SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ શ્રીમદ્ રાજચંદ્ર ૪૨ ( 1 થતાં તેને નિર્જન જંગલમાં ધકેલી દેવામાં આવતો. ત્યાં ખાવા, પીવા કે રહેવા માટે કંઈ મળે નહીં. જાનવરના મુખનો કોળિયો બની તે મોતને ભેટતો. આવી પરિસ્થિતિના કારણે કોઈ હાલમાં પ્રમુખ થવા તૈયાર થયો નહીં. આમ ઘણો સમય પસાર થયો. છેવટે એક બુદ્ધિમાન યુવાન પ્રમુખ બનવા તૈયાર થયો. પ્રમુખ બન્યા પછી એ યુવાન દિવ્ય રાજમહેલમાં આવ્યો. પણ ખાવા પીવા કે સુંદર સ્ત્રીઓના મોહમાં ફસાયો નહીં. પ્રમુખ થયા પછી ઉદ્યમ કરી જ્યાં પાંચ વર્ષ પછી જંગલમાં મોકલે છે ત્યાં અહિંથી બધી વસ્તુ મોકલી સુંદર નગર વસાવી દીધું. પાંચ વર્ષ પૂરા થતાં એ યુવાન પ્રમુખ જ્યારે હસતો હસતો વિદાય થવા લાગ્યો ત્યારે તેને વળાવવા આવેલા નગર લોકોએ તેને પૂછ્યું. આપની પહેલાનાં પ્રમુખો અહીંથી વિદાય થતાં ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડતા હતા. જ્યારે તમે તો વિદાય થતાં હસો છો તેનું કારણ શું? તે યુવાન બોલ્યો પહેલાંના પ્રમુખો મૂર્ખ હતા. કારણ કે પાંચ વર્ષના સુખમાં તેઓ લીન થઈ જતા પછી શું થશે તેનો તેઓ વિચાર કરતા નહીં. જ્યારે મેં તો નિર્જન વનમાં જ્યાં મારે જવાનું છે ત્યાં સુંદર નગર બનાવી દીધું છે. તેથી હું હર્ષભેર ત્યાં જઈ રહ્યો છું. પુષ્પમાળા વિવેચન માનવભવના થોડા વર્ષોના ઇન્દ્રિય સુખોમાં જે માણસો ખૂબ લીન બની જાય છે તે ખરેખર પેલા મૂર્ખ-પ્રમુખો જેવા પાગલ છે. પણ જે માણસો સંસારના સુખોથી વિરાગી રહીને ઘર્મની આરાધના કરી પરભવ સુધારે તો મરણ વખતે પણ તેમને ભય ન લાગે, મરણ આવે તોય પ્રસન્નતા રહે. માટે ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કરવી યોગ્ય છે. જીવન ઘડતર પ્રવેશિકા ૨૮. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી વૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. વૃદ્ધાવસ્થામાં સમાધિમરણની તૈયારી કરવી યોગ્ય છે; કારણ કે હવે મૃત્યુ નજીક છે. દરેક અવસ્થામાં સમજ આવે ત્યારથી સમાધિમરણની ભાવના કરતા રહેવું. પણ વૃદ્ધાવસ્થામાં તો એ ભાવના કદી ચૂકવી નહીં. જાણે વહેલા જ મરી ગયા હતા એમ જાણીને ઘરમની, સમાધિમરણની તૈયારી માટે જ જીવવા યોગ્ય છે. ભગવતી આરાધનામાં લખ્યું છે કે મરણ છે એની ખબર પડી હોય તો સમાધિમરણની તૈયારી કરવા માટે બાર વરસ પહેલાં ચેતવું જોઈએ. ગુરુની એટલે સમાધિમરણ કરાવે તેવા નિર્ધામકની અને તેવા ક્ષેત્રની કે જ્યાં સર્વ પ્રકારે સમાધિમરણ માટેની અનુકૂળતા મળી આવે, તેની તપાસમાં સમાધિમરણનું વ્રત લેતાં પહેલાં ૧૨ વર્ષ ફરવું. તેવી અનુકૂળતાઓ શોધતો હોય તે વખતે સહનશીલતા વધારવાનો પણ અભ્યાસ કરવો એમ કહ્યું છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં ચીઢીયો સ્વભાવ થઈ જાય છે. તે દૂર કરવા કહે છે. “કમજોર ને ગુસ્સા ઘણા.” એક તો શક્તિ ક્ષીણ થવાથી પોતાથી થઈ શકે નહી, અને બીજાને કહે ત્યારે તે પણ થાય નહીં તો કષાય કરે છે. પણ તે વખતે એણે એમ વિચારવું જોઈએ કે થોડા સમયમાં મારે તો મરવાનું છે. હવે કેટલું જીવવું છે ? તો મારા નિમિત્તે કોઈને શા માટે દુભાવું? એમ વિચારી મન, વચનનો સંયમ વધારવા યોગ્ય છે. પ્રભુશ્રીજી બધાને ‘પ્રભુ” કહી બોલાવતા. વાણી મીઠી હોય તો બીજાને પણ શાંતિ રહે, કષાય ન થાય. તેના ઉપર પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે– બંગડીના વેપારીનું દૃષ્ટાંત - એક બંગડીનો વેપારી ગધેડી ઉપર બંગડીઓ ભરીને વેચવા જાય ત્યારે તે ગધેડીને ‘ભાજી, ફોઈબા, ડોશીમા’ એવા વિનયના શબ્દ બોલી, ન ચાલે તો ડફણું મારે. ત્યાં એક સાથુ જતો હતો તેણે આ કથાનો સાર જ્ઞાની પુરુષો આપણને કહે છે કે આ મળેલા
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy