SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩૪ ૬. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે; એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે. જેમકે શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર શ્રી ભરત મહારાજ કે મહાત્મા શ્રીકૃષ્ણ સમ્યદૃષ્ટિ હોવાથી સંસારમાં ઉદયાથીન ભોગોને ભોગવતા છતાં, નવીન કર્મની વૃદ્ધિ કરતા નથી. કેમકે તેમને ભોગોમાં આસક્તિ નથી, પણ વિરક્તભાવ છે. જ્યારે કુંડરિક જેવાએ દીક્ષા લીધાથી ભોગોને નથી ભોગવતો, છતાં અંતરમાં રહેલ ભોગો પ્રત્યેની આસક્તિને લીધે નિરંતર કર્મની વૃદ્ધિ કરે છે. માટે એ આશ્ચર્યની વાત છે કે એક ભોગ ભોગવે છે છતાં કર્મ બાંધતા નથી; અને એક નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે; એનું શું કારણ? તો કે— ‘શુભાશુભ પરિણામની ધારા ઉપર બંઘ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી.' શ્રીમદ્ રાજચંદ્ર ‘શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : પુંડરિક કુંડરિકનું દૃષ્ટાંત :- મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણી નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્ત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતા ત્યાં આવ્યા. મુનિના વૈરાગ્ય વચનામૃતથી કુંડરીક દીક્ષાનુરક્ત થયો; અને ઘરે આવ્યા પછી પુંડરિકને રાજ સોંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસનીરસ આહાર કરતાં થોડા કાળે તે રોગગ્રસ્ત થયો; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયો. પુંડરિકિણી મહા નગરીની અશોકવાડીમાં આવીને એણે ઓઘો મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. ૧૩૫ વચનામૃત વિવેચન નિરંતર તે પરિચિંતવન કરવા માંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહીં આપે? E વનરક્ષકે કુંડરિકને ઓળખ્યો. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલવ્યાકુલ થતો તમારો ભાઈ અશોક બાગમાં રહ્યો છે. પુંડરિકે આવી કુંડરિકના મનોભાવ જોયા; અને તેને ચારિત્રથી ડોલતો જોઈ કેટલોક ઉપદેશ આપી પછી રાજ સોંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તે સહસ્ર વર્ષ પ્રવજ્યા પાળી પતિત થયો તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી કરીને તે બહુ પીડાયો અને વમન થયું; અભાવથી પાસે કોઈ આવ્યું નહીં, એથી તેના મનમાં પ્રચંડભાવ આવ્યો. તેણે નિશ્ચય કર્યો કે, આ દરદથી મને જો શાંતિ થાય તો પછી પ્રભાતે એ સઘળાંને હું જોઈ લઈશ. એવા મહા દુર્ધ્યાનથી મરીને સાતમી નરકે તે અપયઠાંણ પાથડે તેત્રીશ સાગરોપમને આયુષ્ય અનંત દુઃખમાં જઈ ઊપજ્યો. કેવાં વિપરીત આસ્રવદ્વાર !! (પૃ.૫૪) ૩. યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. યોગાનુયોગ એટલે કોઈના સહજ મેળાપથી, વિશેષ પ્રયત્ન કર્યા વિના કાર્યનું સિદ્ધ થવું તે. જેમકે શ્રી અંબાલાલભાઈના નિમિત્તે યોગાનુયોગે ૫.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવના સમાગમનો યોગ સહેજે બની આવ્યો અને તેમના આત્મજ્ઞાનનું તે કારણ થયું. તે વિષે ઉપદેશામૃતમાં પ.પૂ.પ્રભુશ્રીજીના જીવનચરિત્રમાં આવે છે કે—
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy