________________
૧૦૨
પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ
છ. પ્રત્યભિજ્ઞાન
Recognition
પૂર્વનું સ્મરણ અને વર્તમાનનું પ્રત્યક્ષ એ બેચના જોડરૂપ જ્ઞાનને પ્રભિજ્ઞાન કહે છે.
કોઈપણ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે સ્મૃતિજ્ઞાન પછી પ્રત્યભિજ્ઞાન પણ એક અગત્યનું પગલું છે. સિદ્ધાંતની સિદ્ધિ માટે પ્રત્યભિજ્ઞાન એક સ્વતંત્ર
પ્રમાણ પણ છે.
ભગવાનના સમવસરણમાં ફતમંદ નામના
રાજકુમાર તરીકે જોયો હતો. આ પ્રકારના
પ્રત્યભિજ્ઞાનના કારણે બીજા કોઈ આધાર વિના પણ જે તે બાબતની સિદ્ધિ થઈ શકે છે. તેથી તેને
કોઈ બાબતની સિદ્ધિ માટે એક સ્વતંત્ર પ્રમાણ તરીકે પણ સ્વીકારવામાં આવે છે.
વસ્તુને જોતા તેની પૂર્વ અને વર્તમાન અવસ્થા જુદી જુદી હોવા છતાં તેનું એકરૂપપણું સમજી શકાય છે. વસ્તુનું આવું દ્રવ્યપર્યાયાત્મક સ્વરુપ
વસ્તુના અનેકાંત-સ્વરુપને સૂચવે છે. તેથી વસ્તુના
અનેકાંતસ્વરુપને સ્વીકારનારને જ પ્રત્યભિજ્ઞાનની અને તેના સભ્યપણાની સંભાવના હોય છે,
પ્રત્યભિજ્ઞાન અને તેના સમ્યપણા માટે વસ્તુના સ્વરુપને અનેકાંતપણે સ્વીકારવું જરૂરી છે. પ્રત્યભિજ્ઞાન માટે પૂર્વ અને વર્તમાન વચ્ચેનું વસ્તુનું એકરૂપપણું જોવું જરૂરી છે. દ્રવ્યાષ્ટિથી જ દરેક અવસ્થામાં વસ્તુ એકરૂપપણે જણાય છે, વસ્તુનું સમગ્ર સ્વરુપ દ્રવ્ય-પર્યાયાત્મક હોય છે. વસ્તુ એક જ હોવાથી તેને જોવાની દૃષ્ટિ પણ દ્રવ્ય કે પર્યાય એ બેમાંથી એક જ પ્રકારે હોય છે, દ્રવ્યષ્ટિથી
વસ્તુના સ્વરુપને એકાંતપણે માનનાર માટે પ્રત્યભિજ્ઞાન જ સંભવતું નથી. વસ્તુને એકાંતરૂપ દ્રવ્યપણે જે નિત્ય જ માને છે અને
નિશ લાંબા સમય પછી મળતા પોતાના મિત્ર
જિનેશને જોઈને કહે કે, આ એ જ જિનેશ છે જે અમે ૨૫ વર્ષ પહેલાં સ્કૂલમાં સાથે ભણતાં હતા. આ પ્રકારના પૂર્વના સ્મરણ અને વર્તમાન પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. પ્રત્યભિજ્ઞાનને જ કારણે પૂજ્ય બહેનશ્રી ચંપાર્બન કહી શકતા હતા કે, આ પૂજ્ય શ્રી કાનજીસ્વામીનો જીવ એ જ છે, કે જે પૂર્વભવમાં મહાવિદેહક્ષેત્રમાં સીમંધર-દર્શનમાં
તેની ક્ષણિક અવસ્થાને માનતો નથી તેના માટે
પૂર્વોત્તર ભિન્નભિન્ન અવસ્થાઓમાં એકપણાનો
સવાલ જ હોતો નથી અને તેથી પ્રત્યભિજ્ઞાન પણ હોતું નથી. અથવા જે વસ્તુને પર્યાયપ ક્ષણિક જ માને છે અને દ્રવ્યપણે નિત્ય માનતા
નથી તેમના માટે પણ ભિન્નભિન્ન પૂર્વાંતર અવસ્થાઓમાં એકરૂપતા સંભવતી નથી અને તેથી
પ્રત્યભિજ્ઞાન પણ હોતું નથી. વાસ્તવમાં જૈન દર્શન સિવાયના એકાંત માન્યતા ધરાવતા અન્ય કોઈ
પ્રત્યભિજ્ઞાનની કોઈ ચર્ચા જોવામાં
આવતી નથી. એકાંત માન્યતા ધરાવનાર
પ્રત્યભિજ્ઞાનની કોઈ વાત કરે તો તે મૃગજળ સમાન મિથ્યા જ જાણવી.
પોતાનો બાળપણનો ફોટો જોઈ પોતાનું પૂર્વનું સ્મરણ આવે અને પોતાનો વર્તમાન બુઢાપા સાથે બેચનું જોડરૂપ પ્રત્યભિજ્ઞાન થાય ત્યારે એમ જણાય
છે કે પોતે જે અગાઉ બાળપણમાં હતો તે જ
અત્યારે બુઢાપામાં પણ છે, બાળપણ અને બૂઢાપાની અવસ્થાઓમાં ઘણો મોટો ફેર હોવા છતાં પ્રત્યભિજ્ઞાનના કારણે તેમાં આત્માનું એકરૂપપણું જણાય છે. આ આત્માનું એકરૂપપણું તેની શુદ્ધતા અને સંપૂર્ણતાના કારણે જ સંભવે છે. કેમ કે, અશુદ્ધતા કે અપૂર્ણતામાં અનેકરૂપતા જ