________________
મુનિવર કાર્તિકેયની બોધિદુર્લભભાવની અનુસાર બોધિને બદલે વિષયોમાં રમનારો રાખને માટે રત્નને બાળનારો છે.
(છંદઃ આર્યા) इति दुर्लभ मनुजत्वं लब्धवा ये रमन्ते विषयेषु । ते लब्धवा दिव्यरत्नं भूतिनिमित्तं प्रज्वालयन्ति ।। इति सर्वदुर्लभ दुर्लभं दर्शनज्ञानं तथा चरित्रं च । ज्ञात्वा च संसारे महादरं कुरुत त्रयाणं अपि ।।
ભાવાર્થ : સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતારૂપ શુદ્ધ પરિણતિને બોધિ કહે છે. આ બોધિને પ્રાપ્ત કરવાથી અનાદિ સંસારનો અંત આવે છે. આજ સુધીમાં આ જીવે આ બોધિ જ પ્રાપ્ત કરી નથી. તેથી તે દુર્લભમાં પણ દુર્લભ છે. નિત્યનિગોદમાંથી નીકળી કમશઃ મનુષ્યજીવન મળવું મહાદુર્લભ છે. મનુષ્યજીવનમાં પણ બોધિ માટે અનુકૂળ એવી કર્મભૂમિ, આર્યોત્ર, વીતરાગી દેવ
ગુરૂશાસ્ત્રની ઉપલબ્ધિ. જ્ઞાનીની દેશના જેવા સંયોગો મળવા અત્યંત દુર્લભ છે. બોધિની પ્રાપ્તિ માટે યોગ્ય એવું મનુષ્યજીવન અને સાનુકૂળ સંયોગોનો સદુપયોંગ ભવ્ય જીર્વાએ બોધિદુર્લભભાવના દ્વારા બોધિ પ્રત્યે મહાન આદર દાખવી તેને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો જોઇએ, પણ જે મનુષ્ય બોધિદુર્લભભાવનાના ચિંતવન દ્વારા બોધિની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાને બદલે પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં રમતો રહે છે તે રાખને માટે અમૂલ્ય દિવ્યરત્નને બાળનારો છે.
(સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા : ૧૧. બોધિદુર્લભ અનુપ્રેક્ષાઃ ગાથા ૩૦e,૩૦૧)