SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીતવા પુરુષાર્થ આદર્યો હોય તો ઊંઘ કાબૂમાં આવી જાય છે. નેપોલિયનનું દૃષ્ટાંત :– નેપોલિયનની ઊંઘ કાબૂમાં હતી. જેટલું ધારે તેટલું જ ઊંઘે. બે મિનિટ, પાંચ મિનિટ ઊંઘીને જાગ્રત થાય. પણ છેલ્લી લડાઈ વખતે તે લશ્કરને મોખરે હતો. ત્યાં પાંચ મિનિટ આરામ લેવા માટે સૂઈ ગયો અને છેલ્લા સિપાહીને હુકમ મોકલ્યો કે લશ્કર પૂરું થવા આવે ત્યારે મને જગાડવો. પેલો માણસ ભૂલી ગયો. અડઘો કલાક નીકળી ગયો ને નેપોલિયનનો બધો પ્રોગ્રામ ફરી ગયો અને તે હારી ગયો. પાંચ મિનિટના પ્રમાદને કારણે આખા યુરોપનું રાજ્ય ખોયું. ८० દોષ તે દોષ છે, ગમે તેવો જબરો હોય તોપણ તેને નહીં નડે એમ ન બને. મહાવીર સ્વામીને મરીચિના ભવમાં ઉત્તમ સામગ્રી મળી હતી, સંઘયણ સારું હતું. ઋષભદેવ (દાદા) સાથે દીક્ષા લીધી હતી, બુદ્ઘિ પણ સારી હતી, પણ એક શિથિલતાને લીધે તે ભટક્યા. શ્વેતાંબરો કહે છે કે તેણે ઉત્સૂત્રપ્રરૂપણા કરી હતી—ભગવાન પાસે થર્મ છે એવો મારી પાસે પણ ધર્મ છે એવું એક વચન તેણે શિષ્યને કહ્યું, તે ઉત્સૂત્રપ્રરૂપણા કહેવાય, અને દિગંબરો કહે છે કે કપિલાદિક જાદા ધર્મની પ્રવૃત્તિ તેમણે કરી હતી, પછી એકેન્દ્રિય આદિમાં જઈ આખો આરો ભવભ્રમણ કર્યું, ચોથા આરાની શરૂઆતથી તે અંત સુધી. એમને મોક્ષે જવા જેટલી સામગ્રી ચોથા આરાના શરૂઆતમાં હતી, પણ પ્રમાદને લઈને – શિથિલતાને લઈ ચૂકી ગયા. માટે કોઈએ પ્રમાદને વશ થવા યોગ્ય નથી. અભ્યાસ કરીને પ્રમાદને હઠાવવા યોગ્ય છે. ૬૧. ચાલ્યું આવતું વૈર આજે નિર્મૂળ કરાય તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. સામાન્ય રીતે દ્રવ્ય વૈર તેને કહેવાય છે કે કોઈની સાથે અણબનાવ બન્યો હોય અથવા કોઈએ આપણને શત્રુરૂપે કારણ વગર કે કારણસહિત માન્યા હોય. પૂર્વનું વૈર હોય તો આ ભવમાં કંઈ કારણ ન બન્યું હોય છતાં વૈર વાળવા ઇચ્છે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દૃષ્ટાંત :- કમઠના જીવને પાર્શ્વનાથ સ્વામી સાથે ઘણા ભવ સુધી વૈર ચાલ્યું હતું. શ્રી પાર્શ્વનાથ સ્વામીના જીવનું આયુષ્ય પૂરું થાય અને મરવાનો સમય આવે ત્યારે નિમિત્ત એ કમઠનો જીવ ૧ પુષ્પમાળા વિવેચન 3 છેલ્લા દસ ભવથી બનતો હતો. તે વૈર દૂર કરવા માટે વિનય, મૈત્રીભાવ વધારીને શત્રુભાવની સામે જીવ મૂકે તેના માટે પુરુષાર્થ કરવા જણાવ્યું છે. એની સેવાચાકરી કરીને કોઈ રીતે એનું મન પ્રસન્ન થાય એમ કરવું કે જેથી વૈરભાવ ન રાખે. પ્રભુશ્રીજી કહેતા કે વૈરીની વચ્ચે વસવું હોય તો એક વિનય છે તે વેરીને પણ વશ કરે. “વનો વેરીને વશ કરે.'’ આપણા સદ્ગુણની બીજા પર અસર ન થાય તેવું લાગે તો તે નિષ્ઠુર છે. તેને સારું કરવા જતાં પણ ભૂંડું જ ભાસે. ત્યાં આપણે સાવચેત રહેવું. કેમકે તેવા નિમિત્તમાં આપણા પરિણામ બગડી જવાનો સંભવ છે. એનું જોર ક્યાં ચાલે? જ્યાં આપણે ગફલતમાં રહ્યા હોઈએ ત્યાં. કારણ કે તે લાગ શોધતો જ હોય ને જરા કંઈ દોષ આપણો થાય તો રજનો ગજ કરે. માટે સાવચેતીથી વર્તવું કે જેથી બનતા સુધી દોષ જ ન થાય. ‘દિવાલને પણ કાન હોય છે” કોઈ ગુપ્ત વાત કરતું હોય કે નિંદા કરતું હોય અને કોઈ સાંભળતું નથી એમ ઘારે પણ “વાએ વાત ઊડીને’' દુશ્મન પાસે પહેલી પહોંચી જાય છે. એટલે સાવચેત રહેવા માટે જણાવ્યું છે. માટે વેરીની પણ નિંદા કરવાની પ્રવૃત્તિ કરવી નહીં. ભાવથી પોતે જ પોતાનો વેરી :- આત્મા પોતે પોતાનો વેરી છે. પોતે પોતાનું જ ભૂંડુ કે ભલું કરી શકે એમ છે. બીજાનું તો બીજાના કર્મને આધીન છે. અનાથીમુનિએ ઉપદેશમાં શ્રેણિકરાજાને કહ્યું હતું કે આત્મા ધારે તો પોતાને સ્વર્ગ, નર્કે કે મોક્ષે લઈ જાય. અનાદિકાળથી મોક્ષ થાય એવું નથી કર્યું. આત્મઘાતી થતો આવ્યો છે. તે હવે પોતા પ્રત્યેનું વેર નિર્મૂળ કરવા જેવું છે. તેટલો પુરુષાર્થ ન બનતો હોય તો તેનાથી સાવચેત રહેવા જેવું છે. મારે તો કામ મોક્ષનું કરવું છે તે ચૂકવા કે વિસ્મરણ કરવા યોગ્ય નથી. એ લક્ષ ચૂકી જવાય છે ત્યારે દેહાદિક કાર્યોનું અથવા બીજા વેર વધારે તેવા વચનોનું જીવને મહત્ત્વ લાગે છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો ?'' ક્ષણે ક્ષણે જીવ પોતાની ઘાત કરી રહ્યો છે. બીજા શત્રુ તો લાગ મળે ત્યારે ઘાત કરી શકે, પણ આ મહાબળવાન શત્રુ તો ક્ષણે ક્ષણે પોતાનો ઘાત કરી રહ્યો છે. ક્ષણે ક્ષણે સ્વરૂપ વિસ્મરણ કરવારૂપ ઘાત કરે છે. ૬૨. તેમ નવું વૈર વધારીશ નહીં, કારણ વૈર કરી કેટલા કાળનું સુખ ભોગવવું છે એ વિચાર તત્ત્વજ્ઞાનીઓ કરે છે.
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy