________________
ફાળવવો જોઇએ. તોપણ મૂઢ મનુષ્ય પારમાર્થિકકાર્યમાં પ્રમાદ સેવે છે. આવા મનુષ્યને સંસારની અસારતા સમજાવી સંસારમાધના દ્વારા આત્મતિ સાધવાની. પ્રેરણા કરતા પં. ભૂિધરદાસજી કહે છે—
काहू घर पुत्र जायौ काहू के वियोग आयौ, काहू राग-रंग काहू रोआ रोई करी है । lä બહ્ન માન ગત ૩૪ ગીત ન વેચે, માન सांझ समै ताही थान हाय हाय परी है ।।
ગેલી નગરીતિ જ્ઞેય ટેરિવ મયમીત હોય, હા ક્ષ પર યુદ્ધ ! રોરી ગતિ વર્ગને હરી હૈ । માથાગ પાય સોવત વિહાય બાય, खोवत करोरन की ओक-ओक घडी है ।
ભાવાર્થ: અહો ! સંસારમાં કોઇના ઘરમાં પુત્રનો જન્મ થાય છે અને કોઈના ઘરમાં સ્વજનનું મરણ થાય છે.
૭૦
તેથી કોઇ એક ઘરમાં પુત્રજન્મની વધાઇનો રંગ-રાગમય ઉત્સવ હોય તે જ સમયે કોઇ અન્ય ઘરમાં મરણના શોકની રોકકળ હોય છે. વળી જે જગ્યાએ પ્રાતઃકાળું નૃત્ય-ગાનાદિ વડે ઉત્સવ ઉજવતા જોવા મળે છે તે જ સ્થળે સંઘ્યા સમયે હાય ! હાય ! નો કરૂણ વિલાપ સંભળાય છે. તેથી સઘળો સંસાર ઘણો વિચિત્ર અને
66
દુઃખમય હોવાથી અસાર છે, સંસારના આવા સ્વપને જોઇને પણ હે મુઢ મનુષ્ય ! તું સંસારથી ભયભીત થઈને સંસારના અભાવનો ઉપાય
કરતો નથી. સંસારભાવનાના ચિંતવન દ્વારા સંસારના અભાવનો ઉપાય મનુષ્યજન્મમાં થઈ શકતો હોવાથી મનુષ્યજીવનની એક-એક ઘડી કરોડો સુવર્ણમહોરોથી પણ અધિક મૂલ્યવાન છે. આવા અમૂલ્ય મનુષ્યજીવનમાં સંસારભાવનાના ચિંતવન દ્વારા આત્મતિ સાધવાને બદલે તે કાર્યમાં પ્રમાદી રહીને વ્યર્થ ગુમાવી રહ્યો છે. તો તારી બુદ્ધિ કોણ હરી લીધી છે ? (જૈન શતક : કાવ્ય નં. ૧૫, પાનુ ર૬)
સંસારદુઃખ અને મૌટાસુખ
સંચારભાવનાનો વિશદ અને વિસ્તૃત અભ્યાસ કરવા માટે લેખકનું પુસ્તક ‘સંસારદુઃખ અને મોક્ષસુખ’અત્યંત ઉપયોગી છે. સાત વિભાગમાં વહેંચાયેલ કુલ એકત્રીસ પ્રકરણ દ્વારા આ પુસ્તકમાં સંસારના દુઃખમય અને મોક્ષના સુખમય સ્વરૂપની સર્વાંગીણ સંપૂર્ણ સમજૂતી આપવામાં આવેલ છે. પુણ્યોન્યજન્ય પ્રવૃત્તિમાં જે સુખ માનવામાં આવે છે તે પણ પરમાર્થે દુઃખ જ છે તેનું તાર્કિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિરૂપણ કરવામાં આવેલ છે. મોક્ષ અને તેના અનુપમ અતીન્દ્રિય સુખની છણાવટ પણ સચોટ અને અસરકારક રીતે કરાયેલ છે. ચારસો જેટલા ચિત્રોથી સુશોભિત આ દળદાર પુસ્તક પ્રથમ ભૂમિકાવાળા જીવો પણ સમજી શકે તેવી સરળ, સુગમ, રોચક અને લોકભોગ્ય શૈલીથી તૈયાર થયેલ છે. સંસારભાવનાના સર્વગ્રાહી અભ્યાસ માટે ઉપયોગી આ પુસ્તક ટૂંકમાં પ્રસિદ્ધ થશે. આપની નકલ મેળવવા પ્રકાશક સંસ્થાનો સંપર્ક કરો.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્નની ઃ બાર ભાવના