________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૨ જણાવ્યું કે ઇન્દ્ર તમારા વખાણ કર્યા હતા તે યોગ્ય જ હતા. પણ હું
માની શક્યો નહીં તેથી પરીક્ષા કરવા આવ્યો હતો. એકે શીશો તમારો ફૂટ્યો નથી. માત્ર દેવમાયાથી તેમ બતાવ્યું હતું.
એના જેવી શિખામણ આપણે લેવા જેવી છે. શિખામણ લાગે તો સ્વપ્નમાં પણ ક્રોઘ ન થાય. ૭૮. કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો
આનંદ માન, નિરભિમાની રહે.
દિવસમાં કંઈ સારું કામ થયું હોય તેને સફળતાનું કારણ માની આનંદિત થવું પણ અભિમાન કરવું નહીં, એની પણ સાથે ભલામણ કરી. આનંદ પામવો એ જુદી વાત છે અને અભિમાન થવું એ જાદી વાત છે.
મરીચિનું વૃષ્ટાંત - જ્યારે ઋષભદેવ ભગવાને ભરતરાજાને તેમનો પુત્ર મરીચિ તે આ ભરતક્ષેત્રના પોતનપુરનગરમાં પ્રથમ ત્રિપુષ્ટ વાસુદેવ નામે થશે.પછી છેલ્લા ચક્રવર્તી થશે અને આજ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર નામે થશે. એમ કહ્યું ત્યારે ભરતરાજાને આનંદ થયો અને મરીચિને નમસ્કાર કરવા ગયા. મરીચિએ આ બધું સાંભળ્યું ત્યારે તેને આનંદ સાથે અભિમાન થયું. તેથી ભરત ચક્રીને તો ગુણ પ્રશંસાથી આગળ વધવાનું થયું અને મરીચિને અભિમાનથી પાછળ પડવાનું થયું. માટે કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને પણ અભિમાન કરવું નહીં એમ કહ્યું. બીજા તરફ દ્રષ્ટિ જાય છે ત્યારે અભિમાન થાય છે કે બીજા હલકા ને હું મોટો. પણ એમ કરવું નહીં. ૭૯. જાણતાં અજાણતાં પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે.
સાંજે વિચાર કરતાં એમ લાગે કે આજના દિવસમાં અમુક કામ ન ઘટે તેવું જાણી જોઈને થયું છે. અથવા તો શરતચૂકથી થયું છે, તો તેવા કામનો ત્યાગ કરજે અને ફરી તેવું કામ કરતાં અટકજે. જાણતાં-અજાણતાં પણ ભોળાભાવે કોઈએ કહ્યું હોય તે માની લીધું હોય, અથવા કોઈ કપટથી કહેવા આવ્યો હોય તેમાં હા માં હા ભણીને અજ્ઞાનપણે અન્યાયમાં ઉત્તેજન આપ્યું હોય; તે સાંજે વિચાર કરતી વખતે જો દોષરૂપ જણાય તો એક વખત હા પાડી છે તે હવે ફરી ના કેમ કહેવાય એમ માનીને અન્યાયને પોષ્યા ન જવું. ફરી તેવો દોષ ન થાય માટે ચેતતા રહેવું.
૧૦૩
પુષ્પમાળા વિવેચન ૮૦. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની ની નિવૃત્તિ શોધજે.
વ્યવહાર એટલે અવશ્ય કરવાં પડે તેવાં કાર્ય નિયમિત કરવાં. નિયમ જેને ન હોય તેને નવરાશ જ આવતી નથી, કારણ કે સંસારનાં કામ ખૂટે એવાં નથી. સાહેબ લોકો ટાઈમ રાખે છે—ઓફિસ આદિનો; પણ વાણિયા કંઈ નિયમ રાખતા નથી, આખો દિવસ ત્યાં બેસી રહે છે. તેમને નવરાશ આખા દિવસમાં હોતી નથી. કહેવત છે કે “દરજીનો દિકરો જીવે ત્યાં સુધી સીવે.” રાત્રે પણ એને સીવવાનું કામ હોય. કાળજી ન રાખે તો આખો વખત વહેવારના કામમાં જતો રહે. તેથી વ્યવહારનો નિયમ રાખવા કહ્યું, અને જો સ્વતંત્ર હો તો સંસાર પ્રયોજન માટે બે પ્રહર કહ્યા છે. બાકીનો વખત બચે તે મોક્ષના સાધનમાં ગાળવા યોગ્ય છે. તેથી કહ્યું કે “નવરાશે સંસારની નિવૃત્તિ શોથજે.” ક્યારે નવરો પડું કે મોક્ષનું કામ કરું, એમ મનમાં રહેવું જોઈએ. ૮૧. આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો, તેવી તારી જિંદગી ભોગવવાને
માટે તું આનંદિત થા તો જ આ૦- (આત્માર્થી કહેવાય)
સન્મુરુષના બોઘનું અવલંબન લઈ, તેમની શિખામણ માનીને આજ જેવો ઉત્તમ દિવસ ભોગવ્યો તેવી આખી જિંદગી ગાળવાનો ઉત્સાહ કાયમ રહે અને તેમાં આનંદ માને તો તું આત્માર્થી કહેવાય. “શેઠની શિખામણ ઝાંપા સુધી.” એ કહેવત પ્રમાણે સદ્વાચનથી તાત્કાલિક પ્રેરણા પામી પછી શિથિલ થઈ જાય તો તારામાં હજી જિજ્ઞાસાપણું જાગ્યું નથી કે તું મુમુક્ષુદશામાં આવ્યો નથી. સવારે વિચાર કરવા કહ્યું. સાંજે વળી તપાસ કરવા કહ્યું કે કેમ વર્તાયું, એમ વારંવાર ગોદાવાથી થોડાક દિવસ ઠીક ચાલે અને પછી ગળિઆ બળદ જેવો હતો એવો ને એવો થઈ જાય નહીં માટે આ કહ્યું છે, આ શિખામણ પુષ્પમાળામાં આપી છે તે સ્વાભાવિક એટલે સહજ થઈ જાય, તેમ પુરુષાર્થ કરવાની જરૂર છે. ૮૨. આજ જે પળે તું મારી કથા મનન કરે છે, તે જ તારું આયુષ્ય
સમજી સવૃત્તિમાં દોરાજે.
સફુરુષનાં વચનોમાં વૃત્તિ રોકાય તેટલી વાર યથાર્થ જીવન ગાળ્યું એમ ગણવા જણાવ્યું. એટલું જ તારું જીવન છે, બીજું બધું એ મરણ સમાન છે.