________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫૪
તેમ પરમાર્થમાં પણ તેવી ભૂલો ન થાય તે માટે ચેતવાનું કહે છે. સમાઘિસોપાનમાં પત્ર ૫૨માં જણાવે છે કે “જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.’’ (વ.પૃ.૪૩૫) કેમકે મિથ્યાત્વદશામાં જીવને મોહમાં પ્રીતિ હોય છે. તે ચેપી રોગ જેવી છે. માટે મુમુક્ષુએ પોતાના હિતને માટે અને અન્યને પણ તેવા મોહના રોગથી બચાવવા માટે સત્પુરુષ પ્રત્યે દૃષ્ટિ રાખવા યોગ્ય છે, તેનાં જ ગુણગ્રામમાં પ્રવર્તવા યોગ્ય છે. એ ભુલાતાં જીવ બીજી પરવસ્તુઓમાં લૌકિક મોહ અને નિંદાદિ કારણમાં તણાઈ જાય છે. અને પોતાનું તથા અન્યનું બૂરું કરે છે. સમ્યક્ત્વ પામવાના કારણથી પોતે દૂર રહે છે અને બીજાને પણ દૂર રાખે છે, તે નહીં કરવા માટે આ ચેતવણી આપે છે.
૩૮. ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષવૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે.
ધર્માચાર્ય એ અનેક જનોના આદર્શરૂપ છે. તેના અલ્પ પણ દોષોનું અનુકરણ કરનારાં ઘણા મળી આવે. કારણ કે વિચારવાન જીવ બહુ થોડાં હોય છે. મોટો સમૂહ તો દેખાદેખી પ્રવર્તે છે. માટે ઉત્તમ નિમિત્ત બનવા ધર્માચાર્યે પુરુષાર્થ કરવો, અને પોતાના અનાચાર ભણી કટાક્ષ એટલે તિરસ્કાર યુક્ત દૃષ્ટિ રાખવી. બીજો કોઈ પોતાના દોષને પોષણ આપતો દેખાય તેને શત્રુ સમજવા યોગ્ય છે. કોઈ દોષ પોતાનો કાઢવા આચાર્ય પુરુષાર્થ કરતા હોય ને તે પુરુષાર્થ પડી ભાગે તેવું કોઈ કરે તો તે શત્રુનું કામ કરે છે એમ જાણવું. જગત મોહાધીન છે અને મોહને પોષે છે. પણ આચાર્યનો રસ્તો બીજો છે. તેને તો મોહનો ક્ષય કરવો છે. માટે બધા પ્રલોભનથી ઉદાસ રહેવા યોગ્ય છે. ક્ષમા એ વીર પુરુષોનું ભૂષણ છે
બાદશાહના પુત્રનું દૃષ્ટાંત :- બાદશાહના પુત્રને સેનાપતિના પુત્ર સાથે ઝઘડો થયો. સેનાપતિના પુત્રે બાદશાહના પુત્રને ગાળ આપી. તેની ફરિયાદ કરવા તે પિતા પાસે આવ્યો. ત્યારે બાદશાહ સભા ભરીને બેઠા હતા. તેથી
વિચાર કરી દરબારને ઉદ્દેશીને બોલ્યા—દરબારીઓ હું તમને પૂછું છું કે આ બાબતમાં મારે શું કરવું જોઈએ ?
પુષ્પમાળા વિવેચન દરબારીમાંથી એક જણ બોલ્યો : એ નાલાયકને ફાંસી જ આપવી જોઈએ.
૫૫
બીજો દરબારી બોલ્યો : તેની જીભ ખેંચી કાઢવી જોઈએ. ત્રીજો દરબારી બોલ્યો ઃ તેને આજીવન કારાવાસની સજા કરવી જોઈએ.
આમ સહુએ બાદશાહને ખુશ કરવા કહ્યું. બઘાની વાત સાંભળી લીધા પછી બાદશાહે પોતાના પુત્રને ઉદ્દેશીને કહ્યું : “બેટા ! આ દરબારીઓએ કહેલી એક પણ સજા મને યોગ્ય લાગતી નથી. સૌથી સુંદર વાત તો એ છે કે તું એને ક્ષમા આપી દે. ક્ષમાના શસ્ત્રથી શત્રુ પણ મિત્ર બની જાય છે. તે જ સાચો વીર છે કે જે બીજાને ક્ષમા આપી શકે. તું આવો વીર બને તેમ હું ઇચ્છું છું. છતાં તને મારી આ વાત ન ગમતી હોય તો તું એને એક ગાળ દઈ શકે છે, પરંતુ એ રસ્તો સજ્જનને શોભે તેવો નથી.
પિતાની વાત પુત્રના હૈયામાં ઊતરી ગઈ. એણે સેનાપતિના પુત્રને ક્ષમા આપી. ત્યારપછી બન્ને પુત્રો મિત્રો બની ગયા. જીવનઘડતર પ્રવેશિકા ૩૯. અનુચર હો તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા
અધિરાજની નિમકહલાલી ઇચ્છી આજના દિવસમાં પ્રવેશ કરશે. જેનાથી પોતાની આજીવિકા ચાલતી હોય તેનું કામ કરવાનો પ્રસંગ આવે ત્યાં નિમકહરામ ન થવું. પરંતુ પોતાના ઉપર કરેલા ઉપકારનો બદલો