________________
૧૨૩
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨૨ ૧૦૩. બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ તેની મને કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્રા
જ્ઞાનીઓએ પ્રશંસી છે.
જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ ક્યાં હોય તે જણાવ્યું છે. લૌકિક દ્રષ્ટિમાં જીવોને મોટો અમલદાર હોય કે રાજાની રાણી હોય તેનું માહાલ્ય હોય છે. તે જ્ઞાનીને હોતું નથી. કોઈ રંક હો કે તિર્યંચ હો કે ગમે તે હોય પણ બાહ્ય સામગ્રી તરફ જ્ઞાની જોતાં નથી, પણ પરમાર્થ માર્ગ પામવા માટે તેની કેટલી યોગ્યતા છે તે તરફ તેમનો લક્ષ હોય છે. જ્ઞાની તે જ જુએ છે.
મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છેઃ નીતિ, સદાચરણ, વિનયાદિ જે ગુણો છે તે પરમાર્થ પામવામાં મદદગાર છે, તેથી એવા ગુણોવાળી બાઈ હોય તેને જ્ઞાનીઓએ પ્રશંસી છે. આ કહ્યું તેનો ભાવ વધારે સ્પષ્ટ રીતે નીચેના પુષ્પમાં જણાવે છે. ૧૦૪, સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો
હે બાઈ, તમને હું વંદન કરું છું.
લોકોનો મોહ શામાં હોય અથવા લોકો શાને વખાણે છે? તો કે કોઈ ઉત્તમ કુળ કે જાતિનો હોય, અથવા રૂપ, બળ, લક્ષ્મી, ત૫, વિદ્યા, ઐશ્વર્ય આદિ મદના કારણો જેની પાસે હોય ત્યાં લોકોની વૃત્તિ ઠરે છે અને તેને વખાણે છે. પણ જ્ઞાનીઓએ એને દોષના કારણ કહ્યાં છે. માટે હે બાઈ, સગુણ વડે જો તું જગતમાં પ્રખ્યાત હો તો હું તને વંદન કરું છું એમ જ્ઞાની પુરુષો કહે છે. સંસ્કૃતમાં કહેવત છે કે –“TTI: પૂનાસ્થાને જુગપુ ર્જિા ન વ વવ:” વેશ કે મોટી ઉંમર હોય તે પૂજાનું સ્થાન નથી, પણ સદ્ગણો જ પૂજાનું સ્થાન છે. ૧૦૫. બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી
ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવજો. ભક્તિ કેવી રીતે કરવી તે કહે છે. કેવા ભાવ કરવા તે કહે છે.
બહુમાન - પોતાની લઘુતા અને પરમાત્માની મહત્તા એ બે ગુણ હોય ત્યારે ભક્તિ થાય છે. “અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ.” એમાં બહુમાનપણું છે.
પુષ્પમાળા વિવેચન નમ્રભાવ - એટલે માનનો અભાવ, લધુત્વભાવ અથવા $ વિનય એ ઘર્મનું મૂળ છે. પ્રભુશ્રીજી કહે : “વનો વેરીને વશ કરે.’ નમ્યો તે પરમેશ્વને ગમ્યો.” નમસ્કારથી જીવ ઘર્મ પામે છે. ચાર પ્રકારે જીવ ઘર્મ પામે છે. (૧) નમસ્કાર, (૨) દાન–આહારદાન, ઔષથદાન, શાનદાન, અભયદાન. (૩) વિનય, (૪) બોધ. મુખ્યત્વે બોઘથી જીવ ઘર્મ પામે છે.
વિશુદ્ધ અંતઃકરણ - કષાયની ઉપશાંતતાથી થાય છે ‘ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું.”
પરમાત્માના ગુણ ચિંતવનરૂપ ભક્તિના અંગ - ભગવાનના ઉપદેશનું શ્રવણ, મનન, કીર્તન એટલે ભગવાનના ગુણ ગાવા તે.
પૂજા-અર્ચા - એક જ છે. અંગ અને અગ્ર પૂજા. એમ પૂજાના બે પ્રકાર છે.
ભગવાનની આગળ દીવો, ધૂપ, નૈવેદ્ય વગેરે જે મૂકે તે અગ્રપૂજા છે. અને ભગવાનની સ્નાન, વિલેપન, પુષ્પાદિકથી જે પૂજા કરે તે અંગપૂજા કહેવાય છે. પૂજા નિમિત્તે ભગવાનના અંગોનો સ્પર્શ કરે ત્યારે ભગવાને તે તે અંગોને કેવા પરમાર્થે વાપર્યા છે તેનો ખ્યાલ સ્મૃતિમાં આવતાં તેમના પ્રત્યે ભક્તિ પ્રગટે છે. તે અંગપૂજા આ પ્રમાણે છે :
નવાંગ પૂજાના દોહા જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત; ઋષભ-ચરણ-અંગૂઠડો, દાયક ભવજલ-અંત. ૧ જાનુ બળે કાઉસ્સગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ; ખડા ખડા કેવળ કહ્યું, પૂજો જાનુ નરેશ. ૨ લોકાંતિક વચને કરી, વરસ્યો વર્ષીદાન; કર-કાંડે પ્રભુ-પૂજના, પૂજો ભવિ બહુમાન. ૩ માન ગયું હોય અંશથી, દેખી વીર્ય અનંત; ભુજબળે ભવજળ તર્યા, પૂજો સ્કંથ મહંત. ૪ સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસિયા તિણે કારણ ભવિ, શિર શિખા-પૂજંત; ૫