SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ( એટલું મોટું હતું કે તેનાથી ગુફાનો પોણો ભાગ ઢંકાઈ ગયેલો હતો. ~ વીરસિંહ જેવો કરોળિયાનું જાળું તોડી નાખવા તૈયાર થયો ત્યાં જ રાજાએ તેને અટકાવતા કહ્યું–વીરસિંહ! નાહક આ જાળાના જીવોને શું કરવા મારી નાખે છે? જાળાની નીચે થોડી ખાલી જગ્યા છે તેમાંથી અંદર ચાલ્યા જઈએ. વીરસિંહ કહે : આપની પાછળ સૈનિકો પડ્યા છે અને આવા વખતે કંઈ જીવોની દયા કરવા સમય બગાડાતો હશે? રાજા કહે : જીવોની દયા જ આપણને બચાવી લેશે. પછી બન્ને જણા જાળવીને ગુફામાં ઘુસી ગયા. પછી શત્રુરાજાના સૈનિકો ગુફા પાસે આવીને અટક્યા. એક સૈનિક કહે આ ગુફામાં બેય જણ સંતાયા હશે. બીજો સૈનિક કહે વર્ષોથી જામેલું જાળું તુટ્યા વિના અંદર કેવી રીતે જઈ શકે? એમ વિચારી સૈનિકો આગળ ચાલ્યા ગયા. જીવદયાના કારણે હિંસા ન થઈ તો રાજા અને સૈનિક બન્ને બચી ગયા. તમે જગતના જીવોની દયા કરો, તેનું ભલું કરો, તેનું હિત ચિંતવો. તમારો દયા ઘર્મ જ સદા તમારું રક્ષણ કરશે. જીવનઘડતર પ્રવેશિકા ૨૫. જો તું કસાઈ હોય તો તાસ જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. કસાઈનો ઘંઘો છે ત્યાં પ્રત્યક્ષ હિંસા દેખાય છે. કાલસૌકરિકનું વૃષ્ટાત :- અભયકુમારનો એક મિત્ર કાલસૌકરિક કસાઈનો પુત્ર સુલસ હતો. તેને અભયકુમારના સંગે ઉરમાં દયા વસી હતી. એના પિતા મરી ગયા પછી કતલખાનાનું કામ એના માથે આવ્યું. બઘાં સગાંવહાલાં એને સમજાવવા લાગ્યા કે તારા બાપનું કામ હવે તું કર. એણે કહ્યું તેનું પાપ લાગે તે કોણ ભોગવે? બધા કહે કે—અમારોય એમાં ભાગ છે ને! એટલે એણે કુહાડો લઈ પોતાના પગ પર માર્યો અને પછી બઘાને કહ્યું કે મને બહુ દુઃખે છે. માટે આ મારી વેદનાને તમે બઘા વહેંચી લો. ત્યારે બધા નિરુત્તર થઈ ગયા. ત્યારે તેણે કહ્યું કે આ ભવના આ દુઃખમાં તમે ભાગ લઈ શકતા નથી તો પરભવમાં આ પાપનું ફળ મને ભોગવવું પડે ત્યારે તમે ક્યાં હશો અને એના ફળમાં ભાગ કેવી રીતે લેશો? માટે હું પાપનો ધંધો કરું નહીં. ૪૧ પુષ્પમાળા વિવેચન બીજાને દુઃખ દેતી વખતે પોતાનાં પરિણામ સંક્લેશવાળાં થી થાય છે અને તેથી પાપ બંધાય છે, તેનું ફળ પોતાને જ ભોગવવું પડે છે. તેથી જેને સુખની ઇચ્છા હોય તેણે પાપમાં પ્રવર્તવું નહીં. ઘનાદિ પ્રત્યક્ષ મળતા દેખાય તેથી જીવ પાપને ભૂલી જાય છે. પણ જે મળે છે તે પાપથી મળતું નથી. માને છે કે મેં પાપ કરીને મેળવ્યું. પણ જે મળે છે તે પુણ્યના ઉદયથી મળે છે. ૨૬, જો તું સમજણો બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી વૃષ્ટિ કર. બાળ અવસ્થામાં વિદ્યા પ્રાપ્તિ અને આજ્ઞાંકિતપણું એ બે મુખ્ય કર્તવ્ય બાળકના છે. તે બેમાંથી એકાદ રહી જાય તો આખી જિંદગી એને સાલે છે. પછીથી એવો અભ્યાસ પણ થતો નથી. સ્વચ્છેદાદિના મૂળ દ્રઢ થઈ ગયા હોય તો પછી આજ્ઞાંકિત થવું બહુ મુશ્કેલ થાય છે. ૨૭. જો તે યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહાચર્ય ભણી વૃષ્ટિ કર. યુવાવસ્થામાં શરીરની શક્તિ અને સમજણ હોય છે, તેથી પુરુષાર્થ થઈ શકે. લોકોમાં કહેવાય છે કે “જાવાનીમાં કમાવેલું ઘડપણમાં બેઠા ખવાય” મધમાખી હોય તે પણ વસંતઋતુમાં મધ એકઠું કરી લે છે, એમ ઉદ્યમનો કાળ યુવાવય છે. પણ જો તે વિષય લંપટ થઈ ગયો તો તેનું ચિત્ત ઉદ્યમમાં ચોંટતું નથી. કારણ તેને વિષયનો જ ધ્યેય બની ગયો. તેથી તે પોતાની શરીર સંપત્તિ ગુમાવે છે અને યુવાવસ્થામાં જ વૃદ્ધ જેવો બની જાય છે. તેની જિંદગી નકામી જાય; માટે ચેતાવે છે કે યુવાવસ્થાનો કાળ સાચવવા યોગ્ય છે, “ગઘા પચ્ચીસી” કહેવાય છે તે વખતે એને જવાબદારીની ખબર હોતી નથી. પણ જો તે સમયે બ્રહ્મચર્યમાં એનું લક્ષ રહે તો ઘર્મ પ્રત્યે એની વૃત્તિ વધે છે અને તત્ત્વજ્ઞાનની પાત્રતા પણ પામે છે માટે પ.ક.દેવે જણાવ્યું કે “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન.” યુવાનીમાં બ્રહ્મચર્ય પાળી ઉથમવંત રહેવું. એક યુવાનનું વૃષ્ટાંત :- અદ્ભુત નગરની એક અદ્ભુત વિશેષતા હતી. એ નગરમાં પાંચ વર્ષ માટે પ્રમુખ ચૂંટાતો. પ્રમુખ થયા પછી પાંચ વર્ષ સુઘી પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવવામાં તલ્લીન થઈ જતો. પાંચ વર્ષ પૂરા
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy