________________
૧૭ર
T
શ્રીમદ્ રાજચંદ્ર વ્રત નિયમ લઈને તેના પ્રત્યે બેદરકારી રાખી, ઉલ્લાસિત
પરિણામે તેને ભાંગશો નહીં. વ્રત નિયમમાં કંઈ પણ દોષ લાગે તો અંતરમાં તેનો ખેદ રહેવો જોઈએ અને ફરીવાર એવો દોષ થાય નહીં તેની કાળજી રાખવી જોઈએ. પણ વ્રત લઈને કુંડરિકની જેમ ઉલ્લાસિત પરિણામે તેને ભાંગતા મહાદોષનો તે ભાગી થાય છે. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી જેલની શિક્ષા પણ થઈ શકે તો મહાપુરુષોની આજ્ઞાનું ઉલ્લંઘન જીવને અનેક ગતિઓમાં રઝળાવનાર થાય છે. ૭૧. એક નિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાઘતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
એક નિષ્ઠાથી એટલે દ્રઢ શ્રદ્ધાથી. જ્ઞાની પુરુષોની આજ્ઞાનું આરાઘન કરતાં જીવને તત્ત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને આત્મજ્ઞાન એ જ સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો સાચો ઉપાય છે.
અત્રે કોઈ અદ્ભૂત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી ! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે, કોઈને જણાવવાની જરૂર નથી. શાંતિઃ શાંતિઃ શાંતિઃ” ઉપદેશામૃત (પૃ.૧૬) ૭૨, ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ઘર્મ, પરિણામ એ બંઘ, ભ્રમ એ
મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે, શોકને સંભારવો નહીં; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી.
કોઈપણ પ્રકારની શુભ કે અશુભ મન વચન કાયાની ક્રિયા કરવી તે કર્મ આવવાનું કારણ છે.
ઉપયોગ એ ઘર્મ છે. આત્માનો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ, એ એનો ઘર્મ એટલે સ્વભાવ છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા તરીકે સ્વભાવમાં રહે તો પોતાના ધર્મને પામે છે.
શુભ કે અશુભ પરિણામની ધારા પ્રમાણે જીવને પુણ્ય કે પાપનો બંઘ થાય છે. તે જીવને ભોગવવો પડે છે. પણ શુદ્ધભાવથી કર્મનો બંઘ થતો નથી.
ભ્રમ એટલે ભ્રાંતિ, એ મિથ્યાત્વ છે. દેહને આત્મા માનવો તે ભ્રાંતિ છે, મિથ્યાત્વ છે.
૧૭૩
વચનામૃત વિવેચન બ્રહ્મ એટલે આત્મા. જે પોતે જ છે.
ભગવાનના વચનોમાં શંકા કરવી તે શલ્ય એટલે કાંટા સમાન છે. તે દુઃખ આપે. “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ.” શ્રીમદ્ રાજચંદ્ર
સંસારમાં શોકના પ્રસંગો અનેક આવે પણ તેને વારંવાર સંભારી શોક કરવો નહીં. તેથી નવા કર્મનો બંઘ થાય.
ઉપર જણાવેલ ઉત્તમ બોધ જ્ઞાની પુરુષોએ મને આપ્યો તે હું ભૂલીશ નહીં. પણ વારંવાર સ્મૃતિમાં લાવવા પ્રયત્ન કરીશ. ૭૩. જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની વૃષ્ટિએ જુઓ.
જગતમાં રહેલ પદાર્થોને પર્યાય દ્રષ્ટિથી જોતાં જીવને રાગદ્વેષ થાય, પણ તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિથી જોતાં રાગદ્વેષ ઘટે, છ દ્રવ્યોનું બનેલું આ વિશ્વ છે. જીવ, અજીવ, ઘર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે. તેમાં પોતે જીવ દ્રવ્ય છે. બીજા સર્વ દ્રવ્યોથી પોતાનું અસ્તિત્વ ભિન્ન છે. તો જેમ છે તેમ પોતાને, બીજા સર્વ જડ, ચેતન દ્રવ્યથી ભિન્ન માની પર પદાર્થને રાગદ્વેષરહિતપણે જોવાની દ્રષ્ટિ કેળવે તો પોતાના સ્વરૂપનું જીવને ભાન થાય અને પરિણામે સર્વ દુ:ખથી મુક્ત થઈ સિદ્ધદશાને પામે. ૭૪. શ્રી ગૌતમને થારવેદ પઠન કરેલા જોવાને શ્રીમતુ મહાવીર સ્વામીએ
સમ્યગ્નેત્ર આપ્યાં હતાં.
ઇન્દ્રભૂતિ ગૌતમ, ચારવેદ–છટ્વેદ, સામવેદ, યથર્વવેદ અને યજુર્વેદ ભણેલા હતા; મનમાં શંકા હતી કે આત્મા નામનો પદાર્થ હશે કે નહિં? પોતે પાંચસો શિષ્યના ગુરુ હોવા છતાં આત્માની શંકામાં ગળકા ખાતા હતા. ભગવાનની સાથે વાદવિવાદ કરવા આવ્યા હતા. એમની શંકાઓનું સમાધાન ભગવાને વેદના વાક્યોથી જ કર્યું. ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમસ્વામીને વેદ જોવા માટે સ્યાદ્વાદરૂપ સમ્યક્નત્ર આપ્યા હતા.
“ચાર વેદ પુરાણ આબ્દ, શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રીનંદીસૂત્રે ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.”
- શ્રીમદ્ રાજચંદ્ર