SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર એમ પણ આ સ્થળે આશય નથી. પરંતુ પ્રજામાં ગણાતાં વિચક્ષણ - પુરુષોની પ્રથમ સંમતિ માટે અપક્ષપાતે પ્રગટ કરવું, પછી યથાયોગ્ય વિચાર કરીને કર નાખવા. રાજા અને પ્રજા બેયે મળીને કર નાખવા. ભરત ચક્રવર્તીની જેમ. ઉપર આવેલ શબ્દોના અર્થ નીચે પ્રમાણે સમજવા :— ૧. નૃપતિનો આત્મઘર્મ એટલે પોતાના કર્તવ્યનું નિત્ય સ્મરણ કરવું. ૨. રાજકુટુંબ બે ભેદે સમજવું; પોતે અને સગાં. ૩. પ્રજા સંમત પુરુષોનું એક મંડળ રાખવું. ૪. પ્રજા સંપત્તિની વૃદ્ધિ અર્થે કળા કૌશલ્ય વધારવાં. ૫. ન્યાય વ્યવસ્થા ગોઠવવી. ૬. સ્વાચરણ નિયમ સમજવા. ૩૬ સ્વાચરણ નિયમ—એટલે ઉત્તમ નૃપતિઓ આગળ વિવેચન કરેલાં સ્વ આત્મધર્મને કે પોતાના કર્તવ્યને સમજી, ધર્મ, નીતિ અને સદ્-આચરણને સેવતા હતા. આ કાળમાં ટૂંકી જિંદગી નૃપતિઓની થઈ તેનું કારણ માત્ર ખરા વીર્યની ખામી, તેના કારણોમાં દુરાચાર, ઉદાર અને બહોળા મનનું ઘટવું તે છે. એક દિવસના, રાજાએ નીચે પ્રમાણે ભાગ પાડવા જોઈએ. ૨ પહોર નિદ્રા ૨ પહોર રાજ્યતંત્ર ૧ પહોર વિદ્યાપ્રયોજન ૧ પહોર આહાર વિહાર ૧ પહોર ગંભીર વિનોદ ૧ પહોર ધર્મ ધ્યાન. કેમકે “ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને તે અમૂલ્ય છે. તો પછી આખી આયુષ્યસ્થિતિ! એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ! એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે.'' વ.પૃ.૪૮૬) ૩૭ પુષ્પમાળા વિવેચન આગળ આવ્યું હતું કે મરણને સંભારવું. તે બધું વૈરાગ્ય આપે એવું છે. પ્રભુશ્રીજી કહેતા કે તું ‘મેમાન જેવો છું.’ એક મુસ્લિમ મહાત્માએ કહ્યું છે—“જો તારે બંધુ, મિત્રની આકાંક્ષા હોય તો તેને માટે પરમાત્મા બસ છે. જો તારે સંગી જોઈતો હોય તો વિધાતા (પ્રારબ્ધ) બસ છે. જ્યાં હોય ત્યાં પ્રારબ્ધ સાથે ને સાથે જ છે—સંગી છે જ. જો તારે માન પ્રતિષ્ઠાની જરૂર હોય તો સંસાર બસ છે. સાંત્વન આપનારની આકાંક્ષા હોય તો કુરાન શરીફ એટલે (સત્શાસ્ત્ર) બસ છે. જો તારે કંઈ કામધંધો જોઈતો હોય તો તપશ્ચર્યા (ઇચ્છાનો નિરોધ કરવો) બસ છે. અને ઉપદેશ જોઈતો હોય તો મૃત્યુનું સ્મરણ બસ છે.’’ સત્પુરુષે સમાધિમરણ કર્યું છે, એમ આખી જિંદગી સ્મરણમાં રાખે. સત્પુરુષની અંતરંગ દશા દેહ છૂટતી વખતે એવી સહેજ થઈ ગઈ હોય છે કે તેને અંત વખતે અત્યંત વીર્ય પ્રગટેલું હોય છે સોભાગભાઈની જેમ. તેમને અંતરંગ વચન કહેવું હતું, પણ અંતર્આત્મદશાના કારણે અંત વખતે ન કહી શક્યા. અંબાલાલભાઈ અંત વખતે અંતરંગમાં સ્થિર થઈ ગયા અને પ્રભુશ્રીજીનું પણ એવું જ સમાધિમરણ થયું હતું. તેમ તું રાજા હો તો પણ તારે મરી જવાનું છે. માટે મરણની સ્મૃતિ કરવા કહ્યું અને પ્રમાદ ન કર એમ જણાવ્યું. કેમકે હે રાજા! તું પણ કાળને ઘેર આવેલો પરૂણો એટલે મહેમાન છો. તારે પણ એક દિવસે અહીંથી જવાનું છે. ૨૨. વકીલ હો તો એથી અર્ધા વિચારને મનન કરી જજે. વકીલનો પૈસો અથવા એની બધી આવક રાજાના જેવી છે. વકીલને પણ બીજા જીવોને સુખ થાય તેમ નજર રાખવાની જરૂર છે. ધંધાઅર્થે લોકોના કર આદિ વિષે કાયદાઓ સમજે છે તેમ પરોપકાર અર્થે પણ કરવા કહ્યું. ગાંધીજી તેમ કરતા હતા. જેને વધારે ક્ષયોપશમ છે એને વધારે જવાબદારી છે. નહીં તો બુદ્ધિના બળે તર્કથી વધારે ઊંધુ છતું કરી શકે. ૨૩. શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રળવાનું કારણ આજે શોધીને કહેજે. તું શું કામ ૨ળે છે એનો વિચાર કરી, હૃદયને શોધીને અથવા સત્પુરુષ
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy