________________
૧૩૨
૧૩૩
વચનામૃત વિવેચન એક દિવસે એમ વિચાર્યું કે આજે તો માથું ઘાલીને જ જોઉં. / 1 તેથી શીંગડામાં માથું ઘાલ્યું. ભેંસ ભડકી અને શેઠ ઉછળીને દૂર ક પડ્યા.
શ્રીમદ્ રાજચંદ્ર / પામે તેમ વાંચવું. જ્ઞાનીનું હૃદય સમજાય તો અભિન્નભાવ થાય.' દ એટલે મારું સ્વરૂપ પણ જ્ઞાની પુરુષના જેવું જ છે એમ મનાય.
(પૃ.૬૮) ૪. જે કૃત્યમાં પરિણામે દુઃખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર
કરો.
જે કામ કરવાથી, તેના પરિણામમાં એટલે ફળમાં દુઃખ આવશે એમ લાગતું હોય તો પ્રથમથી જ તે કાર્યને સન્માન આપવું નહીં; અર્થાત્ તે કાર્ય કરવું નહીં. કોઈ પણ કાર્ય સ્વ કે પરને દુઃખનું કારણ થતું હોય તો તે કરવા યોગ્ય નથી. માટે પરમકૃપાળુદેવે પત્રાંક ૮૪માં જણાવ્યું કે
“પારિણામિક વિચારવાળો થા’ -શ્રીમદ્ રાજચંદ્ર
અર્થાત્ પ્રત્યેક કાર્યનું પરિણામ એટલે ફળ, તેનો પ્રથમ વિચાર કરીને પછી આગળનું પગલું ભરવું.
શેઠનું વૃષ્ટાંત :- એક શેઠ રોજ ઓટલા ઉપર બેસતા. સવારમાં ત્યાં થઈને ભેંસો પાણી પીવા જાય. એક ભેંસના શીંગડા વાંકા હતા. શેઠે વિચાર્યું કે આ શીંગડામાં માથું ઘાલ્યું હોય તો આવે કે નહીં. એમ છ મહિના સુધી રોજ વિચાર કર્યો.
બીજાએ આવી ઘરે લાવ્યા અને પૂછયું– ભલા માણસ જરા વિચાર તો કરવો હતો કે આમ તે કંઈ કરાય. ત્યારે શેઠ કહે – મેં છ મહિના સુધી વિચાર કરીને આ કામ કર્યું છે.
એમ સ્વચ્છેદે વિચાર કરવા નહીં. પણ જ્ઞાની પુરુષના બોઘના આધારે સવળા વિચાર કરવા કે આ કામ કરવામાં જ્ઞાની પુરુષની આશા છે કે નહીં, પછી કાર્યનો પ્રારંભ કરવો. એમ કરવાથી દરેક કાર્યનું પરિણામ સારું જ આવશે. ૫. કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો
નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે.
કોઈને પણ અંતઃકરણની વાત જણાવશો નહીં. પણ સાવ નજીકના વિશ્વાસુ સગાંસંબંધીઓ કે મિત્રને જો વાત જણાવો તો તેનાથી કોઈ વાત છુપાવશો નહીં. સઘળી વાત જણાવવાથી તે પણ તેનો પૂરો ઉકેલ વિચારી શકે. અધૂરી વાત જણાવવાથી અથવા અમુક બાબતમાં તેમનાથી ભિન્નતા રાખવાથી તેના આગળ અંતર ખોલ્યું તે ન ખોલવા બરાબર છે. આ કાળમાં જ્ઞાનીપુરુષ સિવાય કોઈને પોતાના દોષ જણાવવા યોગ્ય નથી.