________________
[][]
પ્રયોાપૂર્વક વિશેષ ફળ
|||||||
બીજી દરેક ભાવનાની જેમ સંસારભાવનાના અભ્યાસનું પ્રયોજન જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની ઉત્પત્તિ કરાવવાનું છે. સંસારમાવનાના અભ્યાસથી સુખદુ:ખના સાચા સ્વરૂપની સમજણ થાય છે અને સંસાર પોતાના સ્વરૂપથી જ દુઃખમય છે તે સમજાય છે. દુ:ખમય સંસારની અસારતા સમજાવાથી સંસાર પ્રત્યેનો સમજણપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય ઉત્પન્ન થવાની સાથે સંસારમાવનાના આારાના વિશેષ ફળ પૈકી નમૂનારૂપ મુખ્ય બે ફળ આ પ્રમાણે છેદ્ન
૧. સંસારદુઃખ અને મોક્ષસુખની સમજણ ૨. આત્માર્થીપણાની પ્રાટત્તા
૧. સંસારદુ:ખ અને મોક્ષસુખની
સમજણ
સંસારમાં સુખ કહેવાતી પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળતાઓ પણ દુઃખરૂપ હોય છે તેવી સમજણને સંસારદુઃખ અને એક માત્ર મોક્ષમાર્ગ અને મોક્ષમાં જ આત્માનું સાચુ સુખ હોય છે તેવી સમજણને મોક્ષસુખ કહ્યું છે. સંસારદુઃખ અને મોક્ષસુખની આવી સમજણ સંસારભાવનાના અભ્યાસથી આવે છે.
સંસાર પોતાના સ્વરૂપથી જ દુઃખમય છે. તેથી સંસારમાં ક્યાંય કિંચિત્ પણસુખ હોતું નથી. સુખ એ આત્માની સ્વામિાવિક શુ અવસ્થા છે. શુદ્ધતા હંમેશાં એક જ પ્રકારે હોય છે અને તેના બે પ્રકાર હોતા નથી. તેથી સુખના પણ સાંસારિક અને પારમાર્થિક એવા બે
પ્રકાર નથી. પુણ્યોદયથી પ્રાપ્ત સાનુકૂળ સંયોગોમાં
૬૮
સાંસારિક સુખ માનવામાં આવે છે તે ખરેખર સુખ નથી. તોપણ અપારમાર્થિક ફીિથી તેને સુખ કહેવાની પદ્ધતિ છે.
સંસારનું કહેવાતું સુખ અત્યંત આકુળ અને અસાર છે. તેથી તે પરમાર્થે દુઃખ જ છે. તેનાથી વિરુદ્ધ મોક્ષનું વાસ્તવિક સુખ અત્યંત અનાડુળ અને અનંત સારવાળું છે. તેથી તે જ પરમાર્થે સુખ છે.
જગના કહેવાતા સાંસારિક સુખથી તદ્દન વિપરીત એવું મોક્ષનું પારમાર્થિક સુખ અલૌકિક અને અચિંત્ય છે. તે અનુભવગોચર છે અને વચનગોચર નથી. તેથી તેનું કોઈ ક્થન કે વર્ણન હોતું નથી. તો પણ સંસારમાવનાના અભ્યાસથી સંસારના દુ:ખની જેમ મોઢાના સુખની સમજણ મળે છે.
૨. આત્માર્થીપણાની પ્રાસત્તા
એક માત્ર આત્મāિતનું જ પ્રયોજન, લક્ષ્ય અને ધ્યેય હોય તેને આત્માર્થીપણું કહે છે. આત્માનું ડિત મોદમાર્ગ અને મોઢામાં છે. તેથી આત્માર્થોપાને મોક્ષાર્થીપણું પણ કહે છે. સંસારમાંથી ખાદ ટળી પોતાના આત્માના મોક્ષ અને મોક્ષમાર્ગમાં
સુખબુદ્ધિ સ્થપાતા આવું આત્માર્થીપણું કે માનાર્થીપણું પ્રગટે છે.
આત્માનું હિત આત્માના સુખમાં છે અને આત્માનું
સાચુંસુખ આત્માના મોક્ષ અને મોઢામાર્ગમાં છે. આ જીવને જેમાં સુખ જણાય તે તેનો અર્થી હોય છે. સંસારમાં સુખબુદ્ધિ રાખનારો સંસારાર્થી અને મોક્ષમાં રાખ માનનારો મોક્ષાર્થી કે આત્માર્થી છે. સંસારમાં ક્યાંય પણ સુખ ન માસે અને પોતાનું સુખ પોતાના આત્માના મોક્ષમાર્ગ અને મોક્ષમાં જ માસે તે આત્માર્થી છે.
સંસારી જવ અનેક પ્રકારનો અથી એટલે કે પ્રયોજન
ઘરાવનારો હોય છે. સંસારી જીવના અનેક પ્રકારના
પ્રયોજનને મુખ્યત્વે ચાર પ્રકારમાં વહેંચી શકાય છે. ૧.
થર્મ, ૨. અર્થ, ૩. કામ અને ૪. મોક્ષ.
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જ્મની : બાર ભાવના