________________
શ્રીમદ્ રાજચંદ્ર
નવું વેર વઘારીશ નહીં © એક સંન્યાસીનું દ્રષ્ટાંત - ભારતમાં ઘણા પ્રખ્યાત સંન્યાસી હતા. એમની આદત ખરું કહેવાની તેથી તેમના વિરોધીઓ ઘણા અને ભક્તો પણ ઘણા હતા.
એક દિવસ વિરોધીઓને એ સંન્યાસી કાંટાની જેમ ખુંચવાથી તેમને મારવાનો વિચાર કર્યો. જોધપુરના રાજાને એ સંન્યાસીએ રખાત ન રાખવા માટે ઘણો ઠપકો આપેલ. રાજાની રખાત દ્વારા એ સંન્યાસીના રસોઈયાને બહુ પૈસા આપી ફોડી નાખ્યો. તેને કહ્યું કે તું સંન્યાસીને મારી નાખ. તેથી રસોઈયાએ સંન્યાસીના ભોજનમાં ઝેર ભેળવી દીધું. ઝેરવાળું ભોજન સંન્યાસીએ કર્યું. થોડીવારમાં સંન્યાસીને ઝેરની અસર થવા લાગી એટલે તેમણે રસોઈયાને બોલાવીને પૂછ્યું કે ‘તું જે હોય તે સાચું કહી દે તો તને હું અભયદાન આપીશ.” રસોઈયાએ ગુનો કબુલ કર્યો. સંન્યાસીએ તરત જ પોતાના ગજવામાંથી વીસ રૂપિયા કાઢીને તેને આપતા કહ્યું કે તું હવે જલદીથી તારા વતને ચાલ્યો જા; નહીં તો મારા ભક્તો તારા રાઈ જેટલા ટુકડા ટુકડા કરી નાખશે.
પુષ્પમાળા વિવેચન ૬૩. મહારંભી, હિંસાયુક્ત વ્યાપારમાં આજે પડવું પડતું હોય છે
તો અટકજે.
મહા આરંભ અને મહા પરિગ્રહ એ નરકનાં કારણ છે. તેથી તેવી પ્રવૃત્તિમાં પડતા અટકાવે છે. વ્યાપાર શબ્દનો અર્થ પ્રવૃત્તિ થાય છે. કોઈપણ પ્રવૃત્તિમાં ઘણી હિંસા થાય એવું હોય તે ઘણાં અનર્થનું કારણ છે. કારણ ગમે તેવી હિંસા સ્વપરના આત્માની કે સ્થૂલજીવની, પૈસા મેળવવામાં કે કોઈપણ પ્રવૃત્તિમાં થાય છે તેનું ફળ જીવને પોતાને અવશ્ય ભોગવવું પડે છે. માટે નાશવંત વસ્તુના મોહને લઈને, ભવિષ્યમાં ઘણાં દુઃખ ભોગવવાં પડે એવા મહાપાપના કારણમાં પડવું વિચારવાનને ઘટતું નથી. મમ્મણશેઠ આવી પ્રવૃત્તિ કરી સાતમી નરકે ગયો. ૬૪. બહોળી લક્ષ્મી મળતાં છતાં આજે અન્યાયથી કોઈનો જીવ જતો
હોય તો અટકજે.
બેની સરખામણી કરે છે. એક બાજુ ઘણી લક્ષ્મી છે અને બીજી બાજુ નિરપરાથી જીવનો નાશ. આપણને બહોળી લક્ષ્મી કોઈ આપે અને પૈસા આપીને આપણું ગળું કાપવાનું કહે તો આપણે મરવા તૈયાર થઈએ? આપણને તે નથી ગમતું તેમ એવું દુઃખ બીજાને પણ નથી ગમતું. માટે બીજાને તેવું દુઃખ આપવા માટે તૈયાર થઈએ તે માત્ર અવિચારપણું છે,
ભલા કર ભલા હોગા. એક માણસનું દ્રષ્ટાંત - એક માણસ દેવદર્શન કરવા જઈ રહ્યો હતો. તેની પાસે માત્ર ચાર આના હતા. દેવ આગળ મૂકવા અને પૂજાની સામગ્રી ફૂલ વગેરે લેવા માટેના હતા. તેની સામે એક ગરીબ ત્રણ દિવસનો ભૂખ્યો માણસ મળ્યો. તેણે કહ્યું–મારા પર દયા લાવી મને કંઈ આપો. તે વિચાર કરવા લાગ્યો કે શું કરું? એને પૈસા આપું કે દેવદર્શનમાં? એને આપીશ તો એની આંતરડી ઠરશે. મંદિરમાં તો પછી પણ મૂકી શકાશે. એમ વિચારી પેલા ગરીબને બોલાવીને ચાર આના આપ્યા. તે ગરીબે ચાર આના હર્ષથી લઈ લીધા. તેના બદલામાં એક મંત્ર તેને શીખવ્યો. તે એ કે “ભલા કર ભલા હોગા” એટલું બોલી તે ચાલ્યો ગયો. તે થોડા દિવસમાં શ્રીમંત થઈ ગયો. તેના સગાંઓ તથા મિત્રો તેનું કારણ પૂછવા લાગ્યા. તેથી તેણે કહ્યું “ભલા કર ભલા હોગા!!!” એટલું તે સર્વને કહેતો. -સાદી શિખામણમાંથી
પોતાની જાન લેનાર પ્રત્યે પણ કેવા દયાના ભાવ છે કે તેને વીસ રૂપિયા આપી તેના વતનમાં મોકલી દીધો. એ જોઈને રસોઈયાના મનમાં બહુ પસ્તાવો થયો અને પોતાના પાપકૃત્ય ઉપર ચોધાર આંસુએ રડતો રડતો છેવટે ભાગી છૂટ્યો. આ આર્ય દેશની સંસ્કૃતિ છે. - જીવનઘડતર પ્રવેશિકા