SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૧૮ ખરીદી લે તો તને નરકે જવું ન પડે. “વ્રતધારી હોય તે નરકે જાય → નહીં.’’ એવો સિદ્ધાંત ભગવાને જણાવ્યો હતો. બે ઘડી પણ એને વ્રત આવ્યું હોય તો તે નરકે ન જાય. પણ શ્રેણિક રાજાએ નર–આયુ બાંધેલું હતું એટલે એને એટલી સ્થિરતા પણ રહે નહીં. શ્રેણિકના રાજ્ય જેવું મોટું રાજ્ય મળ્યું હોય પણ જો આત્મસ્થિરતા ન રહેતી હોય તો તેની કંઈ કિંમત નથી. પુદ્ગલિક ઇચ્છાથી આત્મા મલિન થાય છે. આત્મા મલિન થયો એટલે તેનો દિવસ પણ મલિન થઈ જ ગયો, એમ વિશેષ ઉપાધિવાળું રાજસુખ હોય તો પણ મેળવી આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ૯૮. કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતાનિરુપયોગી પણ, (આત્માને હિતકારી છે.) અપ્રિય વચન સાંભળે ત્યારે સાધારણ રીતે ક્રોધ થઈ જાય છે. ક્રોધના આવેશમાં ગમે તેવું અવિચારી કામ જીવ કરી બેસે છે, તેનો ઉપાય બતાવે છે કે કોઈનું વચન કડવું આપણને લાગ્યું કે તે વખતે સહનશીલતા સંભારવી. જેમ સામાન્ય રીતે ક્રોધ એકદમ થઈ આવે છે તેમ સહનશીલતા સાંભરી આવે તેવી ટેવ પાડી મૂકવી. નિરુપયોગી પણ :- આપણે સહન કર્યા જઈએ અને સામો માણસ નિર્બળ જાણીને વિશેષ વિશેષ સતાવતો જાય તો પણ સહનશીલતા આત્માને હિતકારી છે. અત્યારે સહનશીલતા રાખી તેનું કંઈ ફળ ન દેખાય—નિરુપયોગી જણાય, તો પણ ક્રોધ કરીને જે કર્મ બાંધ્યા હોત કે કંઈ અવિચારી બોલી ગયો હોત, કે એવી કોઈ ચેષ્ટા થઈ ગઈ હોત કે જે આખી જિંદગી પોતાને સાલત તેનાથી તો બચી જાય છે ને? ભલે સામા વ્યક્તિ પર કંઈ અસર ન થાય અને પોતાને દુઃખ ભોગવવું પડે પણ એનું ફળ તો બન્ને પક્ષે હિતકારી છે. આ ક્રોધ કરે તો સામાનો ક્રોધ પણ વધી જાય; તેથી ક્રોધ ન કરવો તેને હિતકારી કહ્યો. બહુ ક્રોધ કરે તો વેરનું સ્વરૂપ પણ પકડે, સાથે પરભવમાં પણ લઈ જાય અને ભવોભવ ભોગવવું પડે. માટે જ્ઞાનીપુરુષોએ અટકાવ્યા કે કષાયમાં દોડ કરવા કરતાં ઊભો રહે; ખમી ખૂંદ. ૯૯. દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. પુષ્પમાળા વિવેચન આખો દિવસ ગયો તે તપાસતાં એને ખબર પડે કે આ પ્રકારે આપણે દિવસ ગાળ્યો. તેમાં કંઈ ભૂલ થઈ હોય તે પણ નજરે આવે. આપણે લપસી જઈએ ત્યારે કોઈ હસે છે, તેમ તારી ભૂલો જોઈને તું હસજે અર્થાત્ પશ્ચાત્તાપ કરજે કે તને આવું ચાલતાં આવડે છે કે તું લપસી જાય છે? માટે ફરીથી તેવી ભૂલો ન થાય તે લક્ષમાં રાખજે. ત્રીજા પુષ્પમાં આ વાત કહી હતી કે ‘નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો.’’ એને સંભાર સંભાર ન કરો. પણ અહીં અલંકારિક રીતે ફરી કહી છે કે— આમાંથી શિખામણ એટલી લેવાની કે ફરી એવી ભૂલ ન થાય—તે માટે લક્ષ રાખજે. ૧૦૦, આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક શક્તિ ઉજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો તે તે, ૧૧૯ “સફળ થયેલા વખતને માટે આનંદ માનો''—પુષ્પ ૩જું. આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય એટલે જ્ઞાની પુરુષોનાં વચનોનો હૃદયમાં વિસ્તાર થાય, તેમાં ઊંડુ ઉતરાય, તેનું માહાત્મ્ય લાગે, તેવી કુશળ બુદ્ધિ કરી હોય તો આનંદ માનજે. જેમકે કૃપાળુદેવ મહાવીર ભગવાનના હૃદયમાં શી વાત હતી તે પકડી લાવે. તેમ કૃપાળુદેવના એક વચન ઉપરથી એમનો આશય શું હતો તે સમજી જાય તેવી તીક્ષ્ણ બુદ્ધિ થઈ હોય તો આનંદ માનજે એમ કહે છે. આત્મિક શક્તિ ઉજવાળી હોય તો – પરમકૃપાળુદેવની કેવી આત્મિક શક્તિઓ પ્રગટી હતી તે કહે છે. વચનામૃત પત્રાંક ૧૭૦માં પૃ.૨૫૦ ઉપર ૧૧મા ગુણસ્થાનકથી જીવ પડે છે તે સંબંધી પરમકૃપાળુદેવ લખે છે કે “આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કંઈ બાધ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. ૧૦પૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. (૯ પૂર્વધારી સુધી મિથ્યાત્વી હોઈ શકે. ૧૦ પૂર્વધારી સમકિતી અવશ્ય હોય છે.) એણે તો ઘણુંએ કહ્યું હતું; પણ રહ્યું છે થોડું (શાસ્ત્ર થોડા) અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં (કૃપાળુદેવ) છે. બાકીના ગુફામાં છે. કોઈ કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી.
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy