SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ( 1 સાવચેતી રાખવા માટે જણાવે છે. 0 પગ મૂકતાં પાપ છે – ૧૬મા બોલમાં કહ્યું હતું કે મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.’ તે જ ભાવાર્થ બળવાનપણે આ પુખમાં જણાવ્યો છે. તેમાં વિઘ્નો કેટલો છે તે બધાં અહીં દર્શાવે છે. જગતમાં પાપમાં પ્રવૃત્તિ જીવ કરે છે, આખો દિવસ જશે તેમાં કેટલાંયે પાપ થશે, પણ જેમ કાંટાવાળી જમીનમાં સાચવીને પગ મૂકે તો કાંટા ન વાગે તેમ બનતી યત્નાથી પ્રવર્તવું. પ્રવર્તવાની સાથે મનની પવિત્રતાને ભૂલવી નહીં. એ મનનું કામ છે. પ્રવૃત્તિ કાયા, વચન યોગથી કરવી. પણ મન ભગવાનના વચનોમાં રાખવું. પૂજ્યપાદ સ્વામી સમાધિશતકમાં જણાવે છે કે - આત્મજ્ઞાન વિના ક્યાંય, ચિત્ત દો ચિરકાળના; આત્મા વાણી-કાયાથી, વર્તા તન્મયતા વિના.” -સમાધિશતક જોતાં ઝેર છે – મિથ્યાત્વયુક્ત દ્રષ્ટિ છે તે બંઘનનો હેતુ છે. આંધળો માણસ લાકડી ઠોકી ઠોકીને માર્ગ જોઈ સ્પર્શીને કાળજીથી ચાલે છે, તેમ અત્યારે જોતાં જે રાગ દ્વેષાદિભાવો થાય છે તે બધા દુઃખના કારણ છે. તેને સત્પરુષના બોઘે ઓછાં કરવાની કાળજી રાખી મુમુક્ષુ તો વર્તે. પોતાની ઇચ્છાએ સ્વચ્છેદે કે મિથ્યાવૃષ્ટિએ જે વર્તન થાય છે તે બધું ઝેરરૂપ છે. માથે મરણ રહ્યું છે – આગળ ૧૭, ૧૯ વગેરે પુષ્પમાં કહેલી વાત ફરી દર્શાવી. મરણ સંભારી વૈરાગ્યમાં રહેવા જણાવ્યું. મરતી વખતે જેમ કોઈ અકાર્ય ન કરે તેમ આખા દિવસમાં અકાર્ય ન થાય તેમ કરવા કહ્યું, કારણ માથે મરણ છે, મરણને ભૂલી અજાગ્રત રહેવા યોગ્ય નથી. ૩૬, અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. ઘોર અને અઘોર શબ્દનો એક જ અર્થ છે : “તપસી યુક્ત ઘોર મુંનાનોfપ ન વિદ્યતે ” જેનું ફળ ભયંકર આવે તે અઘોર કૃત્ય કહેવાય છે. પાછળથી પસ્તાવો થાય કે આ ન કર્યું હોત તો સારું, તેવું કામ કરવા તું તત્પર થયો હોય તો બાહુબળીની પેઠે સાધુ થઈ જવું; પણ એવું કાર્ય ન કરવું. એટલે કે ભિખારી થઈને ફરવું પણ અઘોર કૃત્ય ન કરવું. બાહુબળીજીનું વૃષ્ટાંત:- બાહુબળીજી ભરતને પ્રાણત્યાગ થાય તેવી પુષ્પમાળા વિવેચન મુષ્ટિ મારવા તૈયાર થયા ત્યાં વિચાર આવ્યો કે રાજને માટે ભરતે ૬ અયોગ્ય કામ કર્યું, તેમ મારે કરવું ઘટતું નથી. પિતાજીએ રાજ્ય તજી ~ મોક્ષનો માર્ગ ગ્રહણ કર્યો તે જ મારા માટે યોગ્ય છે, કારણ કે ભાઈને મારી થોડો વખત તુચ્છ રાજ્ય ભોગવીને ચિરકાળ કલંકિત થવું તે યોગ્ય નથી. એમ વિચારી ભરતની ક્ષમા યાચીને મુનિ થયા. તેમ મોટું રાજ્ય તજવાનો પ્રસંગ હોય તો પણ અઘોર કૃત્ય ન કરવું. ૩૭. ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બૂરું કરતાં શેકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. આગળ “સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ” (પુષ્ય ૧૧માં) કહ્યું તે વાત અહીં સ્યાદવાદથી સ્પષ્ટ કરે છે. લૌકિક પુણ્યના યોગે બાહ્ય સુખની સામગ્રી મળી હોય તેને લોકો ભાગ્યશાળી કહે છે. તે અર્થમાં પણ જો પુણ્યબળે સામગ્રી મળી હોય તેને બીજાના દુઃખ દૂર કરવામાં કે તેને ભાગ્યશાળી બનાવવામાં વાપરવી. સર્વ સદ્ભાગ્યનું કારણ એક સપુરુષ છે. પોતાને સપુરુષ મળવાથી ભાગ્યશાળી માનતો હોય તેણે બીજાને પણ તેની પ્રાપ્તિ થાય એવી અનુકૂળતા કરી આપવી. અથવા પ્રભાવના એટલે જે કોઈ કાર્યથી સત્પરુષ પ્રત્યે લોકોનું મન વળે તેવું કાર્ય તન, મન, ઘનથી કરવા યોગ્ય છે. પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બૂરું કરતાં રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે - પોતે આફતમાં હોય તો બીજાને આફતમાં ન નાખવાની કાળજી રાખવી. પણ પોતે બૂડે અને બીજાને બૂડાડે; તેમ ઘણા વ્યસની જીવો પોતાને લતે બીજાને પણ ચઢાવે છે. ખાવાનું ન હોય તો ચોરી કરે પણ પોતાનું દુઃખ દૂર કરવા બીજાનું શું થશે તેનો વિચાર કરતા નથી. અન્યાયથી ઘન કમાવે, દુરાચારથી વિષય-ભોગો ભોગવે, પોતે મોટો થવા બીજાને હલકો પાડે વગેરે કરવા યોગ્ય નથી. પોતે વધારે પૈસાદાર થાય અને બીજો ઓછા પૈસાવાળો થાય તેમ ઇચ્છે છે. એવી સ્પર્ધા કરવામાં ઘણા પાપ થાય છે. ગામડાંમાં ગ્રામ્યજીવનમાં આવું બહુ બને છે, બીજાનું ભલું કરવાને બદલે સામાનું ખોટું કેમ દેખાય તે માટે જીવ મથ્યા કરે છે. એકનું નાક કપાયું હોય એટલે કે અનઇચ્છનીય થયું હોય તો બીજાઓનું પણ કપાય તો સારું એમ કરે છે. આ લૌકિક વાત થઈ.
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy