________________
શ્રીમદ્ રાજચંદ્ર
એને પૂછ્યું—તમે આમ કેમ બોલો છો ?’ ત્યારે બંગડીના વેપારીએ કહ્યું કે “મને જો ગધેડી કહેવાની ટેવ પડી જાય તો રજપૂતોના ગામમાં કોઈ મારી બધી બંગડીઓ ભાંગી નાખે અને મારો જીવ પણ જોખમમાં આવી જાય. કોઈ સ્ત્રીને અજાણ્યે પણ જો ‘ગધેડી' કહી બેઠો તો મારા ભોગ
૪૪
મળ્યા ! તેથી આ ટેવ પાડવા માટે, આ અભ્યાસ કરું છું.
આખી જિંદગીમાં જે જાણ્યું હોય, વાંચ્યું હોય, સાંભળ્યું હોય તેને આચરણમાં મૂકવા માટે આ વૃદ્ધાવસ્થા છે. પણ ક્રોધ કરીને પૂર્વના પુણ્યને બાળી દેવા માટે નથી. ક્રોધ કરવાથી બીજાને ખોટું લાગે અને પોતાના પણ પરિણામ બગડે. તે ઉપર પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત કહેતા કે છેવટનો વખત એટલે મરણકાળે કોઈને ગળામાં ગળફો ભરાયો હોય અને એની પાસે રહેનાર તે ગળફો કાઢવા માટે કે તેનો ગળફો બેસી જાય તે માટે, તેના ગળામાં પાણી રેડે, અથવા તેનું ગળું સુકાઈ ગયું જાણી તેમ કરે. તે સારું કરવા જાય પણ જે માંદો હોય તેનાથી તો શ્વાસ પણ લેવાતો ન હોય અને પાણી રેડે તો તેનાથી તેને વધારે અકળામણ થાય. માટે એક તો પાસે રહેનારે ઉતાવળ ન કરવી જોઈએ. અને તેનું શું પરિણામ આવશે તે પહેલા વિચારવું જોઈએ. અને દરદીએ પણ સહનશીલ રહેવું જોઈએ. બોલી ન શકાય તો તે વખતે એમ વિચારવું કે આના દ્વારા મારે ઉપસર્ગ થવાનો હશે એમ ધારી પરિણામ બગડવા દેવા ન જોઈએ. આ તો મારા ભલા માટે કરે છે એમ વિચારી શાંત રહેવું અને ખમી ખૂંદવું. ‘જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા કર્તવ્ય છે.’ તે સિવાય ત્યાં બીજો કોઈ ઉપાય નથી. એમ જો
તું વૃદ્ધ હોય તો મોત ભણી દૃષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૯. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મક૨ણીને સંભાર,-દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી વૃષ્ટિ કર,
લગ્નનો હેતુ મર્યાદા ધર્મ સાચવવા માટે છે. આ વાક્યમાં સ્ત્રીને પતિ પ્રત્યેની ધર્મકરણી સંભારવા કહ્યું. કારણ કે પતિ-પત્નીમાં મોહનું પ્રધાનપણું હોય છે. મદનરેખા જેવી સતી સ્ત્રીઓએ તો પોતાના પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભારી તેની સદ્ગતિ થાય તેમ મદદ કરી છે તે વાત આ પ્રમાણે છે –
મદનરેખાનું દૃષ્ટાંત :- એક મણિરથ નામનો રાજા હતો. તેનો નાનો ભાઈ યુગબાહુ હતો. તેની સ્ત્રી મદનરેખા હતી. તે સ્વરૂપવાન હોવાથી તેની
૪૫
પુષ્પમાળા વિવેચન ઉપર મણિરથ રાજાની કુદૃષ્ટિ થઈ. તેથી બીજા ગામમાં લોકો રાજ વિરુદ્ધ વર્તે છે તેમને વશ કરવાના બહાનાથી નાના ભાઈ યુગબાહુને પરગામ મોકલ્યો. પછી તેની સ્ત્રી મદનરેખાને રાજી કરવા અનેક પ્રકારની ભેટો રાજા તેને મોકલવા લાગ્યો. રાજાની કૃપા જાણીને તે લેતી હતી. પણ રાજાએ એક દિવસ પોતાનો દુષ્ટ અભિપ્રાય જાહેર કર્યો. તેમાં એ સંમત થઈ નહીં.
યુગબાહુ બહારગામ ગયો હતો પણ ત્યાં કંઈ તોફાન હતું નહીં. તેથી તે પાછો આવ્યો અને ગામ ઉત્સવના દિવસે બન્ને બગીચામાં નિવાસ કરીને રહેલા હતા. તે વખતે રાજા મણિરથને વિચાર આવ્યો કે પોતાનો નાનો ભાઈ જીવશે ત્યાં સુધી પોતાની કુધારણા પાર પડશે નહીં. તેથી ભાઈને મારવા તે જ રાત્રે બગીચામાં આવી દૂર ઊભા રહી તેને બોલાવ્યો. ત્યારે અપશુકન થવાથી મદનરેખાએ જવાની ના કહી. પણ મારો ભાઈ બોલાવે છે તેથી હું જઈશ એમ કહી તે ગયો. ત્યારે ઝાડ પાછળ તાકીને ઊભેલ રાજાએ તેના ઉપર તલવારનો ઘા કર્યો. મદનરેખા, યુગબાહુની ચીસ સાંભળીને ત્યાં આવી પણ તે વખતે તે બધું જોઈને ગભરાઈ નહીં, પણ તેના પતિને સમાધિમરણ માટે પોતાની શક્તિ પ્રમાણે સત્પુરુષો પાસે સાંભળેલ બોઘ તેને સંભારી આપ્યો અને જણાવ્યું કે હવે ભાઈ પ્રત્યે દ્વેષ અને મારા પ્રત્યે રાગ રાખશો નહીં.
સત્પુરુષના આશ્રયે આ દેહ છોડવા યોગ્ય છે. જગતની કોઈ વસ્તુમાં દૃષ્ટિ રાખવા યોગ્ય નથી. આ સર્વ કર્મને આધીન થાય છે. માટે રાગદ્વેષના