________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૦ { પણ ઘીરજથી તે આપવાની ભાવના રાખી પુરુષાર્થ કરવો યોગ્ય છે.
કરજ એ યમના હાથની નીપજેલી વસ્તુ છે – એટલે મરણ આપે એવી છે. કોઈની વસ્તુ કે પૈસા લઈને ન આપી શકીએ તો સામો માણસ વેર રાખે છે, ઘન એ પ્રાણ ગણાય છે; એટલે પ્રાણ લેવા તૈયાર થાય છે. દેવું પતાવ્યા વગર મરી જાય તો પરભવમાં પણ ઝાડ પાસે ઝાડ થઈને આપવું પડે છે. મોટું ઝાડ હોય તેનો રસ જે નવું ઝાડ બાજુમાં ઊગ્યું હોય તે ચૂસીને જીવે છે. પૈસા ચૂસીને લીઘા હોય કે છેતરીને કે થાપણ ઓળવીને તો જરૂર પાછા આપવા પડે છે, કોઈને ત્યાં ઢોર, પશુ, નોકર ઇત્યાદિ થઈને પણ વાળવું પડે છે. યમે જેમ ગળું પકડ્યું હોય તેના જેવું આ કરજ છે. માટે કદી કરવું નહીં.
| (કર+જ) કર રાક્ષસી રાજાનો જુલમી કર ઉઘરાવનાર છે - દેવું ન પત્યું હોય તો એના પર કેસ કરે છે. અને અંતે જમી લાવે છે. તે જમી લાવનારને કંઈ દયા હોતી નથી. પૈસા આપવાના હોય તો ઘર, વસ્તુ, કપડાં, ઘરેણાં પણ હરાજી કરીને લે છે. તે આબરુ ખોઈને પણ આપવા પડે છે.
માટે કરજ હોય તો આજે ઉતારજે, અને નવું કરજ કરતાં અટકજે. ૭૬, દિવસ સંબંધી કૃત્યનો ગણિતભાવ હવે જોઈ જા.
સાંજે જેમ પ્રતિક્રમણ કરે તેમ આખા દિવસના બધા કૃત્યોનું ગણિત એટલે જેટલા ગણી શકાય, તેવાં મુખ્ય મુખ્ય કાર્યોનો વિચાર કરી જા. જેમ વેપારી ઘનની અગત્યતા ગણે છે તો તેને માટે રોજ નામું લખે છે અને વ્યાપાર કેમ ચાલે છે તે ભણી દ્રષ્ટિ રાખે છે અને લાભ થાય છે કે ખોટ તે જુએ છે. તેમ જીવનની જેને કિંમત સમજાઈ હોય તે દરેક દિવસ કેમ જાય છે તેનો વિચાર કરે છે. અને જતા દિવસના અનુભવ ઉપરથી આવતો દિવસ કેમ ગાળવો તેનો ક્રમ નક્કી કરે છે. ૭૭. સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ
કર અને શિક્ષા લે.
અમુક બાબતો કરતાં અટકજે અથવા અમુક વિચાર કરીને દિવસમાં પ્રવેશ કરજે આદિ કહ્યાં હતા તે ચેતાવવા માટે, ભૂલ ન થાય માટે કહ્યાં હતાં. તેમ છતાં કંઈ અયોગ્ય થયું હોય તો તેવું કાર્ય બીજા દિવસે ન થાય તે માટે પશ્ચાત્તાપ કરી શિખામણ ગ્રહણ કરવાનું કહે છે. એકલો પશ્ચાત્તાપ કરે અને
૧૦૧
પુષ્પમાળા વિવેચન ફરી એવી ભૂલો કર્યા કરે અને ફરી પશ્ચાત્તાપ કર્યા કરે તેથી જીવન | સુઘરતું નથી. માટે એવા દોષ ન કરવાની શિખામણ લે. કોઈ માણસને બરોબર લાગી ગયું હોય તો એમ કહેવાય છે કે એને શિક્ષા લાગી, “અચંકારી ભટ્ટા ટુંકારી ભટ્ટાણી”ની જેમ.
અચંકારી ભટ્ટાનું દ્રષ્ટાંત :- અચંકારી ભટ્ટા ક્રોથ કરીને એના ઘણી પર રીસાઈને પોતાના બાપને ત્યાં રાતના બાર વાગે ઘર છોડીને નીકળી ગઈ. રસ્તામાં ચોરે એને પકડી. અને એ બાઈને દૂર દેશમાં જઈ વેચી દીધી. રંગારાએ એને ખરીદી. એનું લોહી રંગવા માટે કાઢે, પંદર પંદર દિવસે એની નસમાંથી લોહી કાઢતા અને પંદર દિવસ સુધી એને ખવડાવીને પુષ્ટ કરતાં. એક દિવસે એનો ભાઈ એ ગામમાં વેપાર અર્થે ગયેલો તેને બાઈએ ઓળખ્યો. બોલાવીને બધી વાત કહી. તેણે પોતાની બહેનને પૈસા આપી છોડાવી અને ઘેર લઈ ગયો. આટલું બધું દુઃખ એને પડ્યું તેથી સહેજે શિક્ષા લાગી અને જિંદગીમાં કદી ક્રોઘ ન કરું એમ એણે નક્કી કર્યું અને તે પ્રમાણે વ્રત પણ લીધું.
ઇન્દ્ર દેવસભામાં એકવાર તે બાઈના વખાણ કર્યા કે તે કદી ક્રોથ કરતી નથી. એણે ક્રોઘ કષાયને જીત્યો, વશ કર્યો તેથી તેને ઘન્ય છે! એમ કહ્યું. પછી દેવો તેની પરીક્ષા કરવા માટે આવ્યા કે ક્રોધ ન કરે એમ કદી બને નહીં. સાધુનો વેશ લઈ દેવે અચંકારી ભટ્ટા પાસે આવીને ‘લક્ષપુટ' કિંમતી તેલ હતું તેની સાધુની દવા કરવા માટે માગણી કરી. દાસી પાસે ભટ્ટાણીએ એ તેલનો શીશો મંગાવ્યો. લઈને આવતાં દાદરો ઉતરતાં શીશ દાસીના હાથમાંથી પડી ગયો તો પણ તે ભટ્ટાણીને ક્રોધ થયો નહીં અને દાસીને કહ્યું એની સાથે બીજો શીશો છે તે લાવી આપ. બીજો પણ એવી રીતે દેવમાયાથી દેખાડ્યું કે તૂટી ગયો. એમ સાતે શીશા દાસીએ આણેલા તૂટી ગયેલા દેખાડ્યા છતાં એને (શેઠાણીને) ક્રોથ થયો નહીં. ઊંચા વચનથી, ઠપકો આપીને પણ ક્રોધ કર્યો નહીં. વચનથી ગાળ ભાંડે કે ઠપકો ન દે પણ કિંમતી વસ્તુનો નાશ થાય તો મનમાં ખોટું લાગ્યું હોય તે જણાઈ આવે છે. પણ આના મનમાં કાંઈપણ ઊંચુંનીચું થયેલું નહીં કે દાસી ખરાબ છે કે હવે ન મળે એવી દેશાંતરથી વસ્તુ આણી હતી તે બથી નાશ પામી ગઈ ઇત્યાદિ કંઈ થયું નહીં. એના મનમાં કંઈ થતું નથી એવું દેવે અવધિજ્ઞાનથી, જાણી પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી, તે બાઈને નમસ્કાર કરી, પૂજા કરી