંગજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી બીજાને કહેતો કે મને અતિશયવાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે, તે જ્ઞાનના બળે હું જાણું છું. આ લોકમાં સાત દ્વિપો અને સાત સમુદ્રો છે, ત્યાર પછી દ્વિપો અને સમુદ્રો નથી. ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે અસંખ્યાત દ્વીપો અને અસંખ્યાત સમુદ્રો છે. તે વાત લોકોના મુખેથી સાંભળીને પોતાનો આગ્રહ મૂકી દઈ તેણે ભગવાન પાસે આવી દીક્ષા લીધી અને સર્વ કર્મનો નાશ કરી મુક્તિને મેળવી. -શ્રી ભગવતીસૂત્ર'ના આધારે. પુદ્ગલ પરિવ્રાજક અને શિવઋષિએ પોતાનો સ્વચ્છંદ મૂકી ભગવાન મહાવીરની આજ્ઞા માન્ય કરી એ આ દૃષ્ટાંતનું રહસ્ય જણાય છે. કેમકે
‘રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ' અથવા ‘સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ;
સમકિત તેને ભાખીયું, કારણ ગણી પ્રત્યક્ષ.’ શ્રીમદ્ રાજચંદ્ર
વચનામૃત વિવેચન સ્વચ્છંદ રોકે તે સમકિતને પામી અંતે અવશ્ય મોક્ષ મેળવે
છે. માટે એ કથાઓ ભગવાન પ્રત્યે વૃઢ શ્રદ્ઘાન રાખવાનો ઉપદેશ આપનાર હોવાથી મોક્ષ મેળવવા અર્થે સુંદર રહસ્યરૂપ છે.
૭૬. વી૨ના કહેલાં શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. મહાવીર ભગવાને ઉપદેશેલ દ્વાદશાંગીના શાસ્ત્રોમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. તેના રહસ્યને જ્ઞાનીપુરુષો જાણી શકે બીજા નહીં.
કેમકે—
૧૭૫
‘ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી.’ શ્રીમદ્ રાજચંદ્ર માટે જ્ઞાનીપુરુષ કહે તેમ કરવામાં આપણું કલ્યાણ છે.
૭૭. સમ્યક્ત્નેત્ર પામીને તમે ગમે તે ઘર્મશાસ્ત્ર વિચારો તોપણ આત્મહિત પ્રાપ્ત થશે.
સદ્ગુરુ કૃપાથી સમ્યક્ત્ર એટલે સ્યાદ્વાદપૂર્વકની સાચી સમજ યથાર્થ પામીને તમે ગમે તે ધર્મમતના શાસ્ત્ર વાંચો વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. પરમકૃપાળુદેવ વેદાંતના વૈરાગ્ય પ્રેરક ગ્રંથ યોગવસિષ્ઠ, સુંદર વિલાસ, મોહમુગર, મણિરત્નમાળા વગેરે વાંચવાની યોગ્ય જીવોને આજ્ઞા કરતા હતા. સમ્યÒત્ર પામવા માટે સૌથી પ્રથમ જ્ઞાનીપુરુષોના બોધ વચનોને વા વાર વિચારવા યોગ્ય છે. કેમકે ‘ઘણા કાળના બોઘે જેમ છે તેમ સમજાય છે.' -શ્રીમદ્ રાજચંદ્ર
૭૮. કુદરત, આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ઘારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી! (કુદરત તે પૂર્વિતકર્મ)
કુદરત એટલે પૂર્વે કરેલ કર્મ. તેને કહે છે કે આ તારો પ્રબળ અન્યાય છે
કે તું મારી ધા૨ેલ નીતિ પ્રમાણે કાલ વ્યતીત કરવામાં મને અંતરાયરૂપ થાય છે. વર્તમાનમાં નિશદિન આત્મધ્યાનમાં રહેવું હોય તો પણ પૂર્વકર્મ બળવાન હોય તો રહેવા દે નહીં. માટે હમેશાં આત્માને પોષણ મળે એવા જ સ્વાધ્યાય, ભક્તિ, આદિ કાર્યો કરવા કે જેથી ફરી ભવિષ્યમાં બીજા કર્મો જીવને બાહ્યકરૂપ થાય એવા બંધાય નહીં.
૭૯. માણસ પ૨મેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે.
‘ગપ્પા સૌ પરમપ્પા’ આત્મા એ જ પરમાત્મા છે. નિશ્ચયનયથી જોતાં