________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
પરાશ્રયે થતી પામરદશા ધરાવે છે. તેથી પોતાનો સ્વીકાર કે શ્રદ્ધાન આ પરમાત્મસ્વભાવપણે કરવો જરૂરી હોય છે. અનાદિકાળથી પર્યાયપણે પોતાની પામરદશાનો સ્વીકાર છે તેના બદલે પોતાનો દ્રવ્યપણે પરમાત્મસ્વભાવનો સ્વીકાર કરવાથી પોતાની પર્યાયની પામરદશા ટળી પરમાત્મદશા પ્રગટે છે તેથી દ્રવ્ય-પર્યાયરૂપ પોતાના સ્વરૂપમાં પોતાનું દ્રવ્યસ્વરૂપ એટલે પરમાત્મસ્વભાવ જ પોતાનું સ્વ છે અને તે સિવાયનું સઘળું પર છે તે રીતે સ્વ-પરનો વિવેક કરી પોતાના સ્વનો એટલે કે પરમાત્મસ્વભાવનો સ્વીકાર કરવો તે જ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતનો ભાવાર્થ છે.
આ રીતે સ્વ-પરનો વિવેક કર્યા પછી દ્રવ્યપર્યાયમય વસ્તુમાં પોતાનો દ્રવ્યસ્વભાવ કે જે પરમાત્માપણે છે તે જ ઉપાદેય હોય છે. કેમ કે, દ્રવ્યસ્વભાવ જ ત્રિકાળ ધ્રુવ હોવાથી આશ્રયભૂત છે અને અનંતગુણોથી ભરપૂર સામર્થ્યવાળો હોવાથી તેના આશ્રયે જ પોતાના પરમાત્મસ્વભાવ જેવી જ પરમાત્મદશા પ્રગટે છે. આ જીવ અનાદિકાળથી પોતાના પરમાત્મસ્વભાવનો અસ્વીકાર, અનાદર કે અવગણના કરીને પોતાને પોતાની પલટતી પર્યાયપણે પામર જ માને છે. પણ જો પોતે પોતાના આ પરમાત્મસ્વભાવને જાણે, માને અને તેનો આશ્રય કરે તો આ પરાશ્રયે થતી પામરદશા ટળી સ્વાશ્રયે થતી પરમાત્મદશા અવશ્ય પ્રગટે છે. આ રીતે અનેકાંતસ્વરૂપી દ્રવ્યપર્યાયમય વસ્તુમાં પોતાના દ્રવ્યમય પરમાત્મસ્વભાવને જ ઉપાદેય માની તેના ગ્રહણનો ઉપાય કરવો તે પણ ‘હું પરમાત્મા છું’ સિદ્ધાંતનો ભાવાર્થ છે.
} ૮૫ (
સ્વયમેવ સુખ સ્વભાવી અને સુખનું જ કારણ છે અને તે સિવાય સઘળું દુઃખમય અને દુઃખનું કારણ છે તેમ જાણવાથી સુખ-દુઃખનો વિવેક થાય છે. આ રીતે સુખ-દુ:ખ વિવેક કરી સુખસ્વભાવી પરમાત્મસ્વભાવનો સ્વીકાર કરવો તે પણ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતનો ભાવાર્થ છે.
હેય-ઉપાદેયનો વિવેક કરી પરમ ઉપાદેય એવો પોતાનો પરમાત્મસ્વભાવ જ અનંત સુખનો ભંડાર,
અંચલિકા
શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ એ પાંચેય પ્રકારના અર્થમાં માત્ર ભાવાર્થ જ ગ્રાહા હોય છે.
શબ્દાર્થ કાળ અને ક્ષેત્ર અનુસાર બદલાઈ જતો હોય છે અને એક શબ્દના અનેક અર્થ પણ હોય છે તેથી સિદ્ધાંતનો આશય શબ્દાર્થ વડે પકડી શકાતો નથી. તેથી તે ગ્રાહ્યા નથી.
નયાર્થ વડે કયા નયનું કથન છે તે જાણી શકાય છે પણ તેથી સિદ્ધાંતનું પ્રયોજન પકડી શકાતું નથી તેથી તે પણ ગ્રાહા નથી.
મતાર્થીવડે અન્ય મિથ્યા મતોનું નિરાકરણ થાય છે. પણ તેથી પોતાનું હિત સાધી શકાતું નથી. તેથી મતાર્થ પણ ગ્રાહ્યા નથી.
આગમાર્થ વડે સિદ્ધાંતની આગમ અનુસારની સિદ્ધિ થાય છે. પણ તેના વડે સિદ્ધાંતનું પ્રયોજન પાર પડતું નથી. તેથી તે પણ ગ્રાહ્યા નથી.
એક માત્ર ભાવાર્થ વડે જ સિદ્ધાંતનો આશય, પ્રયોજન કે ભાવને સમજી શકાય છે અને તેના
ગ્રહણથી જ સિદ્ધાંતના અલૌકિક અને અચિંત્ય ફળની પ્રાપ્તિ થાય છે. માટે આ ભાવાર્થ જ ગ્રાહ્ય જાણવો.
85