________________
શ્રીમદ્ રાજચંદ્ર જૂના વેરીઓથી સાવચેતી રાખવા ઉપરાંત નવા વેરીઓ
વઘારવા નહીં એવી શિખામણ આપી. કોઈ સ્વાર્થ સાધવા માટે બીજાની સાથે વેર થાય છે. જેમ કે આપણને ગમતું હોય પણ તે ન આપતો હોય તો તેની સાથે વેર થાય છે. બહારની વસ્તુઓની જેમ આબરૂ વગેરે માટે પણ તેમ થાય છે, જે આપણે પ્રિય માનીએ છીએ તે માટે કોઈ વિરોધ કરે તો પણ વેર થાય છે. તે વખતે વિચારવા કહ્યું કે વેર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે? જે વસ્તુ પ્રિય ગણીએ છીએ તેનો વિયોગ પણ મરણ વખતે તો જરૂર થવાનો જ છે; તો તે માટે વૈરભાવ શું ઘારણ કરવો. એ ઉપર પ.પૂ.પ્રભુશ્રીજીએ એક દ્રષ્ટાંત કહેલું તે આ પ્રમાણે છે:
સંસારનું વિચિત્ર સ્વરૂપ પિતાના શ્રાદ્ધનું દ્રષ્ટાંત - એક સાધુપુરુષ હતા. તે વહોરવા આવેલા. તે દિવસે એક માણસને ત્યાં એના પિતાનું શ્રાદ્ધ હતું. પિતા મરીને બળદ થયેલો. તે એને ઘેર જ બાંધેલો હતો. એની માતા મરીને એના જ ફળિયામાં કૂતરી થઈ હતી. શ્રાદ્ધના દિવસે પુત્રે દૂઘપાક કર્યો હતો. તે વખતે કૂતરી બારણામાં આવીને બેઠી હતી. તેણે દૂધપાકમાં ગરોળી પડતી દીઠી. બીજા કોઈનું લક્ષ તે તરફ ગયું નહોતું. તેથી આ દૂધપાક ખાશે તો બધા મરી જશે એમ જાણી અંદર જઈ દૂઘપાકના તપેલામાં કૂતરી ઓકી. બધા લોકોએ જઈને કૂતરીને ખૂબ મારી. તેથી એની કેડ ભાંગી ગઈ.
પુષ્પમાળા વિવેચન પછી પરાણે ઘસડાતી ઘસડાતી બળદની ગમાણમાં જઈને / બેઠી. એવામાં મુનિ ત્યાં વહોરવા આવ્યા. તેમણે બધું જ્ઞાનથી જાણ્યું. « અને સંસારના વિચિત્ર સ્વરૂપ ઉપર તેમને હાસ્ય આવ્યું. એટલે ઘરના માલિકે પૂછ્યું : “મહારાજ આજે કેમ હસ્યા?” એટલે મુનિએ વૈરાગ્ય થવા માટે બઘી વાત કહી—કે કૂતરી એ તમારી માતા હતી અને બળદ તમારો પિતા હતો. તમને બચાવવા માટે કૂતરીએ અંદર જઈને ઓક્યું છે. વળી તમારી સ્ત્રી જે છોકરાને રમાડતી હતી તેના સંબંધી મુનિએ કહ્યું કે તમારો પાડોશી તમારી સ્ત્રી પર કુદ્રષ્ટિ રાખતો હતો. તે તમારા ઘરમાં પેઠો અને તમે તેને મારી નાખ્યો હતો, તે જ તમારો અત્યારે પુત્ર થયો છે અને તેને જ તમે અત્યારે રમાડો છો. ઉપકારી જે કુતરી હતી તેને તમે મારીને કાઢી મૂકી. અને દુશ્મનને પુત્રરૂપે રમાડો છો. એ જોઈને મને (મુનિને) હસવું આવ્યું. એ સાંભળીને સંસારને અસાર જાણી બધાને વૈરાગ્ય થયો અને આત્મકલ્યાણ ભણી વળ્યાં.
નવું વૈર વઘારીશ નહીં કારણ કે થોડું જીવવાનું હોય તેમાં પણ જો દુશ્મન ઊભો કર્યો તો ક્ષણે ક્ષણે મરણનો ભય રહેશે. જે સુખ ભોગવવા માટે વૈર ઊભું કરે પણ તે દુઃખનું કારણ થાય છે માટે નવું વેર વઘારીશ નહીં; એમ જણાવ્યું.