________________
શ્રીમદ્ રાજચંદ્ર
પૂછે તો મારે આટલી જરૂર છે એમ નક્કી કરી રાખજે. બીજા ૐ શબ્દોમાં એમને કહેવું છે કે પૈસા છે તો રળવાનું કારણ તને કંઈ જડશે નહીં—કંઈ કારણ છે જ નહીં એમ તને લાગશે. ધંધો કરીને પૈસા જ કમાવવા છે ને ? તે તો તારી પાસે છે. તો હવે તેનો ઉપયોગ કરને ! ઘનના મોહને
૩૮
લઈને ચિંતામણિ જેવો આ નરભવ છે તે ગુમાવવા જેવો નથી. વધારે પૈસા મળશે તો પણ કંઈ તૃપ્તિ થશે નહીં. ઊલટી તૃષ્ણા વધશે. માટે ઉત્તમ રીતે કેમ આયુષ્ય ગળાય તે વિચારવા માટે શ્રીમંતને પ્રેરે છે. રળવાનું કારણ શું છે? એ પહેલું કહ્યું. પછી રળવાની જરૂર નથી તો પૈસાના ઉપયોગને વિચારજે એટલે (૧) પૈસા શું કરવા ભેગા કરે છે અને (૨) છે એનો શો ઉપયોગ કરે છે, અને વધારે મેળવવા ધારે છે તેનો શું ઉપયોગ કરવા ધાર્યું છે? વધારે વિચારે તો ધન એને માથે બોજા જેવું ઉપાધિરૂપ લાગે. જેના માથે બોજો (પોટલું) હોય તે ઉપાડી ન શકતો હોય અને તેમાં વળી કોઈ આવીને પાંચ શેર બીજું નાખી જાય તો તે ઉપાડી ન જ શકાય, તેમ છે. વિચાર નથી એટલે એને લક્ષ્મીનું સુખ લાગે છે. બીજાનાં કરતાં મને વધારે થાય એમ દેખાદેખીથી થાય છે. પણ શું કરવા તને વધારે જોઈએ, શા માટે? એનો વિચાર કરતો નથી. ગાડરીયા પ્રવાહમાં ચાલ્યો (ખેંચાયો) જાય છે. વિચાર કર્યા વગર માત્ર દેખાદેખીથી કરે છે. કૃપાળુદેવ લખે છે “લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈપણ પરાર્થિક એટલે પરોપકાર કરવાના કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત. એમ લાગવાથી મૌન ગ્રહી તે સંબંધી સત્ સગવડમાં હતો. પરાર્થ કરતાં વખતે લક્ષ્મી અંધાપો, બહેરાપણું અને મૂંગાપણું આપી દે છે. આંધળાપણું એટલે લોભ, અહિતમાં પ્રવર્તાવે છે. પોતાને લાભ થતો હોય તો બીજાના હિત તરફ આંખમીંચામણા કરે. બહેરાપણું એટલે કોઈ લક્ષ્મીની યાચના કરતું હોય તો જાણે સાંભળતો જ નથી એમ વર્તે. મૂંગાપણું એટલે કોઈ સારું કામ હોય તેમાં પણ એની વાણી ન વર્તાવે કે બોલીશું તો પૈસા આપવા પડશે; અથવા મોટા માણસો હલકાંની સાથે બોલતાં નથી એમ મનમાં માન આવે છે. પરમાર્થે પણ લક્ષ્મી એકઠી કરવા જતા લોભ, માન, સ્વાર્થીપણું આવી જાય અથવા અતડો રહે, દયા ન રહે આદિ દોષો આવવાનો સંભવ રહે છે. કોઈનું બગડતું હોય તો કહે કે માણસો હોય તો મોકલું પણ પોતે ન જાય. ગરીબ હોય તો પોતે ઊઠીને જાય. લક્ષ્મીને લીધે વર્તનમાં પોતે ભારે થઈ જાય
૩૯
પુષ્પમાળા વિવેચન
છે. મનુષ્ય જેવો રહેતો નથી. પહેલાં પાલખીમાં બેસીને શેઠ લોકો આવતા. નરવાહન પર બેસીને એટલે કે લોકોની ખાંધ ઉપર ચઢીને –– આવતા. જેથી સામાન્ય માણસોની દરકાર નથી.’ ‘સુખ વિષે વિચાર’ નામના પાઠમાં મોક્ષમાળામાં એ વિષે ઘણી વાત પરમકૃપાળુદેવે લખેલ છે.
૨૪. ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાય-સંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ.
અનાજ, દાણા વગેરેના વેપારીને માટે કહે છે. વ્યાપારીનું લક્ષ પૈસા તરફ હોય છે. તેને હિંસાની દરકાર હોતી નથી. અનાજ સડી જાય, જીવડાં પડે વગેરે જીવોની હિંસા કેટલી થાય તેની દરકાર નથી હોતી. અનાજ પોતે જ સચિત્ત હોય છે, તે ઉપરાંત અંદર જીવ પડે એ બધાની હિંસાથી સાવચેત કરવા કહે છે, અસંખ્ય જીવો અનાજમાં વેપારીને ત્યાં હોય. જીવડાં અનાજમાંથી દૂર કરવા પડે તો પણ લોકોની અવરજવર ન હોય ત્યાં મૂકવા; જેથી એની જરા કાળજીથી બીજા ઘણા નાના જીવોને લાભ થાય. કાળજી રાખનારે જેટલો ભાવ કર્યો એટલો તેને લાભ થાય છે. અને એના નિમિત્તે બીજા જોનારા માણસને પણ એમ થાય છે કે આ સારું કરે છે આપણે પણ એમ કરવું જોઈએ, એવી શિખામણ લેનારને અનુમોદન થાય છે તેથી તેમને પણ લાભ થાય છે. એકાંતે જીવોનું થવાનું હશે તેમ થશે એમ માનવા જેવું નથી. કોઈને ધંધાની પસંદગી કરવી હોય તો જેમાં હિંસા ન થતી હોય તેવો ધંધો પસંદ કરવો અથવા જેમાં ઓછી હિંસા થતી હોય તેવો ધંધો, ન્યાયસંપન્ન એટલે ન્યાયયુક્ત કરવો જોઈએ. એક તો અનાજનો ધંધો જ પાપનો છે તેમાં જો વળી અન્યાય કરીશ તો વધારે ઠંડાઈશ; માટે અન્યાય મૂકી દઈ ન્યાયસંપન્ન વ્યાપારમાં તારું ચિત્ત ખેંચ,
આનંદશાહનું દૃષ્ટાંત :–આનંદપુરનો રાજા આનંદશાહ શત્રુઓના હાથે ઝડપાઈ જતા માંડ માંડ બચી ગયો. પોતાની જાન બચાવવા પોતાના વફાદાર સૈનિક વીરસેનની સાથે નાસી ગયો. પાછળ શત્રુરાજાના સૈનિકો પડ્યાં.
ભાગતા ભાગતા ખૂબ થાકી ગયેલા રાજાની નજરે એક ગુફા ચડી ગઈ. રાજાએ થોભીને વીરસિંહને કહ્યું વીરસિંહ, આપણે ભાગી શકીએ તેમ નથી માટે આ ગુફામાં સંતાઈ જઈએ. વીરસિંહ કહે : ભલે રાજાજી!
વીરસિંહ ગુફામાં ઘૂસવા લાગ્યો પણ ઘણા વર્ષોથી કરોળીયાનું જાળું