________________
૧૧૦
પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ
વિધાન કે સિદ્ધાંતની સિદ્ધિ સબંધી પ્રતીતિ કરાવતું અનુમાનનું સૌ પ્રથમ સોપાન છે, પ્રતિજ્ઞામાં જે વિધાન કે સિદ્ધાંતની સાબિતિ આપવાની હોય તેની રજૂઆત ધર્મી અને તેના ધર્મના સમુદાયરૂપે કરવામાં આવેલી હોય છે. આપણી વિષયભૂત પ્રતિજ્ઞા ‘હુ પરમાત્મા છુમાં ‘હું' એ ધર્મી અને ‘પરમાત્મા' તેનો ધર્મ છે. તેમાં ધર્મી એ પક્ષ અને ધર્મ એ સાધ્યુ છે, એટલે કે 'હું' એ પક્ષ અને ‘પરમાત્મા' એ સાધ્ય છે. આ રીતે પ્રતિજ્ઞામાં ૧.૧. પક્ષ અને ૧.૨. માધ્યનો
સમાવેશ છે.
પ્રતિજ્ઞા વાક્યનો ધર્મી કે જેના વિષે અનુમાન તારવવાનું હોય છે તેને પક્ષ કહેવાય છે. 'હું પરમાત્મા છું' એ પ્રતિજ્ઞામાં 'હું' એ ધર્મી વિષે અનુમાન કરવાનું હોવાથી ‘હું' એ પક્ષ છે.
પક્ષ હંમેશાં પ્રતિજ્ઞાના ઉદ્દેશ્યસ્થાને હોય છે.
ભિન્ન સાધન વડે સાધ્યની સિદ્ધિ કરવી તે અનુમાનક્રિયા છે. અનુમાનક્રિયામાં સાધ્ધથી
ભિન્ન જે સાધન વડે સાધ્યની સિદ્ધિ કરવામાં આવે તે સાધનને હેતુ કહે છે. હેતુ વડે પ્રતિજ્ઞાના કશનની સિદ્ધિ થાય છે. હું પરમાત્મા છું' એ પ્રતિજ્ઞાના કાનની સિદ્ધિ કરનારો હેતુ છે : કારણ
૧.૧. ક્ષ
જેના વિષે અનુમાન કરવાનું ધ્યેય તેને કે, હું સીમંઘર ભગવાનની જાતિના છું. પક્ષ કહે છે.
૧૩ માધ્ય
જે સાબિત(સિદ્ધ) કરવાનું શ્રેય તેને સાધ્ય કરે છે.
સાઘ્યમાં અનુમાન દ્વારા સાધી શકાય તેવી બાબત તેની સિદ્ધિ માટે અપાયેલ હોય છે. સાધ્ય હેમશો પ્રતિજ્ઞાવાક્યના વિધેયસ્થાને હોય છે,
પ્રતિજ્ઞાવાક્યનો ધર્મ કે જેની અનુમાન દ્વારા સાબિતિ આપવાની હોય તેને સાધ્ય કહે છે. હું પરમાત્મા છું’એ પ્રતિજ્ઞામાં ‘હું’ એ ધર્મી કે પક્ષ છે કે જેના વિષેનો ધર્મ ‘પરમાત્મા' વિષે સાબિતિ આપવાની છે. તેથી હું પરમાત્મા છું' એ પ્રતિજ્ઞામાં પરમાત્મા એ સાધ્ય છે
ર. હેતુ
જેના આધારે અનુમાનક્રિયાઓ આરંભ થાય છે તેને હેતુ કહે છે.
હેતુ વિના બીજા કોઈ પણ અવયવથી સાધ્યની સિદ્ધિ નથી. તેથી પરાર્થ અનુમાનના પાંચેય અવયવોમાં હેતુનું સ્થાન પ્રમુખ છે. તીવ્ર બુદ્ધિવાળો માત્ર હેતુથી સમજી જાય તો તેને ત્યારપછીના અવયવો— ઉદાહરણ, ઉપનય કે નિગમનની કોઈ જરૂર પડતી નથી. અનુમાનક્રિયા માટે અનિવાર્ય બે શરતો છે. ૧. પક્ષમાં હેતુની હાજરી હોવી જરૂરી છે.
અને
ર. હેતુની સાધ્ય સાથે વ્યાપ્તિ જરૂરી છે. ઉપરની બન્ને શરતોનું પાલન થતું હોય તો તેના આધારે 'ક્ષમાં સાધ્યની હાજરી છે.' એવું જે જ્ઞાન થાય તે અનુમાનક્રિયા દ્વારા મેળવવાયેલું જ્ઞાન કહેવાય છે. પક્ષમાં હેતુની હાજરી છે એવું સમજી શકાય તો અને તો જ અનુમાનક્રિયાનો આરંભ થઈ શકે છે. હેતુ દ્વારા ગુરુ શિષ્યને એમ જણાવ છે કે પક્ષમાં સાધ્યની હાજરી સાબિત કરવા માટે