________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩૦
એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મૂઓ, એક મૂએલો ૐ અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે.
કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી, મૂર્ખ રાજગાદી ૫૨ ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે!
આમ આખા જગતની વિચિત્રતા ભિન્નભિન્ન પ્રકારે તમે જુઓ છો; એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે?
પોતાના બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે.'' (પૃ.૫૯)
૨. એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો.
એકાંતભાવી એટલે એકાંતે અર્થાત્ સ્યાદ્વાદ રહિત વસ્તુના સ્વરૂપને ભાવવાવાળા એટલે માનવાવાળા એવા બૌદ્ધ કે સાંખ્ય આદિ મતવાદીઓને અથવા એક જ પક્ષને સાંભળી ન્યાય આપનાર એવા એકાંત ન્યાયદોષને સન્માન આપવું નહીં. એમ કરવાથી મિથ્યાત્વને પોષણ મળે છે, અને પોતાનું સમકિત મલીન થાય છે. માટે અનંત ગુણધર્માત્મક પ્રત્યેક વસ્તુને સ્યાદ્વાદપૂર્વક જોવાની દૃષ્ટિ કેળવું અને સ્યાદ્વાદથી યુક્ત વીતરાગ ધર્મને સન્માન આપ્યું.
બે માતાનું દૃષ્ટાંત :– બે માતાની વચ્ચે એક જ પુત્ર હતો. ઓરમાન માતા કહે—આ પુત્ર મારો છે. સગી માતા કહે આ પુત્ર મારો છે.
વચનામૃત વિવેચન
બન્નેને વાદવિવાદ થયો પછી ન્યાય કરાવવા બન્ને રાજા
પાસે ગઈ. રાજા વિચારમાં પડ્યો કે ન્યાય કેવી રીતે કરવો? મંત્રીએ વિચાર કરી રાજાને જણાવ્યું કે પુત્રના બે ટુકડા કરી બન્નેને આપી દ્યો. ત્યારે સગી માતા બોલી કે આના ટૂકડા કરશો નહીં. ભલે પેલીને આપી દો. ખરી માતા હતી તેને એવી દાઝ આવી તેથી એમ નિર્ણય કર્યો તેથી એ જ એની ખરી માતા છે પછી પુત્ર ખરી માતાને સોંપ્યો. એમ એકાંત ન્યાયદોષને સન્માન ન આપતાં બન્નેની વાત પૂરી સાંભળીને ન્યાય કરવો જોઈએ.
3.
૧૩૧
કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સત્પુરુષનો સમાગમ અવશ્ય સેવવો ઘટે છે. કોઈનો પણ આ કાળમાં સમાગમ કરવા યોગ્ય નથી. જ્યાં જોઈએ ત્યાં મોટે ભાગે કુસંગ કે અસત્સંગ જ જોવા મળે છે. આત્માને સત્ય રંગ ચઢાવે એવો સંગ જોવા મળતો નથી.
જો પોતાના આત્મસ્વરૂપમાં રહી શકાતું હોય તો કોઈનો પણ સમાગમ કરવા યોગ્ય નથી. પણ એવી દશા જ્યાં સુધી પ્રગટી નથી ત્યાં સુધી આત્મજ્ઞાની મહાપુરુષોનો સમાગમ કરવા યોગ્ય છે. તેની પણ આ કાળમાં દુર્લભતા હોવાથી તેમના ઉપદેશેલા સત્શાસ્ત્રનો સમાગમ પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી કર્તવ્ય છે. જાણે કે એ મહાપુરુષો આપણને કહી રહ્યા છે અને હું મારા નેત્ર વડે તેમના ઉપદેશના ભાવને સમજી રહ્યો છું. એમ કરવાથી પણ જ્ઞાનીપુરુષનો પ્રત્યક્ષ જેવો લાભ મેળવી શકાય છે.
‘બોધામૃત ભાગ-૧’ માંથી :
“સત્સંગ ન હોય ત્યારે બીજા સમાગમ કરતાં પુસ્તકનો સમાગમ કરવો. કૃપાળુદેવ મને જ કહે છે એવો લક્ષ રાખીને વાંચવું. નિરંત સત્સંગની ભાવના રાખવી. સત્સંગની જરૂર છે. બીજા કોઈના સંગમાં પડવું નહીં. સત્પુરુષ ઉપર શ્રદ્ધા અને નિઃસ્પૃહતા એ બેની જરૂર છે. ‘વીશ દોહરા’ અપૂર્વ વસ્તુ છે. કૃપાળુદેવ પાસે જ બેઠા છે, એવો ભાવ રાખીને ભક્તિ કરવી.'' (પૃ.૬૯)
“મહાપુરુષની દશા એને સમજાય તો અપૂર્વતા લાગે, રોજ થોડો વખત અવકાશ મળે ત્યારે નિયમિત વાંચવું. આત્માને ખોરાક મળે એવું છે. મહાપુરુષનાં વચનો આત્મામાં કોતરી રાખવાં. થોડું વાંચીને પણ વસ્તુ સમજાય, વિસ્તાર