SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨૪ તીર્થંકર-પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત; ત્રિભુવન-તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. ૬ સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ; મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭ હૃદય-કમળ ઉપશમ બળે, બાળ્યા રાગને રોષ; હિમ દહે વન-અંડને, હૃદયતિલક સંતોષ. ૮ રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ઘામ. ૯ ઉપદેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિણિંદ; પૂજો બહુ વિથ રાગ શું, કહે શુભવીર મુણિંદ. ૧૦ - પંચ પ્રતિક્રમણ સૂત્ર બથી પૂજાઓમાં કંઈક પરમાર્થ રહેલો હોય છે. હવે અંગપૂજા સંબંધી જણાવે છે – સ્નાત્રપૂજામાં જળપૂજા કરે છે. ભગવાનને સ્નાન કરાવે તે પોતાના કર્મમળ ધોવા માટે, ચંદનપૂજા છે તે આત્માને ત્રિવિધ તાપથી ચંદન જેવો શીતળ કરવા માટે. અક્ષતપૂજા તે અક્ષયપદને પ્રાપ્ત કરવા માટે. "ચૂપપૂજા છે. તે કર્મદહન માટે, અનૈવેદ્યપૂજા છે તે નૈવેદ્ય પ્રભુ આગળ મૂકીને ભાવના કરવાની છે કે મને અન્+આહાર એટલે અનાહાર પદની પ્રાપ્તિ થાઓ. દીપપૂજા અંતરમાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવવા માટે છે. પુષ્પપૂજા—પુષ્પ એ કામના બાણ કહેવાય છે. હું વિષયમાં તણાઉં છું. તેનાથી બચવા માટે-નિર્વેદી થવા આ પુષ્પપૂજા કરું છું. ‘ફળપૂજા મોક્ષરૂપી ફળ અથવા મોક્ષરૂપી લક્ષ્મી મને મળે તે માટે પ્રભુ આગળ ચોટલીવાળું શ્રીફળ એટલે નારિયેળ મૂકવાનું કારણ કે ચોટલી સહિત માથું કાપી આપે તેમ કરવાનો કામી હોય તે માથું મૂકવાનો પ્રસંગ હોય તો પણ પાછો ન હઠે. ચિંતવન - છે તે પરમાત્માના ગુણનું ચિંતવન છે. મનન - જે સાંભળ્યું હોય તેનો વિચાર કરવો તે મનન. પરમાત્માના અનંત ગુણો છે. તેમાં ઘાતીયાકર્મ જવાની અપેક્ષાએ અરિહંતના મુખ્ય ૪ ગુણ છે. તે અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય ગુણ છે. જ્યારે સિદ્ધના મુખ્ય ૮ ગુણ છે. તે આ પ્રમાણે - પુષ્પમાળા વિવેચન "सम्मत्त नाणं दंसण, वीर्य सुहमं तहेव अवगाहनम् । अगुरु लहु अव्वाबाहं, अठ्ठ गुणा होवंति सिद्धाणम् ॥" TS અર્થ - ક્ષાયક સમ્યક્દર્શન, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય એ ઘાતીયાકર્મ ક્ષય થવાથી પ્રગટેલા છે. અને સૂક્ષ્મત્વ (નામકર્મનો અભાવ થવાથી અરૂપીપણું, દેહરહિતપણું, દેહાતીત દશા પ્રગટે છે. અચળ અવગાહના તે આયુષ્ય કર્મનો ક્ષય થવાથી ૪ ગતિનાં જુદાં જુદાં આયુષ્યથી જાદી જુદી અવગાહના થતી હતી તે મટી ગઈ અને સિદ્ધગતિમાં અચળ અવગાહના (આત્મપ્રદેશનો આકાર) પ્રાપ્ત થઈ. અવ્યાબાધ ગુણ તે વેદનીયકર્મના ક્ષયથી પુગલિક સુખદુઃખનો અભાવ થયો તે. “અગુરુલઘુ ગુણ તે ગોત્રકર્મના અભાવથી પ્રગટે છે. એમ ચાર અઘાતિ કર્મ ક્ષય થવાથી એ ગુણો પ્રગટેલા છે. ભગવાનના આ ગુણોનું ચિંતવન કરીને આજનો દિવસ શોભાવજે - આત્મગુણથી આત્મા શોભે છે. પુગલના અલંકારથી દેહ શોભે છે. તેમ જીવનની સફળતા થાય એમ દિવસ ગળાય તો આજનો દિવસ પણ શોભે છે. ૧૦૬. સશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ના હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. સદાચાર અને દુરાચાર એ સુખદુ:ખનાં કારણ છે, એમ સિદ્ધાંત કહ્યો. જગતના જીવોની ટૂંકી દ્રષ્ટિ હોય છે. એટલે વિષયોમાં તાત્કાલિક સુખ લાગે પણ પરિણામે ઘણું દુઃખ ભોગવવું પડે. મધુમિશ્રિત તરવારને ચાટવાની જેમ, પણ તે જોઈ શક્તા નથી. તેથી એવી દ્રષ્ટિ ફેરવવા લક્ષ રાખીને અત્યારથી વિચારી જુઓ એમ કહે છે. વિચાર કરે તો સત્સીલનો રસ્તો જ સુખદાયક સમજાયા વગર ન રહે, કારણ કે સદ્વિચારના અભાવે આ મોહ ટકે છે. આત્માને શું હિતકારી છે તે વિચારવા માટે જ આ કહ્યું છે. પ્રભુશ્રીજી કહેતા કે આ આશ્રમનો પાયો સતુ અને શીલ છે. સતું એટલે આત્મા, શીલ એટલે સદાચાર, મુખ્યત્વે બ્રહ્મચર્ય. ૧૦૭. આ સઘળાંનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. આખી પુષ્પમાળામાં દોષ ઓળખવા માટે તેના તરફ દ્રષ્ટિ કરાવી, અને દોષ ટાળવાના ઉપાય બતાવ્યા. જેમ કે દિવસે ઊંઘવાનું મન થાય તો ભક્તિ પરાયણ થજે કે “સલ્ફાસ્ત્રનો લાભ લઈ લેજે” વગેરે જણાવ્યું. મોટી
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy