________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૫૮ ( ઇચ્છાઓ શાંત થઈ ગઈ હોય તો કર્મની નિર્જરા માટે તપશ્ચર્યા
કરવી એ પણ ઉત્તમ છે. ૪૬. એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય.
જૈન દર્શનનો પ્રાણ સ્યાદ્વાદ છે; અર્થાતુ અનેકાંતવાદ અથવા અપેક્ષાવાદ છે. તે મૂકી દઈ પદાર્થના સ્વરૂપને એકાંતે કહેનાર જ્ઞાની ન કહી શકાય. પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણધર્માત્મક છે. તે દ્રવ્યના સર્વ ગુણોને યથાર્થ કહેવા માટે કે સમજવા માટે એક માત્ર સ્યાદ્વાદ જ તેનો ઉપાય છે. ૪૭, શુક્લ અંતઃકરણ વિના મારાં કથનને કોણ દાદ આપશે?
પરમકૃપાળુદેવ જણાવે છે કે શુક્લ એટલે પવિત્ર અંતઃકરણ થયા વિના મારા વૈરાગ્યમય વચનને કોણ દાદ આપશે. વિષયકષાયથી રહિત મન ન થાય ત્યાં સુધી જ્ઞાની પુરુષોના પવિત્ર વચનો પ્રત્યે જોઈએ તેવો આદરભાવ ઊપજે નહીં અને તે વચનો અંતરમાં સ્થાન પામે નહીં.. ૪૮. જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે.
જ્ઞાતકુળમાં ઉત્પન્ન થયેલ ભગવાન મહાવીરના કથનની જ બલિહારી છે. કેવળજ્ઞાનવડે સકળ વિશ્વનું સ્વરૂપ જોઈ ભગવંતે સર્વ પદાર્થના સ્વરૂપનું અનેકાંત દ્રષ્ટિએ અર્થાતુ સ્યાદ્વાદપૂર્વક સુમરીતે જે કથન કર્યું છે તેવું બીજા ઘર્મવાળા કોઈ કરી શક્યા નથી. ભગવાનની વાણી પૂર્વાપર અવિરોધ છે માટે જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. ૪૯. હું તમારી મૂર્ખતા પર હસું છું કે-નથી જાણતા ગુમ ચમત્કારને
છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા મારી પાસે કાં પઘારો?
હું તમારી મૂર્ખતા પર હસું છું કે તમે ગુપ્ત ચમત્કાર એવા આત્મતત્ત્વને તો જાણતા નથી છતાં ગુરુપદ એટલે મોટાઈ મેળવવા માટે મારી પાસે શા માટે આવો છો? કારણ સમ્યગ્દર્શન વગર અર્થાત્ આત્મતત્ત્વને અનુભવ્યા વગર કોઈપણ ગુણ યથાર્થ રીતે પ્રગટ થતો નથી. ૫૦. અહો! મને તો કૃતની જ મળતા જણાય છે, આ કેવી વિચિત્રતા
૧૫૯
વચનામૃત વિવેચન ઉપકારને ઓળવનાર જ મળે છે. અને કૃતઘ્નતા જેવો બીજો મોટો [. કોઈ દોષ કૃપાળુદેવને જણાતો નથી.
માટે કહ્યું છે કે કરેલા ઉપકારને કદી ઓળવવો નહીં; પણ તેનો પ્રત્યુપકાર વાળવા પ્રયત્ન કરવો. ૫૧. મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી, પરંતુ કંટાળો આપશો
તો હું સ્તબ્ધ થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં.
પરમકૃપાળુદેવની એવી ઇચ્છા નથી કે તમે બધા મારા પ્રત્યે રાગ રાખો પણ કંટાળો આપશો અર્થાતુ કોઈ રીતે પણ મને કનડગત કરશો તો હું જડ જેવો સ્તબ્ધ એટલે ચેષ્ટા વગરનો થઈ જઈશ અને એ મને પોસાશે પણ નહીં; અર્થાત્ મને મારી આત્મસ્થિરતામાં કોઈ વિનરૂપ થશો નહીં. ૫૨. હું કહું છું એમ કોઈ કરશો? મારું કહેલું સઘળું માન્ય રાખશો?
માાં કહેલાં ઘાકડે ઘાકડ પણ અંગીકૃત કરશો? હા હોય તો જ હે પુરુષ! તું મારી ઇચ્છા કરજે.
પરમકૃપાળુદેવ મુમુક્ષુને સંબોધન કરીને કહે છે કે હે સહુરુષ! તને સત્ પ્રાપ્ત કરવાની ઇચ્છા થઈ હોય તો હું કહું છું તેમ કરવા તૈયાર છો? મારું કહેલું બધું માન્ય રાખશો? મારા કહેલાં વચનોને ઘાકડે ઘાકડ એટલે હું જેમ કહ્યું છું તેમ અક્ષરે અક્ષર માનવા તૈયાર છ?
ઉપર કહેલી વાતોમાં તારી હા હોય તો જ હે સત્ પ્રાપ્ત કરવાના ઇચ્છુક એવા સપુરુષ મારી ઇચ્છા કરજે; નહીં તો નહીં. કારણ મારા કહ્યા પ્રમાણે વર્તન કરવું ન હોય તો અમૂલ્ય એવો મારો સમય બગાડીશ નહીં. ૫૩. સંસારી જીવોએ પોતાના લાભને માટે દ્રવ્યરૂપે મને હસતો રમતો
મનુષ્ય લીલામય કર્યો!
પરમકૃપાળુદેવ સદા સ્વરૂપમાં રમનાર હોવાથી, ભાવથી તો અશરીરી છે છતાં ભરતક્ષેત્રમાં રહેલા ભવ્ય જીવોએ પોતાના કલ્યાણને માટે આપને મનુષ્ય દેહરૂપે હસતા રમતા લીલામય કર્યા; અર્થાત્ અમારા પુણ્યના ઉદય વાનીમારી કોયલના દૃષ્ટાંતે આપને અહીં જન્મ લેવો પડ્યો. ૫૪. દેવદેવીની તુષમાનતાને શું કરીશું? જગતની તુષમાનતાને શું
કરીશું? તુષમાનતા પુરુષની ઇચ્છો.
પરમકૃપાળુદેવ જણાવે છે કે આવા ભયંકર ઠંડા અવસર્પિણી કાળમાં આ કેવી વિચિત્રતા છે કે મને તો કૃતની જ મળતા જણાય છે; અર્થાત્ કરેલા