________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૬૦ / દેવદેવીની તુષમાનતાને શું કરીશું? માનો કે તમારું પુણ્ય હશે
ઇ તો તે તમને ચિંતામણિરત્ન આપી દે. પણ તે કેટલા ભવ માટે? આ ભવ પૂરતું જ. પુણ્ય પરવાર્યું કે એ પણ ખોવાઈ જશે, અને મનુષ્યભવ પુદ્ગલ પદાર્થોની લેવડદેવડમાં જ પૂરો થઈ જશે; આત્માર્થ રહી જશે. માટે દેવદેવીની તુષ્ટમાનતાને આપણે શું કરવી છે? લક્ષ્મી તો પુણ્યની દાસી છે. જગતના જીવોને રાજી રાખવાથી પણ શો લાભ? જો યશકર્મનો ઉદય હશે તો તમારા વખાણ થશે અને એ પણ એક ભવ પૂરતા જ. અહીંથી દેહ છોડી નરકમાં દુઃખ ભોગવતા હોઈશું, ત્યારે જગતના જીવો છોડાવવા આવે નહી. તથા અપયશ કર્મનો ઉદય હશે તો લોકોને ગમે તેટલું સારું દેખાડવા પ્રયત્ન કરીશું તો પણ આપણી નિંદા જ થશે.
તુષ્ટમાનતા તો સંપુરુષની જોઈએ. ‘સત્પુરુષની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.’ ‘ોક્ષમૂગુરુકૃપા' તે કૃપાને પ્રાપ્ત કરવા યોગ્યતા જોઈએ તે યોગ્યતા વિષયકષાયને મંદ કરવાથી આવે છે, માટે તેમના ઉપદેશથી વિષયકષાયના ભાવોને મંદ કરી સત્પરુષની તુષ્ટમાનતાને પ્રાપ્ત કરું
છાડા શેઠનું વૃષ્ટાંત:- વઢવાણમાં છાડાશેઠ રહેતા હતા. શેઠ પહેલા અત્યંત ગરીબ હતા. ધીરે ધીરે અઢળક સંપત્તિવાળા થયા. એમની કરોડપતિઓમાં ગણતરી થવા લાગી. સુખ દુઃખમાં તેઓ સમભાવવાળા હતા.
સાચો ઘર્મી કોણ? જે સુખ આવે ત્યારે છકી ન જાય અને દુઃખ આવે ત્યારે ડગી ન જાય.
છોડાશેઠ પાસે એક દક્ષિણાવર્ત શંખ હતો અને પાર્શ્વનાથ ભગવંતની લક્ષણવંતી મૂર્તિ હતી. આ બે વસ્તુના અધિષ્ઠાયક દેવો હતા.
એક રાત્રે શેઠને સ્વપ્નમાં બે દેવોએ આવી કહ્યું કે અમે દક્ષિણાવર્ત શંખ અને પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાના અધિષ્ઠાયક દેવો છીએ.
જ્યાં આ બે વસ્તુ રહે ત્યાં અમે રહીએ છીએ. ત્યાં નવે નિશાન સદા રહે છે. પણ શેઠ! હવે તમારું પુણ્ય પરવાર્યું છે માટે તમને કહેવા આવ્યા છીએ કે અમે જવાના છીએ.
ત્યારે શેઠ કહે : “ભલે ખુશીથી પથારો. મને તેની ચિંતા નથી. તમારા ચાલ્યા જવાથી મારું સઘળું ઘન ચાલ્યું જશે એની મને કંઈ ફિકર નથી. કારણ
૧૬૧
વચનામૃત વિવેચન કે જ્યાં સુધી મારા માથે જિનેશ્વરદેવ જેવા દેવ, પાંચ મહાવ્રતધારી / 0 નિગ્રંથગુરુઓ જેવા ગુરુ અને દયાથી ભરેલો જૈનધર્મ આ ત્રણની કૃપા છે ત્યાં સુધી મારું સઘળું ધન લૂંટાઈ જાય તોય મને તેની કોઈ પરવા નથી. દેવ ગુરુ અને ધર્મ એ જ મારું ખરું ઘન છે.
દેવ ગુરુ અને થર્મ જેવી ગંગા નદી મારી પાસે છે તો પછી તમે પવાલાપાણી જેવું મારું ધન લઈ જાઓ તેની મને શી ફિકર હોય! માટે તમે ખુશીથી જાઓ. મારી ચિંતા કરશો નહીં,
કુદરતી રીતે વસ્તુપાલ પાલીતાણાનો છરી પાળતો સંઘ લઈ વઢવાણ આવ્યા. છાડાશેઠે અંતરના ઉમળકાથી સંઘને જમવાનું આમંત્રણ આપ્યું. વસ્તુપાળે તે સ્વીકાર્યું. શેઠે સાધર્મિક ભક્તિ કરી. શેઠે સોનાના થાળમાં દક્ષિણાવર્ત શંખ અને પાર્શ્વનાથ પરમાત્માની મૂર્તિ લઈ વસ્તુપાળ મંત્રીશ્વરને કહ્યું કે એ બે વસ્તુ આપ સ્વીકારો.
મંત્રી બોલ્યા : શેઠ, આ શું કરો છો? આ બે વસ્તુઓ જવાથી તમારા ઘરમાંથી બધી સમૃદ્ધિ ચાલી જશે.
શેઠ કહે : હવે મારું પુણ્ય પરવાર્યું છે. માટે એ બે વસ્તુ તમારે ઉપયોગી થશે. આપના જેવા સુપાત્ર મને બીજા ક્યાં મળવાના છે? ઘણા આગ્રહે મંત્રીશ્વરે એ બે વસ્તુ સ્વીકારી. શેઠને સ્વપ્નમાં પેલા દેવોએ પાછા આવીને કહ્યું શેઠ! તમે તો અમને પુણ્યરૂપી સોનાની સાંકળે બાંધી લીધા છે. માટે હવે અમે જવાના નથી. એમ દેવ, ગુરુ, ઘર્મની તુષમાનતા જોઈએ. બીજા કોઈની તુષમાનતાની જરૂર નથી. - જીવનઘડતર પ્રવેશિકા ૫૫. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું.
હું એટલે મારો આત્મા તે જ્ઞાન દર્શન ચારિત્રમય પરમાત્મસ્વરૂપ છે. સતુ+ચિદુ+આનંદ એટલે દર્શન જ્ઞાન ચારિત્ર. તે આત્માનો જ સ્વભાવ છે. કોઈપણ દ્રવ્યનો સ્વભાવ કદી પણ નાશ પામતો નથી. તેથી નિશ્ચયનયથી જોતાં હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. ૫૬. એમ સમજો કે તમે તમારા આત્માના હિત માટે પરવરવાની
અભિલાષા રાખતા છતાં એથી નિરાશા પ્રાપ્ત થઈ તો તે પણ તમારું આત્મહિત જ છે.