________________
| ૯૮
શ્રીમદ્ રાજચંદ્ર ( ગયું હોય અથવા તો બરાબર બજાવ્યું ન હોય, તો તે દોષ ગણાય.
જ આ રીતે ફરજના બે ભાગ પડે. (૧) પોતાના તરફથી (આત્માની) ફરજ બજાવવી. આત્મોન્નતિ સંબંધી આગળ વઘાયું છે કે નહીં તે વિચારવું. ભક્તિ પ્રયોજન, ઘર્મ કર્તવ્ય પ્રયોજન, વિદ્યાપ્રયોજન વગેરે જે પ્રમાણે દિવસ ગાળવા કહ્યું તેમાં કંઈ ખામી આવી છે કે કેમ તે તપાસી જોવું. (૨) અન્યના સંબંધી બીજા આપણી પાસે આશા રાખતા હોય તે પરના સંબંધી. દેહથી તે આખા દેશ સુધીની જે ફરજ બજાવવા યોગ્ય હોય તે આમાં સમાય છે. માતા, પિતા, સ્ત્રી, પુત્ર, કુટુંબી પ્રત્યેની ફરજ કે ગામની કે સરકારના ટેક્સ વગેરે ભરવા, દેશના નિયમ પ્રમાણે વર્તવું, દેહ નીરોગી રહે તેની કેટલા પ્રમાણમાં સંભાળ લેવી, એ સર્વ ફરજના અર્થમાં સમાય છે. ૭૪. જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ
સુખનો ભોગ પણ આપી દેજે.
આત્માને અર્થે આ જીવન છે. આત્માર્થની સફળતા થાય તેવું કામ તે મહાન કામ છે, અથવા તો અન્યને આત્માર્થના કામમાં ઉપયોગી થવાય તે પણ મહાન કામ છે. પોતાના આત્માનું મહાન હિત થવાનો કોઈ ચોક્કસ પ્રસંગ હોય તો તે વખતે બીજાં દૈહિક સુખમાં ખળી રહેવા યોગ્ય નથી. પત્રાંક ૬૦૯માં ૧૧મા બોલમાં પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહપુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો (છૂટવા ઇચ્છનારે) અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યું કાર્યો અને પ્રસંગે-પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, (જેમ કે સપુરુષની સેવાનો લાભ મળ્યો હોય તે વખતે શરીરની સગવડો, હવા પાણી કશા તરફ લક્ષ રાખવાની જરૂર નથી.) પણ તેથી (સત્સંગ કરતાં) કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી, તેમ પ્રમાદે રસગારવાદિ દોષ તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી. એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.” ૭૫. કરજ એ નીચ રજ (ક+રજ) છે; કરજ એ યમના હાથથી નીપજેલી
પુષ્પમાળા વિવેચન વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાનો જુલમી કર ) ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતાજે, અને નવું કરતાં અટકજે.
દેવું કરવું કેટલું ભયંકર છે તે જણાવવા માટે આટલો વિસ્તાર કરીને લખ્યું છે. સારો માણસ હોય તેને પોતાને જ દેવું વાળવાની ફિકર રાતદિવસ રહ્યા કરે છે. મોક્ષમાળાના ‘સુખ વિષે વિચાર’ નામના પાઠમાં પોતાનું ગયેલું ઘન પાછું મેળવવા માટે કેટલું એને વેઠવું પડ્યું છે તેનું વિસ્તારપૂર્વક વર્ણન એમાં છે, એ તો એણે કંઈ દેવું કરેલું નહોતું પણ મારી ગયેલી આબરૂ પાછી મેળવવી એવી જે પ્રતિજ્ઞા કરેલી તે પણ દુઃખદાયક થઈ પડી તો દેવા સહિત મારે મરવું નથી એમ જેને મનમાં રહ્યા કરતું હોય તેને કેટલો બધો બોજો લાગે? માટે દેવું કરવું જ નહીં અને કર્યું હોય તો ઝટ પતાવી દેવું.
અહીં ત્રણ ઉપમાઓ આપી છે તે યથાર્થ છે. (૧) ક+રજ =કુરજ. ખરાબ વસ્તુ જેમકે રેચ લીઘો હોય ને કપડું બગડી જાય, હાથ બગડી જાય તો તે અપવિત્ર વસ્તુને જેમ બને તેમ ત્વરાથી દૂર કરીએ છીએ. તેમ કરજ દૂર કરવાને જીવ અધીરો થઈ જાય છે અને તેથી એક પ્રકારનું દુઃખ વેદે છે. જેમ બગાડેલા કપડાંની લજ્જા હોય તેથી દૂર કરે છે તેમ.
આત્માનુશાસનમાં જ્ઞાનીનો વૈરાગ્ય કેવો હોય છે તે બતાવવા માટે કહ્યું છે કે જાણે શરીર એ અપવિત્ર વસ્તુ છે તેને ફેંકી દેવા માટે જ્ઞાની તૈયાર થયા હોય. તેમને જ્ઞાન એટલે સાચી સમજણ હાથ પકડીને અટકાવે છે કે આ શરીરથી તો મોક્ષનું સાઘન થવાનું છે, માટે ઉતાવળ ન કર.
બુદ્ધના જીવનમાં પણ આવે છે કે બુદ્ધ ૧૫ દિવસ એકાંતમાં રહેવા માટે બઘા સંઘથી જાદા રહ્યા અને બધા સંઘને અનિત્યભાવના વિચારવાનું કહ્યું. તેથી સંઘે બધું જ અનિત્ય અને દુઃખદાયક છે તેમ આ શરીર પણ અનિત્ય અને દુઃખદાયક છે. માટે તેનાથી જેમ બને તેમ મુક્ત થવું એમ એકાંતે વિચાર કરીને કેટલાંક નદીમાં તણાઈ મર્યા, કેટલાંક પર્વત ઉપરથી પડીને મરી ગયા, કેટલાંક સામસામી વિનંતી કરવા લાગ્યા કે તું મને મારી નાખે તો મારી જે કિંમતી વસ્તુઓ છે તે તને આપું. પછી બુદ્ધને ખબર પડી એટલે બઘા સંઘને આવીને સમજાવ્યો કે એમ કરવાનું નથી. તેમ દેવું થઈ ગયું તેથી કંઈ મરી જવાનું નથી.