SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ઈશ્વરને અર્ષ્યા વિના, કરે નહિ જળપાન; સર્વ સમર્પે જે ગ્રહે, તે ઈશ્વર પ્રણિધાન. ૬ ૧૧૬ શ્રી જુઠાભાઈ પરના પત્રમાં પ્રત્યેક કાર્ય કરતા પહેલાં પ્રભુને સંભારવા. એ વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે “ નિરંતર સમાધિભાવમાં રહો. હું તમારી સમીપ બેઠો છું એમ સમજો. દેહદર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર રહો. સમીપ જ છું એમ ગણી શોક ઘટાડો. (મુમુક્ષુની દશા કેવી હોય છે કે એને ઘડીવાર સત્પુરુષ વગર ગમે નહીં. એમ કહે છે. તુંહી તુંહીની રટના રહે છે.)જરૂર ઘટાડો. આરોગ્યતા વધશે, જિંદગીની સંભાળ રાખો. હમણાં દેહત્યાગનો ભય ન સમજો. (દેહ છૂટી જશે ને સત્પુરુષ આઘા છે એમ ન સમજો.) એવો વખત હશે તો અને જ્ઞાની–સ્પૃશ્ય હશે તો (જ્ઞાનીને જણાશે તો) જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળશે. (જ્ઞાની જણાવવા જેવું હશે તે તો જણાવશે કે આવી પહોંચશે.) હમણાં તો તેમ નથી. તે પુરુષને પ્રત્યેક લઘુકામના આરંભમાં પણ સંભારો. (ઈશ્વર અર્પણ કોઈપણ કામ કરતા પહેલાં) સમીપ જ છે. જ્ઞાની-દૃશ્ય તો થોડો વખત વિયોગ રહી (ઈશ્વરેચ્છા હશે તો) સંયોગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે.’’ સત્પુરુષને ભૂલવા નહીં તે પ્રણિધાન છે અથવા ઈશ્વરધ્યાન છે. - શ્રી યશોવિજયજી ૯૪. કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરો, સદ્ગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. આ વાક્યમાં નમસ્કાર કરવા યોગ્ય સત્પુરુષની દશા કહી. તેનું વિસ્તારથી વિવેચન ‘‘સુખ વિષે વિચાર’’નામના છ પાઠોમાં મોક્ષમાળામાં છે. ત્યાં સત્પુરુષની જ્ઞાન વૈરાગ્યમય દશા પામીને પણ પરોપકાર દૃષ્ટિએ થોડા વખત માટે તેમણે ગૃહસ્થપણું સ્વીકાર્યું છે; એમ ત્યાં જણાવ્યું છે. ગૃહસ્થાવસ્થામાં બધા સ્ત્રી, પુત્ર, પોતે, નોકર વગેરે શું શું ને કેવી રીતે કામ કરે છે તે જણાવ્યું છે. ધર્મનું કામ મુખ્યત્વે પોતે ને પોતાની પત્ની કરે છે, તે જણાવ્યું છે; અને મુનિપણાનો ધ્યેય રાખ્યો છે. સર્વ સંગ પરિત્યાગ કર્યા વિના સાચું સુખ નથી, એ સૂત્ર મનમાં ઘારીને કામ કરે છે. ૧૧૭ પુષ્પમાળા વિવેચન ૯૫. એ સર્વ લક્ષણ સંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. ૯૩, ૯૪ પુષ્પમાં કહી એવી દશા જેને પ્રાપ્ત કરેલી છે તેને વંદન કરવા યોગ્ય કહ્યાં. અને આ ૯૫માં પુષ્પમાં તેને માટે જે કુશળતાથી પ્રયત્ન કરે છે તેની દશા આપણે માનનીય છે એટલે આદરણીય છે અર્થાત્ આપણે પણ તેવું જ કરવું છે. “પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર.’’ આમાં ઉપરના પુષ્પની જેમ બેનું વર્ણન છે. પરમકૃપાળુદેવના આ વચનોમાં એકની પરિપક્વ દશા છે અને બીજાની સાધક દશા છે. સાધકનો નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે. લક્ષ સ્વરૂપમાં રમણતા કરવાનો જ છે. માત્ર કર્મને લઈને તે સમાધિ નિરંતર સર્વકાળ-ત્રણે કાળ રહેતી નથી, પણ તેમનો પુરુષાર્થ એ જ છે. માટે તેમને નમસ્કાર હો. ૯૬. એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષવૃષ્ટિની રેખા છે. ૯૩, ૯૪, ને ૯૫માં પુષ્પમાં જે પવિત્ર, વંદનીય ને માનનીય પુરુષો છે તેથી પ્રતિભાવવાળું એટલે વિપરીત વર્તન જે ઘરમાં હોય તેના તરફ કટાક્ષવૃષ્ટિ એટલે નજર કરવા જેવું નથી, કારણ કે તે હેય છે અને ઉપરના ૩ પુષ્પોમાં જણાવેલું ઉપાદેય છે. જેવા થવું હોય તેવો સંગ કરવો. જેને જેવો સંગ તેવો રંગ બેસે છે. ૯૭. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ૪૧મા પુષ્પમાં ‘દુઃખી હો તો આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે.’’ એમ જણાવ્યું હતું. તે આજીવિકા જેટલું પ્રાપ્ત કરતો હો અને નિરુપાધિમય હોય તો ઉપાધિમય એવું રાજસુખ હોય તો પણ ઇચ્છી દિવસ અપવિત્ર કરીશ નહીં. એક પૂર્ણિયો નામનો શ્રાવક હતો. તે પૂણિયો વેચીને આજીવિકા ચલાવતો. પણ સામાયિક એવી કરતો કે જેને ભગવાન મહાવીરે પણ વખાણી. શ્રેણિક રાજાને ભગવાને કહ્યું કે એ પૂણિયા શ્રાવકની એક સામાયિક તું
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy