________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨૦ / T (ભગવાનને જે કહેવું હોય તેને આધુનિક મુનિઓ બીજું સમજી
જ ભગવાનનું નામ દઈને કહે) સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. જ્યારે અમે મુનિ થઈશું ત્યારે) સૂત્ર અને તેના પડખાં બઘાય જણાયાં છે.” એવી કંઈક આત્મિક શક્તિની નિર્મળતા થઈ હોય તો—આનંદ માનજે. ૧૦૧, અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિનો ઉપયોગ કરીશ નહીં, -
મર્યાદાલોપનથી કરવો પડે તો પાપભીરું રહેજે.
મન વચન કાયાની સામગ્રી મળી છે તેને સ્વપરના હિતમાં વપરાય તો યોગ્ય ઉપયોગ કર્યો કહેવાય. પણ તેથી ઊલટું પોતાને હિત ન થાય અને પરને પણ હિત ન થાય તેવી રીતે કોઈપણ શક્તિનો ઉપયોગ કરવા યોગ્ય નથી. તેમજ તે શક્તિઓ વડે જો પોતાનું બૂરું થાય કે પરનું બૂરું થાય તો તે જરૂર ન જ કરવું. મહાપુરુષોનો દેહ સ્વ અને પરના કલ્યાણને અર્થે વપરાય છે. તેમની શક્તિ તે સઉપયોગમાં વપરાય છે. સામાન્ય સારા ગણાતા માણસો કે જેને સમ્યગ્દર્શન થયું નથી તે પરોપકાર વગેરેમાં પ્રવર્તે છે. અને પોતાને જેવું સમજાય તેવા પ્રકારનું બીજાનું હિત કરે છે. પણ પ્રમાદી જીવ હોય તે પોતાનું હિત કરી શકતા નથી અને પરનું પણ કરી શકતા નથી. અને દુષ્ટ જીવો પોતાનું અહિત કરે છે અને બીજાનું પણ અહિત કરે છે. આવી જગતની સ્થિતિ છે. તેથી સન્માર્ગને જે ઇચ્છે તેને ઉપદેશ આપે છે કે અયોગ્ય રીતે તારી શક્તિનો ઉપયોગ કરીશ નહીં; પણ પરાધીનતાને લઈને કોઈના રાજા આદિના બળાત્કારે કે કોઈની શરમમાં તણાઈને જેમ કે કોઈ સગાંવહાલાંએ કહ્યું હોય કે આટલી સાક્ષી પૂરશો વગેરે એમ અનેક પ્રકારે પોતાની શક્તિનો દુરુપયોગ થાય તેમ કરવું પડે તો પાપ થાય છે, પાપનું ફળ મારે ભોગવવું પડશે, એમ વિચારીને ડરતો રહેજે.
મર્યાદાલોપનથી - નીતિ આદિની જે મર્યાદા છે તેનો લોપ એટલે ઉલ્લંઘન કરવું પડે, કોઈના ત્રાસ કે શરમ આદિથી જેમકે કોઈ ઉપકારી હોય તેણે કોઈ અનીતિનું વર્તન કરવા કહ્યું હોય તો તેના દાબથી-તેજથી તણાઈ જાય તે શરમ. ત્રાસથી એટલે દબાણથી-પરાણે કરવું પડતું હોય એની ઈજ્જત રાખવા માટે, તો પાપભીરું રહેજે. તે પાપ કરતાં મનથી ખેદ રાખજે. ટૂંકામાં કહેવું કે ખોટાને કદી સાચું માનીશ નહીં. જેમ કોઈ જૂઠું બોલતો હોય અને પરોપકાર માનતો હોય તો પાપભીરુ રહેવા કહે છે. ફરીથી એવું પાપ ન થાય તેની કાળજી રાખવા જણાવે છે.
૧૨૧
પુષ્પમાળા વિવેચન ૧૦૨. સરળતા એ ઘર્મનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા /
સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે.
સરળતા એટલે નિષ્કપટપણું, માયા કપટનો અભાવ. કોઈનું કહેલું માને એવો સ્વભાવ. મનમાં બીજો ભાવ નહીં એવો સીધો માણસ. મન વચન કાયાની એકતા. તે હા એ હા કહેતો હોય પણ એના મનમાં બેસી ગયેલું હોય. આ ગુણથી સપુરુષના યોગે સમકિત થઈ જાય. સમકિત એવાને વહેલું થાય કારણકે સપુરુષનો એને વિશ્વાસ બેસી જાય, કેમકે સરળ પરિણામ છે. એને કોઈ વિકલ્પો ઊઠતા નથી. વિકલ્પી જીવોને વાર લાગે. પુરુષને સારું લગાડવા હા, હા કરતો હોય તેમાં સરળતા નથી. આ બોથ ગ્રહણ કરવા માટેની વાત કહી. બોધ ગ્રહણ કરવામાં સરળતા કામ આવે છે.
વળી જવું હૃદયમાં હોય તેવું જ કહેવું તે પણ સરળતા કહેવાય. કપટી માણસ પોતાની છુપાવેલી હૃદયની વાત કોઈ જાણી ન જાય માટે અનેક પ્રકારની વાગુજાલ કે હાવભાવથી સરળતાનો દેખાવ કરે છે. તે મોઢે કહે કે મારે કંઈ નથી હોં, મારું દિલ ચોખું છે; અને અંદર સ્વાર્થ સાધવાનો વિચાર હોય. પ્રજ્ઞા વગરની સરળતા હોય તો બીજાના દોષો પણ જીવો ઉઘાડા પાડે અથવા પોતાના દોષો પોતાને કે પરને હિતકારી થશે કે નહીં તે વિચાર્યા વિના કહ્યા કરે. એવી ભૂલ ન થવા માટે પ્રજ્ઞા વગરની સરળતામાં જો કુબોધ ગ્રહણ કરે અને માની લે તો સહેજે મિથ્યાત્વમાં જ રહ્યા કરે. માટે પ્રજ્ઞાસહ સરળતા સેવવી.
ભોળાભાવે શું પરિણામ આવશે તે જાણ્યા વિના કોઈની વાત છૂપાવવા યોગ્ય હોય તેને કહી દે, કોઈનો દોષ ઉઘાડો પડતાં તે માણસ આપઘાત કરી બેસે, અથવા આપઘાત ન કરે તો કલંકવાળી આખી જિંદગી તેને દુઃસહ થઈ પડે. સ્ત્રી-પુરુષ એકબીજાની ગુસવાત જાણતા હોય ને તે ગુપ્ત વાત સરળપણે મૂર્ણપણાથી બહાર પાડે તો દુ:ખનું કારણ થઈ જાય.
બીજી પ્રજ્ઞા સહિત સરળતામાં–“પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે.” એટલે સસ્તુરુષનું વચન સમજી, એ જ મને હિતકારી છે એમ જાણી પરિણામ પમાડે, જીવનમાં ઉતારી દે તો દિવસ કે જિંદગી સફળ થઈ જાય. પ્રભુશ્રીજી કહેતા કે “પકડ કરવાની છે.” એ સરળ ગુણથી થાય છે. જેનામાં એ ગુણ હોય તેને ઝટ પકડ થઈ જાય છે. માટે સરળતાને પરમકૃપાળુદેવે ઘર્મનું બીજ કહ્યું છે.