________________
=
૫૧
શ્રીમદ્ રાજચંદ્ર ૩૨. જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર.
અમલમસ્ત એટલે સત્તાધિકારી. જો તને મોટી પદવીનો ગર્વ હોય તો નેપોલિયનના જીવનચરિત્ર ઉપર દ્રષ્ટિ કરી જો. તો તને જણાશે કે સિપાહીની હલકી નોકરીમાંથી મોટા રાજાઓને પણ ઠગનાર તે થયો. પણ આખરે નિરાધાર સ્થિતિમાં તે મરણ પામ્યો. આમ લૌકિક માન વગેરે બધું ક્ષણિક છે. તે ન હોય તો ક્ષણમાં પ્રાપ્ત થાય અને ક્ષણમાં વળી નાશ પામે. તથા માન મેળવવા જે કંઈ પાપ કરેલું હોય તે જીવને ભોગવવું પડે. આવી અનર્થકારી તુચ્છ વસ્તુનો ગર્વ શો કરવો. નેપોલિયન એક્લો લડાઈમાં જ હોશિયાર હતો એટલું જ નહીં પણ બધામાં હોશિયાર હતો. એનો ક્ષયોપશમ એટલે બુદ્ધિ બહુ જબરી હતી. એની શક્તિ બથી એણે ક્ષણિક વસ્તુઓમાં વાપરી. કંઈ આત્મહિત કરી શક્યો નહીં.
કામ વિચારી કરે, ડરે નહિં તે જન ડાહ્યો;
ગુણનો ન ઘરે ગર્વ, સર્વથી હોય સવાયો.” -સાદી શિખામણ ૩૩. ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર
કરી આજના દિવસમાં પ્રવેશ કર.
મરણના સમયની ખબર નથી એટલે ઘણાં કામો શરૂ કરવા કરતાં એટલે નવા કામો હાથમાં લેવા કરતાં આરંભેલું કામ પહેલું પૂરું કરી લેવું. આજનો દિવસ જીવવાનો મળ્યો તો આ અધુરું કામ-આત્માનું પૂરું કરી લેવું; એવા સુવિચાર કરવા કહ્યું. જેમ આજનો દિવસ ઊગતો દીઠો તેમ આથમેલો પણ જોઈશું એવું કંઈ નક્કી નથી. જે માટે જન્મ્યા છીએ, આ દેહ ઘારણ કર્યો છે, તે આત્માનું કામ શરૂ કર્યું છે કે અધુરું છે કે પૂરું કર્યું છે તે વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ખરું તો આત્માનું કામ અધુરું છે તે અધૂરું રાખી મરી જવા યોગ્ય નથી. આત્મજ્ઞાન - સમકિત થયા વિના આ મનુષ્ય દેહ ગુમાવવા યોગ્ય નથી. ‘શ્રદ્ધા પરમ દુલ્લહા.’ મરતાં પહેલાં આટલું અવશ્ય કરી લેવા યોગ્ય છે. ૩૪, આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ઘારતો હો તો વિવેકથી સમય,
શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર, કોઈ નવું કામ શરૂ કરવું હોય તો નીચેની કહેલી બાબતો લક્ષમાં રાખવી– (૧) કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં વિવેકથી વિચારવા કહ્યું. હેય, ય,
પુષ્પમાળા વિવેચન ઉપાદેયરૂપે વિચારીને પછી કરવા જણાવ્યું. જે કામ કરવું છે તેને $ જ્ઞાની પુરુષોએ ઉપાદેય માન્યું છે કે હેય માન્યું છે કે ઉપેક્ષા કરવા યોગ્ય માન્યું છે એમ વિચારવું તેનું નામ વિવેક છે. વિવેકથી વિચારીને પછી–
(૨) સમયનો– વિચાર કરવા કહ્યું. બીજાં કામ જે હાથમાં લીધાં છે તે ન બગડે અને નવું કામ થાય એટલો વખત છે? અથવા એ કામ સારી રીતે કરવાને માટે જેટલો વખત જોઈએ તેટલો અવકાશ હું કાઢી શકીશ કે નહીં? કેટલાંક જીવો આરંભે શૂરા હોય છે પણ પછીથી થાકી જાય છે. એટલે સારી શરૂઆત કરીને અંત ખરાબ આણે છે. કેટલાંક સામાન્ય રીતે શરૂઆત કરી જેમ જેમ કામમાં આગળ વધતા જાય તેમ તેમ તે કામને દીપાવે છે. અને કોઈ તો શરૂઆતથી જ ઢીલો હોય તે ઠેઠ સુધી પહોંચે કે ન પણ પહોંચે એવો હોય છે. અને કોઈ ઉત્સાહથી ઉપાડે છે અને ઠેઠ સુધી ઉત્સાહ, ખંત રાખી તે કાર્યને પૂરું કરે છે.
(૩) શક્તિ-સંબંધી વિચાર કરવા કહ્યું. પોતાની તે કામ અંગેની કેવી શક્તિ છે તે વિચારવા જણાવ્યું. શક્તિ ઉપરાંતનું કામ લીધું હોય તો ચિત્તમાં આકુળ-વ્યાકુળતા રહેવાનો સંભવ છે. ઘર્મ આરાધનનું કામ હોય તો પણ આર્તધ્યાન થાય. જેમ કે એક ઉપવાસ કરવાની શક્તિ હોય અને ત્રણ ચાર ઉપવાસનું પચખાણ લઈ લે, તો પછી આર્ત, રૌદ્ર ધ્યાન થાય.
(૪) પરિણામ આ કામનું ફળ શું આવશે? પોતાના પરિણામ ઠેઠ સુધી ચઢતા રહેશે કે નહીં તે પ્રથમ વિચારી લેવું જોઈએ. જેમ કોઈ દીક્ષા લેવાનું ધારતો હોય અને પોતાની વર્તમાન દશાને જોઈ વિચારે કે જિંદગી સુધી વ્રતમાં મને કોઈ વાંધો આવશે કે નહીં? હું જે વસ્તુ ત્યાગુ છું એની ઇચ્છા મારામાં છે કે નહીં એમ વિચારે તો પોતાને ખબર પડે. જો અંદરમાં ઇચ્છા હોય અને તે નિવૃત્ત ન થઈ હોય તો મુનિપણામાં પણ મને દેવલોકાદિ મળે એવી ભોગની ઇચ્છાઓ કરે અને તેને પોષ્યા કરે. માટે પહેલાં પોતાની યોગ્યતા પ્રાપ્ત કરીને, પછી વ્રતાદિ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ જણાવ્યું. ૩૫. પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ.
વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. કોઈ કાંટાવાળા રસ્તામાં ચાલવું હોય તો સાવચેતી રાખીને ચાલે તેમ